Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે શક્તિ કપૂરની પુત્રી Shraddha Kapoor, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

શ્રદ્ધા કપૂરે વર્ષ 2010થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તે અભિનયની સાથે સાથે ઘણી બ્રાન્ડનું એન્ડોર્સ કરી રહી છે. જેના કારણે તે આજના સમયમાં કરોડોની માલકિન બની ગઈ છે.

Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે શક્તિ કપૂરની પુત્રી Shraddha Kapoor, એક ફિલ્મ માટે લે છે આટલી ફી
Shraddha Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 5:15 PM

શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) બોલિવૂડની બહેતરીન અભિનેત્રીઓમાંની એક છે. દરેક વખતે તે તેમના અભિનયથી દરેકનું દિલ જીતી લે છે. શ્રદ્ધાએ ખૂબ જ ઓછા સમયમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. શ્રદ્ધાએ ફિલ્મ તીન પત્તી (Teen Patti)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અત્યારે શ્રદ્ધા એક વિશેષ સ્થાન પર પહોંચી ગઈ છે. શ્રદ્ધા આજે કરોડોની સંપત્તિની માલિક બની ગઈ છે.

શ્રદ્ધા કપૂરે વર્ષ 2010થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તે અભિનયની સાથે સાથે ઘણી બ્રાન્ડનું એન્ડોર્સ કરી રહી છે. જેના કારણે તે આજના સમયમાં કરોડોની માલકિન બની ગઈ છે. આજે અમે તમને શ્રદ્ધા કપૂરની નેટવર્થ વિશે જણાવીએ છીએ. સાથે તેના વિશે પણ માહિતી આપશું જે બ્રાન્ડ્સને તે એન્ડોર્સ કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એક અહેવાલ મુજબ શ્રદ્ધા કપૂર બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે. તે અભિનય, એન્ડોર્સમેન્ટ, મોડેલિંગની સાથે ઘણી ચીજોમાંથી પણ કમાણી કરે છે. શ્રદ્ધા કપૂરની નેટવર્થ વિશે વાત કરવામાં આવે તો તે 57 કરોડની સંપત્તિની માલિક છે. તે એક ફિલ્મ માટે આશરે 5 કરોડ રૂપિયા લે છે.

શ્રદ્ધા કપૂરનું ઘર

શ્રદ્ધા કપૂરના ઘરની વાત કરીએ તો તે મુંબઈમાં તેમના પરિવાર સાથે રહે છે. તેમનું જુહુમાં સી ફેસિંગ ઘર છે. જ્યાં તે તેમના પરિવાર સાથે રહે છે. આ ઘરનો દેખાવ ફર્નિચરથી લઈને દિવાલોનો ટૈક્સચર સુધી વિંટેજ છે.

શ્રદ્ધા કપૂરના એન્ડોર્સમેન્ટ

શ્રદ્ધા કપૂર અભિનયની સાથે ઘણી બ્રાન્ડને પણ એન્ડોર્સ કરે છે. તે લેક્મે, ફ્લિપકાર્ટ, સીક્રેટ ટેમ્પ્ટેશન અને વીટ સહિત અનેક બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. જેના માટે તે એક સારી એવી કિંમત ચાર્જ કરે છે. શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેમના ચાહકો માટે તેમની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. તેમનો આ ગ્લેમરસ અવતાર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાને 63 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. તેમની દરેક તસવીર પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થઈ જાય છે.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો શ્રદ્ધા છેલ્લે બાગી 3માં ટાઈગર શ્રોફ (Tiger Shroff)ની સાથે જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. હવે તે ટૂંક સમયમાં લવ રંજનની ફિલ્મમાં રણબીર કપૂરની સાથે જોવા મળશે. આ સિવાય તે નાગિન અને ચાલબાઝ ઈન લંડનમાં પણ જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">