AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુસ્સો, પીડા અને એક તોફાન… Rashmika Mandanna ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Mysaa’ પર આવ્યું ‘મોટું અપડેટ’

રશ્મિકા મંધાનાના ફેન્સ માટે એક મોટી અપડેટ સામે આવી છે. રશ્મિકાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘માયસા’ (Mysaa) ની રિલીઝ ડેટનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રશ્મિકા એકદમ અલગ અને ગોંડ મહિલાના રોલમાં જોવા મળશે, જેના માટે તેણે ખાસ અંડરવોટર એક્શનની ટ્રેનિંગ પણ લીધી છે.

ગુસ્સો, પીડા અને એક તોફાન... Rashmika Mandanna ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Mysaa’ પર આવ્યું 'મોટું અપડેટ'
| Updated on: Sep 01, 2026 | 8:28 PM
Share

સાઉથથી લઈને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સુધી ધમાલ મચાવનારી એક્ટ્રેસ રશ્મિકા મંધાના (Rashmika Mandanna) ની ફિલ્મ ‘માયસા’ (Mysaa) નો સારો એવો બઝ બનેલો છે. આ ફિલ્મને જોવા માટે લોકો આતુર છે. ફિલ્મ ‘માયસા’ પર સૌની નજરો ટકેલી છે. આ દરમિયાન રશ્મિકા મંધાનાની મુવી ‘માયસા’ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

રશ્મિકા મંધાનાની ફિલ્મ ‘માયસા’ ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. ફિલ્મનું નિર્દેશન ડેબ્યુટન્ટ રવિન્દ્ર પુલે કરી રહ્યા છે. આમાં રશ્મિકા એક ગોંડ મહિલાના રોલમાં જોવા મળશે. આ તેના કરિયરનો એક અલગ અને ખૂબ જ પડકારજનક રોલ જણાવવામાં આવી રહ્યો છે. ફિલ્મના મેકર્સે મંગળવારે રિલીઝ ડેટની જાહેરાત કરી. ‘માયસા’ 27 નવેમ્બર 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મના પ્રોડક્શન બેનર અનફોર્મ્યુલા ફિલ્મ્સે રશ્મિકાના પાત્રને મજબૂત ગણાવ્યું છે. રશ્મિકાએ પણ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને પોતાની એક્સાઇટમેન્ટ વ્યક્ત કરી. તેણે લખ્યું કે, ‘માયસા’ ગુસ્સો, પીડા, દુઃખ, હિંમત, તાકાત અને એક એવા તોફાનની કહાની છે કે, જેની કોઈએ અપેક્ષા નહીં કરી હોય.

એશિયન અભિનેત્રી એ કર્યો પહેલો અંડરવોટર સીન

‘Mysaa’ માટે રશ્મિકાએ ઘણી તૈયારી કરી છે. ફિલ્મમાં એક અંડરવોટર એક્શન સીક્વન્સ પણ છે, જેના માટે તેણે ખાસ ટ્રેનિંગ લીધી. મેકર્સનો દાવો છે કે, આ કોઈ એશિયન અભિનેત્રી દ્વારા કરવામાં આવેલો પહેલો અંડરવોટર એક્શન સીન છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન રશ્મિકાને હિપ ઇંજરી પણ થઈ હતી.

આ પછી તેણે સોશિયલ મીડિયા પર પોતાની હેલ્થને લઈને ફેન્સને અપડેટ આપી હતી. હવે તે ધીમે ધીમે રિકવરી કરી રહી છે અને ટૂંક સમયમાં કામ પર પરત ફરવાની છે. ‘માયસા’ માં રશ્મિકા ઉપરાંત રાહુલ રવિન્દ્રન અને ઈશ્વરી રાવ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે, રાહુલ રવિન્દ્રન આ પહેલા રશ્મિકા સાથે ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ માં કામ કરી ચૂક્યા છે.

Who Is Isha Rikhi: કોણ છે ઈશા રિખી 5 મહિનામાં બાદશાહ સાથે થયા છુટાછેડા,જુઓ ફોટો

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">