PM Modi Birthday: પીએમ મોદીને કરણ જોહરથી લઈને પવન કલ્યાણ સુધીના સ્ટાર્સે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું?
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ સેલેબ્સ આ ખાસ દિવસે પીએમ મોદીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે પીએમ મોદી 71 વર્ષના થયા છે. વડાપ્રધાનનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને છેલ્લા સાત વર્ષથી વડાપ્રધાન છે. આજે તેમના જન્મદિવસ પર અલગ અલગ રીતે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે મોહનલાલ, કરણ જોહર, પવન કલ્યાણ, રિતેશ દેશમુખ, કોયના મિત્રા, ઈશા કોપ્પીકર, વિવેક ઓબેરોય, હેમા માલિની સહિતની ઘણી હસ્તીઓએ પીએમને શુભેચ્છા પાઠવવા માટે સોશિયલ મીડિયાનો સાહરો લીધો.
જાણો કોણે શું કર્યું ટ્વીટ
સાઉથ અભિનેતા પવન કલ્યાણે (Pawan Kalyan) ટ્વીટ કરીને લખ્યું કે #HappyBdayModiji ‘આદિ પરાશક્તિ’ આશીર્વાદ માનનીય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને તેમના 71માં જન્મદિવસ પર લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ. મને હંમેશા લાગતું હતું કે આપણા રાષ્ટ્રને એક મજબૂત નેતાની જરૂર છે ‘જે આપણા ભારતની સાંસ્કૃતિક લોકાચાર અને વિવિધતાને સમજતા હોય ”
#HappyBdayModiji May ‘Aadhi Parashakti’ Bless Hon. PM Sri @ @narendramodi ji on his 71st Birthday with long life and good health.
I have always felt “Our Nation needs a strong Leader’ who understands the cultural ethos & diversity of our Bharath”(Cont..)
— Pawan Kalyan (@PawanKalyan) September 16, 2021
ડાયરેક્ટર કરણ જોહરે (Karan Johar) ટ્વીટ કરીને લખ્યું છે કે અમારા માનનીય વડાપ્રધાનને અભિનંદન. ખુબ ઉલ્લાસપૂર્ણ જન્મદિવસ, એક દેશ તરીકે અમને સૌથી મજબૂત હાથ આપવા બદલ આભાર, જે અમને દરેક પસાર થતા દિવસ સાથે નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.
Wishing our honourable Prime Minister @narendramodi a very happy birthday. Thank you for providing us the strongest hand to hold as a country, one which guides us to newer heights with each passing day!
— Karan Johar (@karanjohar) September 17, 2021
રિતેશ દેશમુખે (Riteish Deshmukh) પણ પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા, અમારા માનનીય પ્રધાનમંત્રીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ભગવાન તમને લાંબી ઉમ્ર, ખુશી અને સ્વાસ્થ્ય આપે. #HappyBirthdayModiji।”
Wishing our Honourable Prime Minister Shri @narendramodi ji a very Happy Birthday. May god bless you with long life, happiness and great health Sir. #HappyBirthdayModiji pic.twitter.com/oDTkhOdxkB
— Riteish Deshmukh (@Riteishd) September 17, 2021
મોહનલાલે (Mohanlal) ટ્વીટ કર્યું, અમારા માનનીય પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ. ભગવાન તમને તમારી યાત્રા દરમિયાન સારુ સ્વાસ્થ્ય, ખુશી અને સફળતા આપે.
Birthday wishes to our Honourable Prime Minister @narendramodi ji. May the Almighty shower you with good health, happiness and success throughout your journey. @PMOIndia #HappyBdayModiji pic.twitter.com/ABdFCMt87q
— Mohanlal (@Mohanlal) September 17, 2021
લાલ કિલ્લાની સામે પીએમ મોદીની તસ્વીર શેર કરતા ઈશા કોપ્પીકરે (Isha Koppikar) ટ્વીટ કર્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને જન્મદિવસની શુભકામનાઓ.
Happy birthday to the Prime Minister of our country Shri @narendramodi ji pic.twitter.com/CAm0scLLgr
— Isha Koppikar (@ishakonnects) September 17, 2021
Happy 71st Birthday to the most Popular Leader Hon'ble PM Shri @narendramodi Ji. My prayers for your healthy and long life.
#HappyBdayModiji #HappyBirthdayModiji pic.twitter.com/08UAD7dkcl
— Koena Mitra (@koenamitra) September 17, 2021
પરેશ રાવલે (Paresh Rawal) લખ્યું છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે. સર તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Prayer to god to grant you a very long and a healthy life. Wishing you sir a very happy birthday @narendramodi 🙏
— Paresh Rawal (@SirPareshRawal) September 17, 2021
વિવેક ઓબેરોયે (Vivek Oberoi) લખ્યું છે કે ભારતની સંસ્કૃતિ અને ઈન્ડિયાની ટેકનોલોજીના સંગમથી હિન્દુસ્તાનને વિશ્વ ગુરુ બનાવનાર યુગપુરુષ માનનીય પ્રધાનમંત્રી @narendramodi જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન તમને દીર્ઘાયુ આપે અને તમને હંમેશા સ્વસ્થ રાખે જય હિન્દ
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના તમામ કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના આ ખાસ પ્રસંગને ઐતિહાસિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે. સંસ્કૃતિ મંત્રાલય 17 સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રીને મળેલી ભેટો અને સ્મૃતિ ચિન્હોની ઈ-હરાજીનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનને આપવામાં આવશે.
આ પણ વાંચો :- PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ
આ પણ વાંચો :- Maidaan ફિલ્મની ટીમ અને હૈદરાબાદ એફસીએ મિલાવ્યા હાથ, મળીને ભારતમાં ફૂટબોલને આપશે પ્રોત્સાહન