Hera Pheri 3: ફરી એકવાર અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ કરશે ‘હેરા ફેરી’, ફિરોઝ નડિયાદવાલાએ કર્યુ કન્ફર્મ

અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી ફરી એકવાર એકસાથે કોમેડીનો કરતા જોવા મળશે. ફરી એકવાર 'હેરા ફેરી' (Hera Pheri 3) થવાની છે. ફિરોઝ નડિયાદવાલાએ આ વાતને કન્ફર્મ કરી છે.

Hera Pheri 3: ફરી એકવાર અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ કરશે 'હેરા ફેરી', ફિરોઝ નડિયાદવાલાએ કર્યુ કન્ફર્મ
Hera-Pheri-3-ConfirmedImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 10:29 PM

અક્ષય કુમાર (Akshay Kumar), પરેશ રાવલ (Paresh Rawal) અને સુનીલ શેટ્ટી (Suniel Shetty) ફરી એકવાર સાથે જોવા મળવાના છે. ‘હેરા ફેરી’નો ત્રીજો ભાગ ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ ફ્રેન્ચાઈઝીની તમામ ફિલ્મો લોકોને ખૂબ જ પસંદ છે. ત્રણેય કલાકારોની જબરદસ્ત કોમેડી ફરી એકવાર લોકોને જોવા મળશે. આ ત્રણેય કલાકારોની કોમેડી લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને હવે ફિરોઝ નડિયાદવાલાએ આ વાતને કન્ફર્મ કરી છે અને કહ્યું છે કે તે ‘હેરા ફેરી 3’ (Hera Pheri 3) પર કામ કરી રહ્યો છે અને તેમાં આ ત્રણેય કલાકારો હશે તો ફરી એકવાર તૈયાર થઈ જાવ આ ત્રણેયની જુગલબંધી જોવા માટે.

ટૂંક સમયમાં આવી રહ્યું છે ‘હેરા ફેરી 3’

એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સાથેના હાલના ઈન્ટરવ્યુમાં ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું હતું કે ‘વાર્તા તેના સ્થાને છે અને ટીમ તેના માટે પોતાનું કામ કરી રહી છે.’ તેણે એ પણ ખાતરી આપી કે આ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ પણ તે જ એવી જ રીતે બનાવામાં આવશે, જેમાં કેરેક્ટરની માસૂમિયત જાળવી રાખવામાં આવશે.

બોલિવૂડ હંગામા સાથે વાત કરતા ફિરોઝ નડિયાદવાલાએ કહ્યું કે તેઓ તેમની પાછલી સિદ્ધિઓને હળવાશથી લઈ શકતા નથી. તે કન્ટેન્ટ, વાર્તા, કેરેક્ટર્સ અને વર્તનની બાબતમાં વધુ સાવધાન રહેશે. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે તે બહુ જલ્દી આ અંગે ઓફિશિયલ જાહેરાત કરશે. આ ફિલ્મનો પહેલો ભાગ પ્રિયદર્શને ડાયરેક્ટ કર્યો હતો, જ્યારે બીજો ભાગ નીરજ વોરાએ લખ્યો હતો અને નિર્દેશિત કર્યો હતો. દર્શકો હજી પણ આ ફિલ્મો જુએ છે અને કલાકારોના એક્ટિંગની ખૂબ જ પ્રશંસા કરે છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

વાર્તા ડેવલોપ કરવાની પરેશ રાવલે કરી માંગ

‘હેરા ફેરી 3’ વિશે બોલતા પરેશ રાવલે ETimes ને કહ્યું કે, ‘જો આપણે આટલા વર્ષો પછી હેરાફેરીની સિક્વલ લઈને આવી રહ્યા છીએ તો તે કામ કરશે નહીં. તેની સ્ટોરી ડેવલોપ થવી જોઈએ. ત્યારે જ હું તેના માટે ઉત્સાહિત થઈશ. નહીં તો એ જ ચાવેલું છીણ ફરી ચાવવું પડશે, એ મને એ ઉત્સાહ નહીં આપે.

આ ફિલ્મને લઈને મીડિયામાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે જ્યારે ફિલ્મના ત્રીજા ભાગની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ફેન્સનો ક્રેઝ આ ફિલ્મને લઈને જેવો છે. આ ફિલ્મ લોકોની ઓલ ટાઈમ ફેવરિટ કોમેડી ફિલ્મોમાંની એક છે. લોકોને પહેલી ફિલ્મના ડાયલોગ્સ યાદ છે, પછી તે બાબુરાવ હોય, રાજુ હોય કે શ્યામ. આજે પણ લોકો તેની ક્લિપિંગ્સ જુએ છે.

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">