Naseeruddin Shah, અધ્યાયન સુમનની ડ્રામા-એડવેન્ચર ફિલ્મ ‘રણછોડ’નું ટીઝર રિલીઝ

રણછોડને બુકેલિયા એન્ટરટેઈનમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મેજેસ્ટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા કર્જની ક્રિએશન્સ અને નસીરુદ્દીન શાહ, અધ્યાયન સુમન અને શેરનવાઝ જીજીનાના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવશે.

Naseeruddin Shah, અધ્યાયન સુમનની ડ્રામા-એડવેન્ચર ફિલ્મ 'રણછોડ'નું ટીઝર રિલીઝ
Rannchhod
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 6:39 PM

નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) અને યુવા હાર્ટથ્રોબ અધ્યાયન સુમને (Adhyayan Suman) તેમની ફિલ્મ ‘રણછોડ’ (Rannchhod)નું ટીઝર રીલીઝ કર્યું છે, જે દરેકના રોગટા ઉભા કરી દે તેવું કાર્ય કરી રહ્યું છે. એડવેન્ચર-ડ્રામા ફિલ્મના ટીઝરમાં નસીરુદ્દીન શાહના ભેદી અવાજમાં ફિલ્મનો આઈકોનિક ડાયલોગ જોવા મળે છે.

અધ્યાયન સુમન અને શેરનવાઝ જીજીના અભિનીત આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. રણછોડે એક યુવાન અને પ્રતિભાશાળી વ્યક્તિની મહાન મહત્વાકાંક્ષાઓની વાર્તા છે, જે પોતાના પરિવારને દેવાથી બચાવવા માટે ભાવનાત્મક અને ઉતાર-ચઢાવની સફર શરૂ કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફિલ્મ વિશે બોલતા પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ કહે છે “રણછોડ એક રસપ્રદ વાર્તા છે અને જ્યારે મેં સ્ક્રિપ્ટનો પહેલો સીન વાંચ્યો ત્યારથી જ મારી ફિલ્મને લઈને દિલચસ્પી વધી ગઈ છે. ફિલ્મમાં એક પારિવારિક એંગલ સાથે રોમાંચ અને ડ્રામા પર કેન્દ્રિત વાર્તા છે, જે આને જોવા માટે તમારી જિજ્ઞાસાને વધારતી જશે. બલરાજ ઈરાની અને બુકેલિયા એન્ટરટેઈનમેન્ટ્સ સાથે કામ કરવાની અને અધ્યયન અને શેરનવાઝ જેવી યુવા અને નવી પ્રતિભાઓને એક્શનમાં જોવાની એક રસપ્રદ સફર બનશે.

હું આની શરુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. રાહુલ પણ અત્યંત ગતિશીલ છે અને પોતાનો એક અનોખો અભિગમ લઈને ચાલે છે. તેમણે જે લાગણીઓ વ્યક્ત કરી છે તે અદ્ભુત છે. આ બધું ચોક્કસપણે દર્શકોને ફિલ્મના અંત સુધી ફિલ્મ સાથે જોડાયેલ રહેવામાં મદદ કરશે.”

અધ્યયન સુમન (Adhyayan Suman) કહે છે “દરેક અભિનેતાના જીવનમાં એક એવી ફિલ્મ હોય છે જે તેની કારકિર્દી બદલી નાખે છે. રણછોડ એ જ મારા જીવનની ફિલ્મ છે. તે મારા નવોદિત દિગ્દર્શક રાહુલ દ્વારા લખાયેલી એક શાનદાર ફિલ્મ છે. નસીર સાહબ સાથે સહ અભિનેતા તરીકે કામ કરવા દરેક અભિનેતાનું સ્વપ્ન હોય છે. તેના માટે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. હું નસીર સાહેબ સાથે મારી ફિલ્મ શરૂ કરવા માટે રાહ જોઈ શકતો નથી.”

રણછોડને બુકેલિયા એન્ટરટેઈનમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મેજેસ્ટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા કર્જની ક્રિએશન્સ અને નસીરુદ્દીન શાહ, અધ્યાયન સુમન અને શેરનવાઝ જીજીનાના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવશે. બલરાજ ઈરાની અને અભિષેક બુકેલિયા દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન રાહુલ એસ. કર્જની દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે.

આ પણ વાંચો :- Dia Mirzaએ આર માધવનના પુત્ર વેદાંતને સ્વિમિંગમાં 7 મેડલ જીતવા બદલ પાઠવ્યા અભિનંદન

આ પણ વાંચો :- અભિનેતા Rajinikanthની તબિયત લથડી, ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

g clip-path="url(#clip0_868_265)">