AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૈફ-સલમાન નહીં પણ આમિર ખાન સંભાળશે ‘Race 4’ ની કમાન, 2 યંગ એક્ટર્સ સાથે ફ્રેન્ચાઈઝીને મળશે ‘નવો લૂક’

'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' અને 'લાલ સિંહ ચડ્ડા' પછી હવે આમિર ખાન ફરી એકવાર મોટા પડદા પર જોરદાર એક્શન અને એન્ટરટેઈનમેન્ટ સાથે વાપસી કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આમિર ખાન બહુચર્ચિત 'Race' ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ 'Race 4' જોવા મળી શકે છે. આ રોમાંચક એક્શન-થ્રિલરમાં તેની સાથે બોલિવૂડના 2 યંગ સ્ટાર્સ પણ મુખ્ય રોલમાં જોવા મળશે.

સૈફ-સલમાન નહીં પણ આમિર ખાન સંભાળશે 'Race 4' ની કમાન, 2 યંગ એક્ટર્સ સાથે ફ્રેન્ચાઈઝીને મળશે 'નવો લૂક'
| Updated on: Aug 28, 2026 | 9:25 PM
Share

ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફ્લોપ થયા પછીથી આમિર ખાને કોઈ મોટી કે ખાસ એન્ટરટેનર ફિલ્મ સાઈન કરી નથી. લાલ સિંહ ચડ્ડા જેવી ફિલ્મ પછી તો તે કન્ટેન્ટ બેસ્ડ સિનેમા સુધી જ સીમિત થઈ ગયો છે. હવે આમિર ખાને નિર્ણય લીધો છે કે, તે ‘રેસ’ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો બનશે અને મોટા પડદા પર દર્શકોને એ જ રીતે એન્ટરટેન કરશે, જે રીતે તેના સાથી કલાકારો સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર કરી રહ્યા છે.

પિંકવિલાએ તેના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે કે, આમિર ખાને રેસ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો બનવાનો નિર્ણય લીધો છે. તેમાં તેની સાથે બે યંગસ્ટર્સ પણ જોવા મળશે.

Race 4 માં જોવા મળશે ‘Aamir Khan’

સામે આવેલી માહિતી મુજબ, નિર્માતા રમેશ તૌરાનીએ રેસ ફ્રેન્ચાઈઝીને રીબૂટ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ રેસ ફ્રેન્ચાઈઝીમાં આમિર ખાનની એન્ટ્રી કરાવવા માંગે છે. રમેશ તૌરાનીએ જે આઈડિયા આમિર ખાનને સંભળાવ્યો છે, તે તેને પસંદ આવ્યો છે. બીજું કે, તે ફિલ્મના રાઈટર્સ સાથે કામ કરવાનું શરૂ કરી ચૂક્યા છે.

Tiger Shroff-Sidharth Malhotra પણ ‘Race 4’ નો હિસ્સો

જો ઈનસાઈડર્સનું માનીએ તો, માત્ર આમિર ખાન જ નહીં પરંતુ ટાઈગર શ્રોફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ રેસ 4 નો હિસ્સો હશે. મેકર્સ એક એવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, જે ભારતીય દર્શકોએ અત્યાર સુધી મોટા પડદા પર જોઈ નથી. મેકર્સ આ ત્રણેય કલાકારો સાથે એક નવા રેસ વર્લ્ડની રચના કરશે, જેથી કરીને ફ્રેન્ચાઈઝીને સાચી દિશામાં આગળ વધારી શકાય.

જો રિપોર્ટ્સને ધ્યાનથી જોઈએ તો, તેમાં સૈફ અલી ખાનનું નામ નથી. આના પરથી એવું લાગી રહ્યું છે કે, થોડા સમય પહેલા જે સમાચાર આવ્યા હતા, તે પાયાવિહોણા હતા. સૈફ અલી ખાનની રેસ ફ્રેન્ચાઈઝીમાં એન્ટ્રી થવા જઈ રહી નથી. મેકર્સ નવા ચહેરાઓ સાથે આગળ વધવાનો નિર્ણય લઈ ચૂક્યા છે.

Breaking News : ‘હવે મને વિદાય આપો’ અમાલ મલ્લિકે ફિલ્મ મ્યુઝિકમાંથી લીધો બ્રેક, કારણ પણ જણાવ્યું

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">