AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R Madhavan : ‘3 ઈડિયટ્સ’ રિલીઝ થયાના વર્ષો બાદ આર માધવનનો Video થયો Viral, જુઓ તેણે ફરહાનના રોલ માટે કેવી રીતે આપ્યું ઓડિશન

R Madhavan 3 Idiots : આર માધવને ફિલ્મ 3 ઈડિયટ્સમાં ફરહાનના રોલથી બધાનું દિલ જીતી લીધું હતું. હવે વર્ષો પછી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આર માધવને ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું.

R Madhavan : '3 ઈડિયટ્સ' રિલીઝ થયાના વર્ષો બાદ આર માધવનનો Video થયો Viral, જુઓ તેણે ફરહાનના રોલ માટે કેવી રીતે આપ્યું ઓડિશન
R Madhavan Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 11:55 AM
Share

R Madhavan 3 Idiots : આર માધવન હિન્દી સિનેમાના ખૂબ સારા અભિનેતા છે. ફિલ્મ રેહના હૈ તેરે દિલ મેં હોય કે રોકેટ્રી હોય, તેણે ઘણી ઉત્કૃષ્ટ ફિલ્મો દ્વારા લોકો પર પોતાની ઊંડી અભિનયની છાપ છોડી છે. વર્ષ 2009માં રિલીઝ થયેલી ફિલ્મ 3 ઈડિયટ્સમાં ફરહાનનું પાત્ર પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Sholay થી માંડીને 3 Idiots સુધી, ફિલ્મોમાં બતાવાયેલી આ જગ્યાઓ છે હકીકતમાં

3 ઈડિયટ્સમાં આર માધવન સિવાય આમિર ખાન, શરમન જોશી, કરીના કપૂર, બોમન ઈરાની જેવા ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મને રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરી હતી. આ તમામ કલાકારોએ પોત-પોતાના પાત્રો ખૂબ જ સારી રીતે ભજવ્યા છે. હવે ફિલ્મની રિલીઝના લગભગ 13 વર્ષ બાદ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે આર માધવનનો ઓડિશન વીડિયો છે.

આર માધવનનો ઓડિશન વીડિયો અહીં જુઓ

View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)

આ વીડિયોને ઈન્સ્ટન્ટ બોલિવૂડ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં માધવન ફોર્મલ શર્ટ પહેરેલો જોવા મળે છે. તેની બેકગ્રાઉન્ડમાં ગ્રીન સ્ક્રીન છે અને તે ફિલ્મ સાથે જોડાયેલી પોતાની લાઈનો બોલતો જોવા મળે છે. ફિલ્મમાં તેની એક લાઈન હતી, “ અગર એન્જિનિયર બનકર ફ્રસ્ટ્રેટ હો ગયા તો આપકો કોસુંગા, ઉસસે બહેતર તો મૈં અપને આપકો કોસું ના ડૈડ ”, આ વીડિયોમાં માધવન પણ આ લાઈન બોલતો જોવા મળે છે.

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ વિભાગમાં પ્રતિભાવ પણ આપશો. શાદાબ નામના યુઝરે કોમેન્ટ કરી, “ફેન્ટાસ્ટિક આર્ટિસ્ટ.” સાયમા નામના યુઝરે લખ્યું, “અબ્બા માન ગયે ભાઈ.” અને સ્નેહા નામના યુઝરે કહ્યું કે, “અબ્બા નહી માનેંગે.” બતાદે, “અબ્બા નહી માનેંગે”, જે લાઇન પર લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે, તે ફિલ્મમાં ફરહાનનો ડાયલોગ હતો, જે વાયરલ થયો હતો. જો કે 3 ઈડિયટ્સ આમિર ખાનની કરિયરની બેસ્ટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મે વિશ્વભરમાં 450 કરોડથી વધુની કમાણી કરી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">