AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને હેલ્મેટ વિના બાઇક ચલાવવી ભારે પડી, Mumbai Police એ ફટકારી નોટિસ

બોલિવૂડના બે લોકપ્રિય સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્મા હાલમાં જ હેલ્મેટ પહેર્યા વિના બાઇકની પાછળની સીટ પર બેઠેલા જોવા મળ્યા હતા. તેના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેની આકરી ટીકા કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને હેલ્મેટ વિના બાઇક ચલાવવી ભારે પડી, Mumbai Police એ ફટકારી નોટિસ
Amitabh Anushka Bike Raide Without Helmet
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 2:50 PM
Share

Amitabh Anushka Bike Ride Without Helmet : તાજેતરમાં અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્મા બાઇકની પાછળની સીટ પર હેલ્મેટ વગર જોવા મળ્યા હતા, તેમના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. લોકો તેમના ફોટા અને વીડિયોની આકરી ટીકા કરી રહ્યા છે જે ઈન્ટરનેટ પર સામે આવ્યા છે અને પૂછે છે કે પોલીસ શા માટે તેમના પર કોઈ કાર્યવાહી કરતી નથી. હવે આ મામલાની નોંધ લેતા મુંબઈ પોલીસે આ બંને કલાકારો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. અમિતાભ ટ્રાફિકમાં ફસાયા હતા, તો જુહુમાં વૃક્ષો પડી જવાને કારણે ટ્રાફિક જામમાં ફસાયેલી અનુષ્કાએ પણ હેલ્મેટ વિના બાઇક ચલાવી હતી.

આ પણ વાંચો : Anushka Sharma Video: બોડીગાર્ડ સાથે બાઈક પર ક્યાં જઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ Video

અમિતાભે પોતે પોસ્ટ કર્યો છે ફોટો

હાલમાં જ તેનો એક ફોટો વાયરલ થયો છે જે હવે ટ્રોલ થઈ રહ્યો છે. ટ્રાફિક જામમાં ફસાયેલા અમિતાભ બચ્ચન તાજેતરમાં જ તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે પસાર થઈ રહેલા રોયલ એનફિલ્ડ હિમાલયન રાઇડર સાથે બેઠા છે. લોકો આ ફોટા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે બાઇક ચાલક અને પાછળ બેઠેલા અમિતાભ બચ્ચન બંનેએ હેલ્મેટ પહેરી ન હતી. હવે પોલીસ આ મામલે કાર્યવાહી કરવા જઈ રહી છે, કારણ કે લાખો લોકો તેમને ફોલો કરે છે અને તેઓ જાહેરમાં ખોટો સંદેશ આપી રહ્યા છે.

અમિતાભે ઇન્સ્ટાગ્રામ પર શું કહ્યું?

અમિતાભ બચ્ચને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કોમેન્ટ અને ફોટો શેર કરતા લખ્યું, “રાઈડ માટે આભાર, હું તમને ઓળખતો નથી..પણ તે પરિસ્થિતિમાં મને મારા ગંતવ્ય પર સમયસર પહોંચવા માટે હું તમારો આભાર માનું છું. ટ્રાફિકમાંથી પસાર થવું લગભગ અશક્ય હતું. શોટ્સ અને પીળા ટી-શર્ટ વાળઆ માટે આભાર.

આ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી મદદને કારણે ઇન્સ્ટાગ્રામ પર લોકો કેટલીક કોમેન્ટ્સ કરી રહ્યા છે, ત્યારે મોટાભાગના લોકોએ હેલ્મેટ વિના જોવા મળતા બિગ-બીની ટીકા કરી છે. લોકો કહે છે કે તમારા જેવા પ્રેરણાદાયી લોકો પણ હેલ્મેટ વિના બાઇક ચલાવે કે પાછળ બેસી જાય તો યુવાનોને શું સંદેશ જશે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચનનો આ ફોટો તેમની કોઈ ફિલ્મના સીનનો ભાગ હોઈ શકે છે. પરંતુ ફિલ્મમાં પણ હેલ્મેટ વગર બાઇક ચલાવવી કે તેમના પર બેસવું તે કાયદેસરનો ગુનો છે.

અનુષ્કા શર્મા અને અમિતાભ બચ્ચન વર્કફ્રન્ટ

આ બંને કલાકારોના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન આ દિવસોમાં સેક્શન 84નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન રિભુ દાસગુપ્તા કરી રહ્યા છે. બીજી તરફ અનુષ્કા આ વર્ષના અંતમાં ‘ચકદા એક્સપ્રેસ’ દ્વારા ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે. આ સિવાય અનુષ્કા આ મહિને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">