Sana Khan Video: પ્રેગ્નન્ટ સના ખાનનો હાથ ખેંચતો જોવા મળ્યો પતિ અનસ, વીડિયો સામે આવતા ગુસ્સે થયા લોકો
Sana Khan Video: બોલિવુડની દુનિયા છોડી ચૂકેલી એક્ટ્રેસ સના ખાન (Sana Khan) હાલમાં પ્રેગ્નન્ટ છે. ગત દિવસે સના તેના પતિ સાથે બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Sana Khan Video: રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આવામાં બોલિવૂડમાં દર વર્ષે બાબા સિદ્દીકી અને જીશાન સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી વિશે ચર્ચાઓ થવી સામાન્ય છે. આ ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન સુધીના તમામ સ્ટાર્સ હાજરી આપે છે. જેનું બાબા સિદ્દીકી ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે. તાજેતરમાં જ સલમાન ખાન સહિત તેની ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ પાર્ટીમાં હાજરી આપવા આવી હતી.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
આ દરમિયાન ગ્લેમરની દુનિયાને અલવિદા કહી ચૂકેલી સના ખાન પણ તેના પતિ મુફ્તી અનસ સઈદ સાથે ઈફ્તાર પાર્ટીનો ભાગ બનવા પહોંચી હતી. સના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ સનાના પતિ પર ગુસ્સો કરતા જોવા મળી રહ્યા છે. જેમ કે બધા જાણે છે કે સના ખાને થોડા સમય પહેલા જ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. જેના કારણે તેને ફેન્સ તરફથી અભિનંદન પણ મળ્યા હતા.
આ પાર્ટીમાં જ્યારે સના ખાન પહોંચી ત્યારે તેનો બેબી બમ્પ જોવા મળી રહ્યો હતો. પરંતુ જ્યારે તેનો પતિ અનસ તેનો હાથ પકડીને ઝડપથી ચાલતો જોવા મળ્યો ત્યારે લોકો ગુસ્સે થઈ ગયા. વીડિયોમાં જોઈ શકાય છે કે સનાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને તેનો પતિ તેને જોયા વિના માત્ર તેનો હાથ પકડીને ઝડપથી ચાલતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં સના એમ કહેતી પણ જોવા મળે છે કે તે એટલું ચાલી શકશે નહીં, તે થાકી ગઈ છે.
આ પણ વાંચો : શહેનાઝ ગિલને જોઈને રશ્મિ દેસાઈએ મોઢુ ફેરવ્યુ, ફેન્સે કહ્યું- ‘તે જાણે છે કે હવે સના તમામ ફૂટેજ લેશે’, જુઓ Video
આ વીડિયો જોયા બાદ યુઝર્સ અનસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે એને શ્વાસ તો લેવા દો ભાઈ. એક યુઝરે લખ્યું છે કે તમે તેને આવી હાલતમાં કેમ ખેંચી રહ્યા છો. ઘણા યુઝર્સે સનાની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ કેટલાક યુઝર્સ એવું પણ માને છે કે સનાની તબિયત સારી નથી. જેના કારણે તેઓ તેને અંદર આરામ કરવા લઈ જતો હતો. બંને એક સાથે ખુશ છે. જો કે આ વીડિયો પાછળનું સાચું સત્ય શું છે તે તો સના અને અનસ જ કહી શકે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…