Sidhu Moosewalaના પિતાને જાનથી મારી નાખવાની મળી ધમકી, કહ્યું તારી પણ હાલત ખરાબ થશે

|

Sep 02, 2022 | 9:59 AM

ધમકી આપનારે કહ્યું છે કે, જો બલકૌર સિંહે લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયાની સુરક્ષા વિશે કંઈ બોલશે તો તેમની હાલત તેમના પુત્ર સિદ્ધુ મુસેવાલા કરતા વધુ ખતરનાક હશે.

Sidhu Moosewalaના પિતાને જાનથી મારી નાખવાની મળી ધમકી, કહ્યું તારી પણ હાલત ખરાબ થશે
Sidhu Moosewalaના પિતાને જાનથી મારી નાખવાની ધમકી મળી
Image Credit source: File photo

Follow us on

Sidhu Moosewala Murder Case : પંજાબી દિવગંત સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતાને ફરી એક વખત ધમકી મળ્યાની વાત સામે આવી છે. આ ધમકી સોપૂ ગ્રુપ નામની ગેંગે મુસેવાલાના પિતા બલકૌર સિંહને આપી છે. સિદ્ધુનું ઓફિશિયલ મેલ આઈડી પર એજે બિશ્નોઈ નામના એક ગેંગસ્ટરે ધમકી ભર્યા મેસેજ મોકલ્યા હતા અને કહ્યું કે, તે ગેંગસ્ટર્સના મુદ્દા પર પોતાનું મોઢું બંધ રાખે બાકી તેની હાલત પર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moosewala)થી વધુ ખતરનાક થશે. જાણકારી અનુસાર આ ધમકી ભરેલા ઈ-મેલમાં ગેંગસ્ટરે બલકૌર સિંહને પોતાના સાથી ગેંગસ્ટરો (Gangster) વિશે ચુપ રહેવા કહ્યું છે.

ધમકીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો બલકૌર સિંહ લોરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયાની સુરક્ષા વિશે વાત કરશે તો તેમની હાલત તેમના પુત્ર સિદ્ધુ મુસેવાલા કરતા પણ ખરાબ થશે. ઉલ્લેખનીય છે કે, મુસેવાલાના પિતા બલકૌરે થોડા દિવસ પહેલા સવાલ ઉઠાવ્યો હતો કે તેમના પુત્ર સિદ્ધુની હત્યા કરનારાઓને આટલી સુરક્ષા કેમ આપવામાં આવી રહી છે? તેમણે કહ્યું કે, જો સિદ્ધુ મુસેવાલાને આટલી સુરક્ષા મળી હોત તો તેઓ આજે જીવતા હોત.

અઝરબૈજાન અને કેન્યા થી પકડવામાં આવ્યો શંકાસ્પદ

સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં એક શંકાસ્પદને અઝરબૈજાન અને બીજાની કેન્યામાંથી ધરપકડ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારના રોજ આ વિશે જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારત આ બંન્ને દેશોના અધિકારીઓના સંપર્કમાં છે. તેમણે આ વિષય પર સવાલોના જવાબમાં કહ્યું કે, હાલમાં તેની પાસે માત્ર આટલી જ જાણકારી છે. મુસેવાલાને 29 મેના રોજ પંજાબના મનસા જિલ્લામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ગોલ્ડી બરારે રચી હતી કાવતરું

પોલીસે 36 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ચાર્જશીટ 24 લોકો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. જેમાં લૉરેન્સ બિશ્રોઈ, જગ્ગુ ભગવાનપુરિયા તેમજ ગોલ્ડી બરારનું નામ સામેલ છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું કે, ગોલ્ડી બરારે હુમલાખોરને 28 મેના રોજ મુસેવાલાની સુરક્ષા પરત લેવા માટે જાણકારી આપી હતી. તેમજ 29 મેના રોજ તેની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતુ.

સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, મુસેવાલા (Sidhu Moosewala)ની હત્યા કર્યા બાદ તમામ શૂટર્સ ગુજરાતના મુંદ્રા બંદરે ગયા હતા, જ્યાં તેઓએ ઉજવણી પણ કરી હતી. આને લગતા કેટલાક ફોટો પણ સામે આવ્યા છે જેમાં તમામ શૂટર્સ દરિયા કિનારે ઉજવણી કરતા જોવા મળે છે.

Next Article