Ileana D’Cruz: કોણ છે ઈલિયાનાનો પાર્ટનર? એક્ટ્રેસે તેના બોયફ્રેન્ડનો ફોટો શેર કરીને કહ્યું- ‘માય રોક’
Ileana D'Cruz Boyfriend: એક્ટ્રેસ ઈલિયાના ડીક્રૂઝે (Ileana D'Cruz) હાલમાં જ તેની પ્રેગ્નન્સીના સમાચાર તેના ફેન્સ સાથે શેર કર્યા હતા. જે બાદ દરેક તેના ભાવિ બાળકના પિતા વિશે જાણવા માટે ઉત્સુક હતા. હવે તેના બોયફ્રેન્ડનો ફોટો શેર કરતી વખતે એક્ટ્રેસે લખ્યું છે - માય રોક

Ileana D’Cruz Pregnant: એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝ (Ileana D’Cruz) હાલમાં પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સ તેના બાળકના પિતા વિશે જાણવા આતુર છે. હવે એક્ટ્રેસે તેના બોયફ્રેન્ડનો ફોટો શેર કર્યો છે, જેમાં તે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે. પરંતુ આ ફોટો એટલો બ્લર છે કે ઈલિયાનાના મિસ્ટ્રી મેનને ઓળખવો મુશ્કેલ છે. લાંબી દાઢી અને મૂછવાળા આ માણસને જોઈને ફેન્સ અલગ-અલગ રીતે અંદાજો લગાવી રહ્યા છે.
ઈલિયાનાએ ફોટો શેર કરતાં એક લાંબી પોસ્ટ પણ લખી છે. આ પોસ્ટમાં ઈલિયાનાએ તેના લાઈફના મિસ્ટ્રી મેનને ‘માય રોક’ કહ્યો છે. જે બાદ ફેન્સ તેને રોકી ભાઈ કહીને બોલાવે છે. આ લાંબી દાઢીવાળો દેખાવ કેજીએફના રોકી ભાઈ જેવો જ છે. ઈલિયાનાના “રોક”ના લખાણને પણ તેની હિન્ટ માનવામાં આવી રહી છે.
View this post on Instagram
એક્ટ્રેસે તેના પ્રેગ્નન્સી ફેઝ વિશે ઘણી વાતો લખી છે. ઈલિયાના આ પિરીયડ ખૂબ જ એન્જોય કરી રહી છે. ઈલિયાનાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્રેગ્નન્ટ હોવું એ એક સુંદર આશીર્વાદ છે… મેં વિચાર્યું ન હતું કે હું ક્યારેય આટલી ભાગ્યશાળી બનીશ. એટલા માટે હું મારી જાતને આ જર્ની માટે ખૂબ જ લકી માનું છું. મારી અંદર એક જીવન છે, મને આનાથી વધુ પહેલા સારું લાગ્યું નથી.
View this post on Instagram
તેની પોસ્ટમાં, ઈલિયાનાએ પ્રેગ્નન્સી દરમિયાન મૂડ સ્વિંગ વિશે પણ લખ્યું છે. તેના આવનારા બાળકના પિતા અને તેના બોયફ્રેન્ડ વિશે વાત કરતા એક્ટ્રેસે લખ્યું છે કે, “જ્યારે હું મારી સંભાળ નથી રાખી શકતી, ત્યારે આ પ્રેમાળ માણસ ‘માય રોક સાથ આપે છે’. જ્યારે હું તૂટી જાઉં છું, ત્યારે તે મારી સંભાળ રાખે છે અને મારા આંસુ લૂછી નાખે છે. તેના રમુજી જોક્સથી મને હસાવશે. જે મને જરૂર પડે ત્યારે ગળે પણ લગાવી લે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઈલિયાનાએ તેના બોયફ્રેન્ડ સાથેની ડિનર ડેટનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પણ શેર કર્યો હતો. જેમાં બંનેના હાથ દેખાતા હતા. ઈલિયાનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ વાત શેર કરી છે. બંનેએ રિંગ ફિંગરમાં ડાયમંડ રિંગ પહેરી હતી, જેને જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈલિયાનાએ સગાઈ કરી લીધી છે.