ધર્મેન્દ્ર બાદ બોલિવુડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરાને 7 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
બોલિવુડ અભિનેતા પ્રેમ ચોપરા છેલ્લા 7 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. હવે શનિવારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેના હેલ્થમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.

દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરાને 8 નવેમ્બરના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં તબિયત લથડતા દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાના પરિવાર અનુસાર પ્રેમ ચોપરાને શનિવારે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અભિનેતા પ્રેમ ચોપરાએ પ્રેમ નગર, ઉપકાર અને બોબી જેવી ક્લાસિક ફિલ્મ આપી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું હતુ. ત્યારથી તે સૌથી લોકપ્રિય અને વિલન બની ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું હતુ. 4 દશકથી વધારે કરિયરમાં અભિનેતાએ પ્રતિષ્ઠિત વિલનની ભૂમિકાઓ સાથે તેમણે વિદેશમાં પણ નામ કમાયું હતુ.
7 દિવસથી દાખલ હતા પ્રેમ ચોપરા
તમને જણાવી દઈએ કે, પ્રેમ ચોપરા છેલ્લા 7 દિવસથી બીમાર હતા અને તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રેમ ચોપરા 90 વર્ષના છે. શનિવાર 15 નવેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા મળી ચૂકી છે. હવે પ્રેમ ચોપરા સ્વસ્થ છે અને પોતાના ઘરે રહેશે.
View this post on Instagram
અભિનેતાના જમાઈએ આપ્યું હતુ હેલ્થ અપટેડ
અભિનેતાને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તો તેના જમાઈ વિકાસ ભલ્લાએ હેલ્થ અપટેડ આપ્યું હતુ. પ્રેમ ચોપરા બોલિવુડનો એક આઈકોનિક ચેહરો રહ્યો છે. તેનું ફિલ્મી કરિયર 4 દશકથી લાબું રહ્યું છે. પ્રેમ ચોપરાએ 1960માં પંજાબી ફિલ્મ ચૌધરી કરનૌલ સિંહથી કરિયરની શરુઆત કરી હતી. ચૌધરી કરનૈલ સિંહ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.
પ્રેમ ચોપરાનો જન્મ લાહોરમાં થયો
પ્રેમ ચોપરા, રણવીરલાલ અને રૂપાણી ચોપરાના છ બાળકોમાં ત્રીજા નંબરે આવે છે. પ્રેમ ચોપરાનો જન્મ 23 સપ્ટેમ્બર 1935ના રોજ લાહોરમાં થયો હતો. ભારતના ભાગલા પછી, તેમનો પરિવાર શિમલા રહેવા ગયો, જ્યાં તેમનો ઉછેર થયો. તેમણે શિમલાની એસ.ડી. સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમના પિતા તેમને ડૉક્ટર અથવા ભારતીય વહીવટી સેવા અધિકારી બનાવવા માંગતા હતા.
