મંગળ ગ્રહ પર રોકેટ લોન્ચ વિશે આર માધવને કહ્યું ભારતે આ માટે હિન્દુ કેલેન્ડરનો કર્યો ઉપયોગ, ટ્વિટર યુઝર્સ થયા નારાજ

|

Jun 27, 2022 | 7:17 AM

આર માધવનની (R Madhavan) આ ફિલ્મ ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે, જેમના પર જાસૂસીનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો.

મંગળ ગ્રહ પર રોકેટ લોન્ચ વિશે આર માધવને કહ્યું ભારતે આ માટે હિન્દુ કેલેન્ડરનો કર્યો ઉપયોગ, ટ્વિટર યુઝર્સ થયા નારાજ
R-Madhavan

Follow us on

આર માધવનની (R Madhavan) ફિલ્મ ‘રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ’ (Rocketry: The Nambi Effect) ટૂંક સમયમાં જ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ દિવસોમાં આર માધવન આ ફિલ્મ હેડલાઇન્સમાં રહે છે. આ ફિલ્મથી તે નિર્દેશન તરીકે તે શરૂઆત કરી રહ્યો છે. પરંતુ તાજેતરના એક નિવેદનને કારણે તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. આર માધવને કહ્યું કે ઈસરોએ ભારતના મંગળ ગ્રહ પર PSLV C-25 રોકેટ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે હિન્દુ કેલેન્ડરનો ઉપયોગ કર્યો. આ માટે તેની ઘણી ટીકા કરવામાં આવી રહી છે.

આર માધવનની ટિપ્પણીથી લોકો છે નારાજ

આર માધવને આ ફિલ્મના પ્રમોશન દરમિયાન ટિપ્પણી કરી હતી. આ ફિલ્મ હાલમાં 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. માધવને આ ટિપ્પણી તમિલમાં કરી હતી જેને સંગીતકાર ટીએમ કૃષ્ણાએ ટ્રાન્સલેટ કરી હતી. માધવને કહ્યું હતું કે, ‘ભારતીય રોકેટમાં 3 એન્જિન (સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક) ન હતા જે વેસ્ટર્ન રોકેટોને મંગળ ગ્રહની ઓરબિટમાં લઈ જવામાં મદદ કરે છે. કારણ કે ભારતમાં તેની કમી હતી, તેથી તેણે ‘પંચાંગમ’ એટલે હિંદુ કેલેન્ડરની માહિતીનો ઉપયોગ કર્યો.’

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

માધવનના શબ્દોનો ટ્રાન્સલેટ કરનાર યુઝરના જણાવ્યા મુજબ “પંચાંગમ”માં ઘણા ગ્રહોની તમામ જાણકારી વાળું સેલેસ્ટિયલ મેપ છે, ગ્રહોનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ, સૂર્યના તેજનું ડિફ્લેક્શન વગેરે. દરેક વસ્તુની ગણતરી હજારો વર્ષ પહેલા ગણતરી કરવામાં આવી હતી અને એટલા માટે કેલેન્ડરમાં આ માહિતીનો ઉપયોગ કરીને લોન્ચની ગણતરી કરવામાં આવી હતી.

મંગલ પંચાંગ પર વિચાર કરવાનો સમય આવી ગયો – ટીએમ કૃષ્ણા

માધવને વધુમાં કહ્યું કે, ‘રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે પૃથ્વી, ચંદ્ર અને ગુરુના રિકોચેટમાં ચંદ્રની અને આસપાસ મંગળની ભ્રમણકક્ષામાં ગયું હતું.’ ટીએમ કૃષ્ણાએ ઈસરોની લિંક શેર કરતા કહ્યું છે કે, ‘મંગળ પંચાંગ પણ વિચાર કરવાનો સમય આવી ગયો છે.’

આર માધવનની આ ટિપ્પણી પર ઘણા ટ્વિટર યુઝર્સે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એકે કહ્યું છે કે, ‘એ માણસને જોઈને ખૂબ નિરાશ થયો, જે એક સમયે તમિલ રોમેન્ટિક ફિલ્મોનો પોસ્ટર બોય હતો, હવે તે વોટ્સએપ અંકલ બની ગયો છે.’

આ સિવાય અન્ય એક યુઝરે આ કોમેન્ટ પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, ‘મંગલયાન મિશન ઈસરોની ઉપલબ્ધિ હતી કોઈ કોમેડી ન હતી.’

નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે આ ફિલ્મ

આર માધવનની આ ફિલ્મ ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે, જેમના પર જાસૂસીનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Published On - 7:17 am, Mon, 27 June 22

Next Article