Sara Ali Khan-Shubman Gill : સારા અલી ખાન ફરી એક વાર શુભમન ગિલ સાથે જોવા મળી, સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે જેમાં સારા અલી ખાન અને શુભમન ગિલ (Sara Ali Khan-Shubman Gill) એકસાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. આ ફોટો એરપોર્ટનો બતાવવામાં આવી રહ્યો છે. સારા અલી ખાન અને શુભમન ગિલના આ ફોટોથી ફરી એકવાર તેમના અફેરના સમાચાર ચર્ચામાં છે.
ક્રિકેટર શુભમન ગિલ જ્યારથી T20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી સૌનો ફેવરિટ બની ગયો છે. ધમાકેદાર બેટિંગ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ શુભમન ગિલ લાઈમલાઈટમાં રહે છે. શુભમનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે તેની કથિત ગર્લફ્રેન્ડ સારા અલી ખાન સાથે જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.
ફરી સાથે જોવા મળ્યા સારા-શુભમન
સોશિયલ મીડિયા પર એક યુઝરે એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં સારા અને શુભમન ગિલ સાથે બેઠેલા જોવા મળી રહ્યા છે. આ ફોટો એરપોર્ટનો બતાવવામાં આવી રહ્યો છે. ફોટામાં તમે સારા અને શુભમન એકસાથે બેઠેલા જોઈ શકો છો. બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે.
સારા અલી ખાન અને શુભમનના આ ફોટાએ ફરી એકવાર તેમના અફેરના સમાચાર ચર્ચામાં છે. સારા અને શુભમનનો આ લીક ફોટો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સારાનો આ ક્રિકેટર સાથેનો ફોટો લેટેસ્ટ છે કે જૂનો, તેની જાણકારી હજુ સામે આવી નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે સારા અને શુભમન એકબીજાને મળતા રહે છે.
અહીં જુઓ વાયરલ ફોટો
આ પહેલા પણ બંને ઘણી વખત છુપાઈને મળી ચૂક્યા છે. લોકોએ સારા અને શુભમનને મીટિંગ કરતા જોયા છે. અફેરના સમાચાર પર સારાએ હજુ સુધી મૌન રાખ્યું છે. પરંતુ શુભમન તરફથી હિંટ મળી છે. સારા અને શુભમનના ડેટિંગના સમાચાર પહેલીવાર સામે આવ્યા જ્યારે બંને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ડિનર કરતા જોવા મળ્યા હતા.
બંનેની સાથેની તસવીર ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સારા અલી ખાન પહેલા શુભમનનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે જોડાયું હતું. જ્યારે સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે રિલેશનમાં હતી. સારા અને શુભમનના સંબંધોની સત્ય જાણવા માટે ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે.
આ પણ વાંચો : રણવીર-આલિયાની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને રાજકુમાર રાવની ફિલ્મ ‘ભીડ’ આ દિવસે થશે રિલીઝ
ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલ હાલમાં ક્રિકેટ જગતમાં છવાયેલો છે. વનડે ફોર્મેટ બાદ હવે તેને T20માં પણ કમાલ કર્યું છે. ગિલે બુધવારે ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદમાં T20માં શાનદાર સદી ફટકારી હતી. તેને 63 બોલમાં 126 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ T-20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 2-1થી હરાવ્યું હતું.