AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood ના સ્ટાર્સ અને તેમની બેવડી નીતિ વાળા પ્રમોશનની લાઈનમાં હવે અભિષેક બચ્ચન પણ જોડાયા ! એમેઝોનના આ શો માં જોવા મળી કન્ટ્રોવર્સી

શો 'કેસ તો બના હૈ'નો નવો પ્રોમો સામે આવ્યો છે. એક મજાક પર અભિષેક બચ્ચન(Abhishek bachchan)નો પારો ચડી ગયો. અભિષેકે કોમેડિયન પરિતોષ ત્રિપાઠી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)પર મજાક કરવામાં આવી હતી, તે સાંભળીને અભિષેકે તરત જ પ્રતિક્રિયા આપી હતી, જેના કારણે શૂટિંગ અધવચ્ચે જ રોકવું પડ્યું હતું.

Bollywood ના સ્ટાર્સ અને તેમની બેવડી નીતિ વાળા પ્રમોશનની લાઈનમાં હવે અભિષેક બચ્ચન પણ જોડાયા ! એમેઝોનના આ શો માં જોવા મળી કન્ટ્રોવર્સી
Abhishek Bachchan on the set of 'Case To Banta He'
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 1:27 PM
Share

બોલીવુડના સ્ટાર્સ(Bollywood Stars) અને તેમની સાથે પર્સનાલિટી , સ્માઈલ કે પછી હવે તો વિવાદ સાથે ગુસ્સો પણ નકલી હોવાનું સામ આવી રહ્યું છે. બોલીવુડમાં આ પહેલીવાર નથી કે વિવાદ અને સ્ટાર્સ એકબીજાના પર્યાય ના બન્યા હોય અને આ બધાની વચ્ચે સિનિયર બચ્ચન(ના પૂત્ર જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન પણ લાઈનમાં જોડાઈ ગયા છે. વાત છે ‘કેસ તો બનતા હે’ (Case to Banta He)ના પ્રોમોને લઈને બહાર આવેલી વિગતોની કે જેમાં ચાલુ શુટીંગ દરમિયાન અભિષેક બચ્ચન (Abhishek Bachchan)શો છોડીને જતા રહે છે અને કારણ એ રહ્યુ હતું કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)પર જોક મારવામાં આવતા તેમને આ પસંદ નોહતું આવ્યુ અને તે જતા રહ્યા.

હવે મોટા ભાગના કેસમાં અને બોલીવુડના સ્ટાર્સના એવા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં વિવાદ ઉભા કરો અને ખ્યાતિ પ્રાપ્ત કરો. વિવાદથી કમાઈ લેવુ એ બોલીવુડ સ્ટાર્સની એક ફિતરતમાં આવતુ જાય છે. બોલીવુડ સ્ટાર્સના વિવાદની વાત કરીએ તો પાના ભરાય એવી સ્થિતિ છે. 2008-9 ના સમયગાળામાં અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના ડિવોર્સ વાળો વિવાદ અને લક્સ સાબુની જાહેરાત આપને યાદ હશે. તાજેતરની જ હ્રિતિક રોશનની બર્ગર કિંગની જાહેરાતનો વિવાદ કે જેમે ટ્વિટર પર બધાનું ધ્યાન દોર્યુ હતું. નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની અફવા કે પછી શો ના જજ વચ્ચે તકરાર, આ બધું પ્રસિદ્ધી થી વધારે કઈ નથી અને બોલીવુડ કે ટેલીવુડ ઈન્ડસ્ટ્રીઝ માટે છવાઈ જવા માટેનું નવું પરિબળ બની ગયું છે.

‘કેસ તો બનતા હે’ ના શો પર અભિષેક બચ્ચને જે જોક પર વિવાદ ઉભો કરીને શો ના શૂટમાંથી જતા રહ્યા તેના પર વાત કરવામા આવે તો રિતેશ દેશમુખ, પરિતોષ ત્રિપાઠી અને કુશા કપિલાના શો ‘કેસ તો બના હૈ’નો નવો પ્રોમો સામે આવ્યો છે. કોર્ટ કેસનો આરોપી અભિષેક બચ્ચન છે, જે કોર્ટરૂમમાં બેઠો છે. જોક્સ ચાલતા હતા, મોજ-મસ્તીનું વાતાવરણ હતું. પછી એક મજાક પર અભિષેક બચ્ચનનો પારો ઊંચો થઈ ગયો. અભિષેકે કોમેડિયન પરિતોષ ત્રિપાઠી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે અમિતાભ બચ્ચન પર મજાક કરવામાં આવી હતી, અભિષેક તેને હળવાશથી લઈ શક્યો ન હતો અને તેણે તરત જ પ્રતિક્રિયા આપી હતી, જેના કારણે શૂટિંગ અધવચ્ચે જ રોકવું પડ્યું હતું.

અભિષેક અધવચ્ચે જ શૂટિંગ પર બ્રેક મૂકીને કહે છે કે બહુ થઈ ગયું છે. જોક ની રમતમાં મને સામેલ કરો ત્યાં સુધી બરાબર છે પરંતુ મારા માતા-પિતાને વચ્ચે લાવવા યોગ્ય નથી. મારા સુધી રાખો, બાપને કેમ લાવો? મને તે પસંદ નથી. તે મારા પિતા છે. હું તેમના વિશે થોડો સંવેદનશીલ છું. આપણે લોકોને થોડું સન્માન આપવું જોઈએ. આ બધું કોમેડીની આડમાં ન કરવું જોઈએ. આજકાલ શું છે, શું આપણે ભાવનાઓમાં તણાઈ જઈએ છે પણ હું મુર્ખ નથી. આટલું બોલ્યા પછી અભિષેક બચ્ચન ત્યાંથી ઉભા થઈને ચાલ્યા જાય છે.

હવે અભિષેક બચ્ચન જે પિતાની ઈજ્જતને લઈને શો ના પ્રોમાં શૂટમાં વાત કરી રહ્યા છે તો બોલ બચ્ચન ફિલ્મ, તેનું નામ અને એક્ટિંગ શેના પર આધારિત હતી? જે રાજુ શ્રીવાસ્તવ કે જેણે જીંદગી ભર અમિતાભ બચ્ચન પર જ કોમેડી કરીને પોતાની રોજીરોટી કમાણી કરી અને જેના પર ક્યારેય અમિતાભ બચ્ચને વાંધો નોહતો ઉઠાવ્યો તેના પર અભિષેક શું કહેશે? શું વિવાદ ઉભા કરીને પ્રસિદ્ધી કમાઈ લેવાની લાઈનમાં હવે તે પણ જોડાઈ ગયા છે કે શું ?

આ પ્રોમો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. ઘણા લોકો તેને ટીખળ કહી રહ્યા છે. શોના પ્રમોશનમાં એવી ઘણી વખત આવી છે જ્યારે કોઈને ગુસ્સે કરવા માટે ટીખળ કરવામાં આવી હોય. તો બીજી તરફ લોકો અભિષેક બચ્ચનને પણ ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે જો ફિલ્મમાં આટલો સારો અભિનય થયો હોત તો તે ફ્લોપ ન થઈ હોત. અભિષેકનું આ રીતે ગુસ્સે થવું એ ટીખળ છે કે તે ખરેખર ગુસ્સે છે, તે ટૂંક સમયમાં જ ખબર પડશે. પરંતુ ગમે તે હોય, યુઝર્સ આ પ્રોમો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">