AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: The Kerala Story ફિલ્મના ક્રૂ મેમ્બર્સને મળી ધમકી, મુંબઈ પોલીસે સુરક્ષા પૂરી પાડી

મુંબઈ પોલીસ વતી એવું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ના ક્રૂ મેમ્બરને અજાણ્યા ફોન નંબર પરથી ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે 'ધ કેરાલા સ્ટોરી'ના ડિરેક્ટર સુદીપ્તો સેને મુંબઈ પોલીસને જાણ કરી હતી કે ફિલ્મના ક્રૂ મેમ્બરમાંથી એકને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો મેસેજ મળ્યો હતો.

Breaking News: The Kerala Story ફિલ્મના ક્રૂ મેમ્બર્સને મળી ધમકી, મુંબઈ પોલીસે સુરક્ષા પૂરી પાડી
The Kerala Story
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 7:56 AM
Share

ધ કેરાલા સ્ટોરી ફિલ્મના ક્રૂ મેમ્બરને ધમકીઓ મળી છે, જેના પછી તેમને મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. મુંબઈ પોલીસ વતી એવું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ના ક્રૂ મેમ્બરને અજાણ્યા ફોન નંબર પરથી ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે ‘ધ કેરાલા સ્ટોરી’ના ડિરેક્ટર સુદીપ્તો સેને મુંબઈ પોલીસને જાણ કરી હતી કે ફિલ્મના ક્રૂ મેમ્બરમાંથી એકને અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો મેસેજ મળ્યો હતો.

ધમકી અંગે કોઈ લેખિત ફરિયાદ નથી

પોલીસે કહ્યું, મેસેજ મોકલનાર વ્યક્તિએ ક્રૂ મેમ્બરને ધમકી આપી હતી કે ‘એકલા ઘરની બહાર ન નીકળે તેણે આ સ્ટોરી બતાવીને સારું કામ કર્યું નથી’. ધમકી મળ્યા બાદ, તેને પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી હતી, પરંતુ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી કારણ કે આ સંદર્ભમાં કોઈ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી.

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્ય સરકારે ફિલ્મના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો, એમ કહીને કે તે “શાંતિ” ને ખલેલ પહોંચાડી શકે છે અને નફરત અને હિંસા ફેલાવી શકે છે.

પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર પ્રતિબંધ મૂકનાર પશ્ચિમ બંગાળ દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ ત્રણ મહિલાઓના સંઘર્ષ પર આધારિત ફિલ્મ છે. અને એવું દર્શાવવામાં આવ્યું છે કે લગ્ન દ્વારા પહેલા તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. તો પછી તેઓ દાણચોરી દ્વારા ISIS કેમ્પ સુધી કેવી રીતે પહોંચે છે. જોકે, રાજકીય સ્તરે આ ફિલ્મનો ઘણો વિરોધ થઈ રહ્યો છે અને ઘણા લોકો તરફથી ટીકા પણ થઈ રહી છે. બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જ્યારે બીજેપી શાસિત મધ્ય પ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેની ટીકા કરી અને તેને “RSSનો પ્રચાર” ગણાવ્યો.

ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના તેમના નિર્ણય પર, બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું, “આ નિર્ણય નફરત અને હિંસાની કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા તેમજ રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે લેવામાં આવ્યો છે.” સીએમ મમતાએ રાજ્યના મુખ્ય સચિવને નિર્દેશ આપ્યા છે કે તે જે થિયેટરોમાં ફિલ્મ બતાવવામાં આવી રહી છે ત્યાંથી તેને હટાવવામાં આવે.

કાનૂની વિકલ્પો પણ જોશે: નિર્માતા

ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના રાજ્ય સરકારના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહે કહ્યું કે તેઓ સરકારના નિર્ણય સામે કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. તેમણે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે જો રાજ્ય સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરીશું. આ અંગે કાનૂની મદદ લેશું. ‘ધ કેરાલા સ્ટોરી’માં અદા શર્મા, સિદ્ધિ ઈદનાની, યોગિતા બિહાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">