AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nushrratt Bharuccha Birthday : નુસરત ભરૂચા તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે, વર્ષોના સંઘર્ષ બાદ આ ફિલ્મે અભિનેત્રીને અપાવી હતી ઓળખ

આજે નુસરત ભરૂચા તેનો 37મો જન્મદિવસ (Nushrratt Bharuccha Birthday) સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રીની ફિલ્મ 'જાનીહિત મેં જરી' પડદા પર રિલીઝ થવાની છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

Nushrratt Bharuccha Birthday : નુસરત ભરૂચા તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે, વર્ષોના સંઘર્ષ બાદ આ ફિલ્મે અભિનેત્રીને અપાવી હતી ઓળખ
Nushrat Bharucha happy Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 12:48 PM
Share

ઓછા સમયમાં સફળતાની સીડીઓ ચડનારી અભિનેત્રી નુસરત ભરૂચાએ (Nushrratt Bharuccha) ધીરે-ધીરે બોલિવૂડમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે. પોતાની મહેનતના બળ પર નુસરતે બોલિવૂડમાં પોતાના પગ જમાવ્યા અને આજે તેની ગણતરી જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. આજે નુસરત ભરૂચા તેનો 37મો જન્મદિવસ (Nushrratt Bharuccha Birthday) સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રીએ ચોક્કસપણે જય સંતોષી માં સિરિયલથી સંઘર્ષ શરૂ કર્યો હતો, પરંતુ તે લવ સેક્સ ઔર ધોકા ફિલ્મથી ચર્ચામાં આવી હતી. આ પછી અભિનેત્રીએ ક્યારેય પાછું વળીને જોયું નથી. નુસરત ભરૂચાનું નામ આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. શ્રેષ્ઠ ફિલ્મો ઉપરાંત અભિનેત્રી તેની બોલ્ડ શૈલી માટે પણ જાણીતી છે. જોવામાં ખૂબ જ સુંદર નુસરતે પોતાના કરિયરમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ફિલ્મી દુનિયાની આ સફર અભિનેત્રી માટે બિલકુલ સરળ ન હતી.

સ્લમડોગ મિલિયોનેર માટે ફાઈનલ થયા બાદ નુસરત ભરૂચાને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી હતી. કારણ જણાવતાં ટીમે નુસરતને કહ્યું કે, દરેક રીતે મેકઅપ ટ્રાય કરવા છતાં પણ તે ઝૂંપડપટ્ટીમાં રહેતી છોકરી જેવી દેખાતી નથી.

લોકો ફિલ્મની આતુરતાથી જોઈ રહ્યા છે રાહ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, નુસરતની આગામી ફિલ્મ ‘જનહિત મેં જારી’ સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેના કારણે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી. ટ્રેલરમાં અભિનેત્રી કોન્ડોમ સેલ્સ ગર્લ તરીકે જોવા મળી રહી છે. તે જ સમયે, ટ્રેલર જોયા પછી કેટલાક લોકોમાં ફિલ્મ જોવાની ઇચ્છા વધી છે. તેથી લોકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઇન્ડસ્ટ્રીમાં વર્ષો સુધી કર્યો સંઘર્ષ

વર્ષ 2005માં ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનારી અભિનેત્રી નુસરતે બોલિવૂડમાં ખાસ સ્થાન મેળવવા માટે 2010 સુધી ઘણો સંઘર્ષ કર્યો હતો. જે બાદ આખરે તેને એકતા કપૂરે લવ સેક્સ ઔર ધોકા માટે સાઈન કરી હતી અને દર્શને આ ફિલ્મ ખૂબ જ ગમી હતી.

આ પછી તેની કારકિર્દી ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મથી ટ્રેક પર આવી. લોકોમાં નુસરતના નામ અને એક્ટિંગની ચર્ચા થઈ રહી હતી. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન સાથેની ફિલ્મ પ્યાર કા પંચનામા તે વર્ષની હિટ ફિલ્મોમાંથી એક હતી. આ પછી દર્શકોમાં પણ નુસરત ભરૂચાની લોકપ્રિયતા વધવા લાગી.

આ ફિલ્મથી નુસરતનું નસીબ ચમક્યું

સફળતાની સીડી ચડ્યા બાદ વર્ષ 2011 પછી તેને આકાશવાણી અને ડર@મોલમાં પણ કામ કરવાની તક મળી. આ પછી વર્ષ 2015માં પ્યાર કા પંચનામા 2 રિલીઝ થઈ જે જબરદસ્ત હિટ થઈ. જે પછી 2018માં નુસરત ભરૂચાના નસીબે સોનુ કે ટીટુ કી સ્વીટી સાથે હિટ થઈ. અભિનેત્રીએ પણ પોતાના નકારાત્મક પાત્રથી લોકોના મનમાં પ્રેમ જમાવ્યો અને આ ફિલ્મ તેની પ્રથમ 100 કરોડની ફિલ્મ સાબિત થઈ.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">