નુસરત ભરૂચાની ફિલ્મ આવી રહી છે ‘અકેલી’, એક્ટ્રેસે અપકમિંગ ફિલ્મ વિશે કર્યો ખુલાસો
બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા આજકાલ તેની અપકમિંગ ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. આ દરમિયાન એક્ટ્રેસે તેની ફિલ્મનું નામ પણ જાહેર કર્યું છે. નુસરતે (Nusrat Bharucha) સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું મોશન પોસ્ટર શેયર કર્યું છે.

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા (Nusrat Bharucha) છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોની વાર્તાઓ પર ખૂબ જ ધ્યાન આપી રહી છે. નુસરત પાસે હાલમાં ઘણા મોટા પ્રોજેક્ટ છે. આ દરમિયાન, તેણે તેની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે. નુસરત સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલી જાણકારી અહીં તેના ફેન્સ માટે શેયર કરતી રહે છે.
નુસરત ભરૂચાએ તેની અપકમિંગ ફિલ્મનું મોશન પોસ્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યું છે. આ સાથે તેણે ફિલ્મના નામનો પણ ખુલાસો કર્યો છે. મોશન પોસ્ટરની શરૂઆત નુસરતથી થાય છે, જે પહેલા ઘણી મહિલાઓ સાથે ઉભેલી જોવા મળે છે. પછી ધીમે ધીમે તે “અકેલી” પડી જાય છે. એક્ટ્રેસની ફિલ્મનું નામ પણ ‘અકેલી’ છે. આ મોશન પોસ્ટરને શેયર કરતા એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું, અપની પે આ જાયે.. તો એક અકેલી હી કાફી હૈ!
View this post on Instagram
મોશન પોસ્ટરમાં એક્ટ્રેસ ખૂબ જ મજબૂત પાત્રમાં જોવા મળી રહી છે. ફિલ્મના નામ અને પોસ્ટર જોયા બાદ ફિલ્મની સ્ટોરીનો પણ ઘણા હદ સુધી અંદાજ લગાવી શકાય છે. આ ફિલ્મનું ડાયરેક્શન પ્રણય મેશ્રામ કરી રહ્યા છે. આ પહેલા તેને ક્વીન અને કમાન્ડો 3 જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ દશમી સ્ટુડિયોના નીતિન વૈદ્ય, નિનાદ વૈદ્ય, અપર્ણા પડગાંવકર, વિકી સિદાના અને શશાંત શાહ કરવા જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ફિલ્મની વાર્તા ઈરાક પર આધારિત છે. ફિલ્મમાં બતાવવામાં આવશે કે એક વ્યક્તિ જે રણ જેવી જગ્યાએ ફસાયેલો છે, તે તમામ મુશ્કેલીઓનો સામનો કરતો જોવા મળશે. મોશન પોસ્ટર જોયા પછી એમ કહેવું ખોટું નહીં હોય કે આ પાત્ર નુસરત માટે ખૂબ જ પડકારજનક હશે.
એક્ટ્રેસ પોતાની ફિલ્મથી બધાને હેરાન કરી શકે છે. બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાની છેલ્લી ફિલ્મ જનહિત મેં જારી રિલીઝ થઈ હતી. હાલમાં એક્ટ્રેસ અક્ષય કુમાર સાથે ફિલ્મ રામ સેતુમાં પણ કામ કરી રહી છે. આ સિવાય તે જલ્દી જ ઈમરાન હાશ્મી સાથે સેલ્ફી ફિલ્મમાં જોવા મળશે.