Pushpa 2: પુષ્પા 2 જોવા માટે થઈ જાવો તૈયાર, આ દિવસે થિયેટરોમાં બતાવવામાં આવશે ઝલક!
અલ્લુ અર્જુનના ફેન્સ 'પુષ્પા 2' (Pushpa 2) સાથે જોડાયેલી અપડેટ જાણવા માટે આતુર છે. સ્ટાઈલિશ એક્ટર તરીકે ફેમસ અલ્લુ અર્જુન (Allu Arjun) પણ ફેન્સની સાથે જોડાયેલો રહેવા માટે ફિલ્મની નાની વિગતો શેયર કરે છે.
અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ એ માત્ર તેલુગુ દર્શકોને જ નહીં, પરંતુ હિન્દી દર્શકોને પણ પ્રભાવિત કર્યા છે. અલ્લુ અર્જુનના સ્વેગનો જાદુ એ હદે ચડી ગયો કે માત્ર તેના ડાયલોગ્સ જ ફેમસ થયા જ નહીં, પરંતુ તેના ડાન્સ સ્ટેપ્સ પણ કોપી કરવામાં આવ્યા. ફિલ્મના પહેલા ભાગની વાર્તા એવી નોટ પર સમાપ્ત થઈ કે જ્યાંથી બીજો ભાગ શરૂ થશે. આ ફિલ્મ તેની રિલીઝને એક વર્ષ પૂરા કરવા જઈ રહી છે. આવી પરિસ્થિતિમાં ફેન્સ તેનો બીજો ભાગ વહેલી તકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
‘પુષ્પા’ના બીજા ભાગ માટે ફેન્સ ઉત્સુક
અલ્લુ અર્જુનના ફેન્સ ‘પુષ્પા 2’ સાથે જોડાયેલી અપડેટ જાણવા માટે આતુર છે. સ્ટાઈલિશ એક્ટર તરીકે ફેમસ અલ્લુ અર્જુન પણ ફેન્સની સાથે જોડાયેલો રહેવા માટે ફિલ્મની નાની વિગતો શેયર કરે છે. અત્યાર સુધી માત્ર ‘પુષ્પા 2’ના સેટ પરથી અલ્લુ અર્જુનની કેટલીક તસવીરો સામે આવી છે. હવે ફિલ્મ સાથે જોડાયેલી એક એવી અપડેટ સામે આવી છે, જેને સાંભળીને ફેન્સને ખુશ થઈ જશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ આ અપડેટ
Reportedly #Pushpa2 TEASER IS ATTACHED WITH #Avatar2 !! #AlluArjun pic.twitter.com/mZkJYZzimH
— Sumit Kadel (@SumitkadeI) November 12, 2022
શનિવારથી સોશિયલ મીડિયા પર ‘પુષ્પા 2’ સાથે જોડાયેલા મોટા અપડેટ્સ વાયરલ થઈ રહ્યા છે. એવી ચર્ચા છે કે ‘પુષ્પા 2’ના મેકર્સે ફિલ્મનું ટીઝર ખાસ રીતે રિલીઝ કરવાની યોજના બનાવી છે. 16 ડિસેમ્બરે હોલીવુડની ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ભારતીય થિયેટરોમાં રિલીઝ થશે. રિપોર્ટ્સ મુજબ ‘પુષ્પા 2’ના મેકર્સ આ સાથે ફિલ્મના શૂટની જાહેરાત કરવા જઈ રહ્યા છે.
અવતારની સાથે પુષ્પા 2નું ટીઝર પણ લોન્ચ કરવામાં આવશે. પરંતુ આ વિશે સત્તાવાર કોઈ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ ટ્રેડ એક્સપર્ટની ચર્ચા મુજબ, ‘અવતાર 2’ પહેલા થિયેટરોમાં દર્શકોને ‘પુષ્પા 2’ની ઝલક જોવા મળશે. તમને જણાવી દઈએ કે 16 ડિસેમ્બરે અવતાર 2 રિલીઝ થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનની ‘પુષ્પાઃ ધ રાઈઝ’ ગયા વર્ષે ડિસેમ્બરમાં દેશભરમાં 5 ભાષાઓમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મોટા પડદા પર મોટી સફળતા મળી હતી. કોરોના મહામારી પછી આ પહેલી મોટી ફિલ્મ સામે આવી હતી. ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ પણ જોવા મળ્યા હતા. હવે ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જેનું ટાઈટલ ‘પુષ્પાઃ ધ રૂલ’ છે.