AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રાચી દેસાઈએ સ્ટાર કિડ્સ વિશે કર્યો ખુલાસો, કહ્યું- હું સ્ટાર કિડ્સ નથી કે…

પ્રાચી દેસાઈ (Prachi Desai) લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. હાલમાં જ તે જી5ની વેબ સિરીઝમાં એક રસપ્રદ રોલમાં જોવા મળી હતી. બોલિવૂડની આ એક્ટ્ર્સે સ્ટાર કિડ્સ વિશે ઘણી વાતો કરી છે.

પ્રાચી દેસાઈએ સ્ટાર કિડ્સ વિશે કર્યો ખુલાસો, કહ્યું- હું સ્ટાર કિડ્સ નથી કે...
prachi desai
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 7:48 PM
Share

ટીવીની દુનિયાથી બોલીવુડ સુધીની સફર કરનાર એક્ટ્રેસ પ્રાચી દેસાઈએ (Prachi Desai) થોડા જ સમયમાં હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી છે. એક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી હોવા છતાં પ્રાચીએ એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને સફળતા હાંસલ કરી. તેણે વર્ષ 2008માં સિરિયલ કસમથી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની રામ કપૂર સાથેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તે પછી કેટલીક વધુ સિરિયલોમાં કેમિયો રોલ કર્યા પછી, તે બોલિવૂડ (Bollywood) તરફ વળી.

હાલમાં જ તેના એક ઈન્ટરવ્યુમાં પ્રાચી દેસાઈએ કહ્યું હતું કે “બહારના લોકો સ્ટાર કિડ્સની જેમ બોલિવૂડમાં ફિટ નથી થતા”. જે બાદ તેને આ વાત કહેવા માટે ઘણી પ્રશંસા પણ મળી હતી. તેણીની બોલિવૂડ જર્ની વિશે પ્રાચી દેસાઈ કહે છે કે “તે હંમેશા રિતેશ સિધવાની, ફરહાન અખ્તર અને અભિષેક કપૂરને આભારી રહેશે, તેને પોતાની ફિલ્મ રોક ઓન માટે એક ન્યૂકમર તરીકે એક તક આપી.

ઘણી ફિલ્મોમાં કર્યું છે કામ

પોતાની જર્ની વિશે વાત કરતાં પ્રાચી દેસાઈ કહે છે “હું તે સમયે ખૂબ જ નાની હતી, ઈન્ડસ્ટ્રીમાં મારા કોઈ મિત્રો ન હતા અને કોઈ મને સીરિયસલી લેતું ન હતું, પરંતુ ફરહાન અખ્તર, રિતેશ સિધવાની અને અભિષેક કપૂરે મને તક આપી. જેના માટે હંમેશા હું તેમની આભારી છું. મારા ડેબ્યુ પછી, મેં વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ અને પછી બોલ બચ્ચન જેવી ફિલ્મો કરી.

જાણો પ્રાચીએ શું કહ્યું

પ્રાચીએ વધુમાં કહ્યું કે આ સમય દરમિયાન મારે હંમેશા સંઘર્ષ કરવો પડ્યો છે અને આગળ પણ કરવો પડશે. હું સ્ટાર કિડ નથી કે હું ઇન્ડસ્ટ્રીમાં આવતાની સાથે જ ફિટ થઈ જાઉં. એ વાત સાચી છે કે બહારના લોકોને ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડ્સ જેટલી તકો મળતી નથી.

ઈન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા 14 વર્ષ

બોલિવૂડમાં પ્રાચીની પહેલી ફિલ્મ રોક ઓન હતી, જેમાં પ્રાચીએ અર્જુન રામપાલ અને ફરહાન અખ્તર સાથે કામ કર્યું હતું. આ પછી તે ‘લાઈફ પાર્ટનર’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’, ‘બોલ બચ્ચન’, અને ‘આઈ મી ઔર મેં’ જેવી ઘણી વધુ ફિલ્મોમાં જોવા મળી હતી. ઈન્ડસ્ટ્રીમાં 14 વર્ષ પૂરા કરનાર આ એક્ટ્રેસ લાંબા સમયથી સમય બિગ સ્ક્રીનથી દૂર છે.

g clip-path="url(#clip0_868_265)">