બી-ટાઉનને એક નવું કપલ મળ્યું છે. અહેવાલ છે કે આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરા એકબીજાને ડેટ કરી રહ્યાં છે, તેવી અટકળો ચાલી રહી છે. બંને ગુરુવારે બપોરે એક રેસ્ટોરન્ટમાંથી સાથે બહાર નીકળતા જોવા મળ્યા હતા. આ કપલ લંચ ડેટ પર અહીં પહોંચ્યું હતું. મીડિયાના કેમેરા જોઈને રાઘવ સીધો કારમાં બેસી ગયા પરંતુ પરિણીતીએ પાપારાઝી માટે પોઝ આપ્યા. બંનેએ સાથે પોઝ આપ્યો ન હતો.
બંને કેમેરામાં જોવા મળ્યા બાદ લોકોએ અટકળો શરૂ કરી દીધી છે. બંને એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા છે. જ્યાં બંને શાનદાર લુકમાં સાથે જોવા મળે છે. આ પહેલા બંને વ્હાઈટ શર્ટમાં જોવા મળ્યા હતા. આ ફોટો જોયા બાદ તેમના ફેન્સ પણ પૂછવા લાગ્યા છે કે શું આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને ‘ઈન્ડિયા યુકે આઉટસ્ટેન્ડિંગ અચીવર ઓનર્સ’ના સન્માન સાથે એકસાથે નવાજવામાં આવ્યા હતા. ભારતમાં પહેલીવાર કોઈને આ સન્માન મળ્યું છે.
View this post on Instagram
આ ઓનરને નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયનએ ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ અને યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ સાથે મળીને આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ બ્રિટિશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે અહીં ભારતીય વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખીને ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Gumraah Trailer: આદિત્ય રોય કપૂરના એક્શન અવતારથી ઈમ્પ્રેસ થયા ફેન્સ, ટ્રેલર જોઈને કહ્યું ‘માસ્ટરપીસ’
તમને જણાવી દઈએ કે 15 વર્ષ પહેલા પરિણીતી ચોપરા યુકેની માન્ચેસ્ટર સ્કૂલની સ્ટુડન્ટ હતી. રાઘવ ચઢ્ઢાના શિક્ષણની વાત કરીએ તો તેને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. પરિણીતી અને રાઘવ બંને અભ્યાસમાં હોશિયાર હતા અને તેમના ક્લાસમાં ટોપર્સ પણ હતા. એવું પણ બની શકે છે કે બંને એકબીજાના સારાં ફ્રેન્ડ છે. રિલેશનશિપ સ્ટેટસની વાત કરીએ તો પરિણીતી સિંગલ છે અને રાઘવે પણ 34 વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા નથી.