એક સમયે અંધેરીમાં કામ માટે ભટકતા હતા પંકજ ત્રિપાઠી, આજે લોકો પાર્કિગમાં ફિલ્મની ઓફર આપી જાય છે

પંકજ ત્રિપાઠી આજે એક મોટું નામ છે પરંતુ એક સમયે આ ઉમદા કલાકારને કામ માટે ભટકવું પડતું હતું. ચાલો જાણીએ તેમની સ્ટ્રગલ વિશે.

એક સમયે અંધેરીમાં કામ માટે ભટકતા હતા પંકજ ત્રિપાઠી, આજે લોકો પાર્કિગમાં ફિલ્મની ઓફર આપી જાય છે
Pankaj Tripathi used to roam in Andheri for work during Struggle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 2:52 PM

બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) શ્રેષ્ઠ કલાકારોમાંના એક છે. દરેક વખતે તેઓ તેમના અભિનયથી દર્શકોનું હૃદય જીતી લે છે. પંકજ ત્રિપાઠીએ (Pankaj Tripathi) બોલિવૂડમાં આવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. તાજેતરમાં તેમણે તેમના સ્ટ્રગલ દિવસો વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સ્ટ્રગલના દિવસોમાં તેઓ કેવી રીતે અંધેરીમાં કામ શોધતા હતા.

પંકજ ત્રિપાઠીએ (Pankaj Tripathi) ખાનગી સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘સાચું કહું તો, મેં 2004 થી 2010 કોઈ જ કમાણી કરી ન હતી. મારી પત્ની મારા બધા ખર્ચ ઉઠાવતી હતી. સાથે જ ઘરની સંભાળ પણ તે જ લેતી હતી. હું અંધેરીમાં ભટકતો રહેતો હતો, કે કોઈ એક્ટિંગ કરાવી લો, કોઈ એક્ટિંગ કરાવી લો. પણ તે સમયે કોઈ મારી વાત સાંભળતું નહોતું. હવે જ્યારે હું ઘરે જઉં છું, ત્યારે મને પાર્કિંગની જગ્યામાં આવીને લોકો ફિલ્મની ઓફર આપી જાય છે.

ડિરેક્ટર પાર્કિંગમાં આવીને ઓફર આપે છે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પંકજ ત્રિપાઠીએ વધુમાં કહ્યું કે, ‘મને મારી પાર્કિંગની જગ્યા પર ઘણા ડિરેક્ટર મળવા આવી જાય છે. તે મને પૂછે છે કે તમે ક્યાં છો. હું તમારી સાથે એક ફિલ્મ કરવા માંગુ છું. પ્લીઝ, સ્ટોરી સાંભળવા બેસીએ. પહેલા હું સંઘર્ષ કરતો હતો પરંતુ મને કોઈ નોકરી મળતી ન હતી, જ્યારે હું અંધેરીમાં પણ શોધ કરતો હતો અને હવે ઘણી ફિલ્મો માટે લોકો પાર્કિંગમાં આવીને ઓફર આપી જાય છે. મૃદુલ સ્ટ્રગલના દિવસોમાં મારા બધા ખર્ચ ઉઠાવતી હતી. મકાન ભાડાથી માંડીને જરૂરી ચીજો સુધી. બધું જ મારી પત્ની કરતી હતી.’

મિમીમાં જોરદાર અભિનય

તાજેતરમાં જ, પંકજ ત્રિપાઠીની ફિલ્મ મિમીમાં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં કૃતિ સેનન પંકજ ત્રિપાઠી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે. કૃતિ આ ફિલ્મમાં સરોગેટ મધરની ભૂમિકામાં જોવા મળી. આ ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી છે. પંકજ ત્રિપાઠીની કોમિક ટાઇમિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ 30 જુલાઇએ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી, પરંતુ ઓનલાઇન લીક થયા બાદ સોમવારે જ તે રિલીઝ કરવામાં આવી. પંકજ ત્રિપાઠી પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સની લાઇન છે.

આ પણ વાંચો: અક્ષય કુમારે સ્કૂલ માટે આપ્યું 1 કરોડનું દાન, BSF India એ શેર કરી શિલાન્યાસની તસ્વીરો, જુઓ

આ પણ વાંચો: Birthday Special: કંઈક આવું છે રજનીકાંતના જમાઈ ધનુષનું જીવન, ભાઈના કહેવાથી ફિલ્મ કરી, અફવાથી થઈ ગયા લગ્ન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">