Naatu Naatu Dance : 64ની નીતુ કપૂર, 57ની પદ્મિની કોલ્હાપુરેએ ડાન્સની બતાવી ઝલક, નાટુ-નાટુ પર મટકાવી કમર
Neetu Kapoor Video : અભિનેત્રી નીતુ કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે નીતુ કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પદ્મિની કોલ્હાપુરે સાથે નાટુ-નાટુ ગીત પર જોરદાર ડાન્સ કરી રહી છે.

Neetu Kapoor Dance Video : ફેમસ એક્ટ્રેસ નીતુ કપૂર આ દિવસોમાં ખુલ્લેઆમ પોતાની લાઈફ એન્જોય કરી રહી છે. નીતુ કપૂર ઘણીવાર પાર્ટી અને ઈવેન્ટ્સમાં મસ્તી કરતી જોવા મળે છે. નીતુ કપૂર ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે તેની ભૂમિકા ભજવી રહી છે. હવે નીતુ કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આલિયા ભટ્ટની ફિલ્મ નાટુ-નાટુના ગીત પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. નીતુની સાથે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે પણ તાલ મેળવે છે.
નીતુ કપૂર 64 વર્ષની છે, પરંતુ તેની ફિટનેસ અને એનર્જી આજે પણ બોલિવૂડની સુંદરીઓને ટક્કર આપી રહી છે. નીતુ તેની વહુ આલિયાની મેટ ગાલા ઇવેન્ટ દરમિયાન પાર્ટી કરતી જોવા મળે છે. તે તેના મિત્રો સાથે પુત્રવધૂ આલિયાને ચીયર કરી રહી છે. આ ઉંમરે નીતુ કપૂરનો ડાન્સ જોઈને દરેક લોકો દિવાના થઈ જાય છે. તે જ સમયે 57 વર્ષની ઉંમરે અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે પણ નીતુ કપૂર સાથે ડાન્સ કરી રહી છે. બંનેના ઉત્સાહના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.
જુઓ Viral video
View this post on Instagram
પદ્મિની કોલ્હાપુરેએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને કેપ્શન લખ્યું છે-મારી ફેવરિટ નીતુ કપૂર સાથે નાટુ-નાટુ પર સ્ટેપ બાય સ્ટેપ મેચિંગ. Instareels ફન-ફન-ફન. નીતુ કપૂરે પણ આ પોસ્ટને તેની ઈન્સ્ટોરી પર શેર કરી છે અને લખ્યું છે કે, તેણે જૂના મિત્ર સાથે નાટુ-નાટુ પર શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે કે, રામચરણ અને જુનિયર એનટીઆર પણ તમારી સામે ફેલ થયા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, નીતુ કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે હાલમાં જ આલિયા ભટ્ટના મેટ ગાલા 2023 ડેબ્યૂનો ફોટો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સિવાય અભિનેત્રી ઋષિ કપૂરને તેમની ડેશ એનિવર્સરી પર યાદ કરીને ભાવુક થઈ ગઈ હતી. નીતુ કપૂર આ ઉંમરે પણ પોતાની સુંદરતા અને ફિટનેસને લઈને ઘણી એલર્ટ રહે છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…