AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi@20: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખાયેલ પુસ્તક ‘Modi@20: Dreams Meet Delivery’ ના લોન્ચ વખતે જોવા મળ્યા સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર

'Modi@20' ની લોન્ચ વખતે ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને કેન્દ્ર સરકારના કેટલાક પ્રધાનો તેમજ મનોરંજન ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કેટલાક સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.

Modi@20: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખાયેલ પુસ્તક 'Modi@20: Dreams Meet Delivery' ના લોન્ચ વખતે જોવા મળ્યા સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર
Sidharth Malhotra - Karan Johar
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 8:00 PM
Share

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા ​​​​(Sidharth Malhotra) અને ફિલ્મ નિર્માતા કરણ જોહર તાજેતરમાં નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર (PM Narendra Modi) ‘મોદી @ 20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ (Modi@20: Dreams Meet Delivery) નામના પુસ્તકના લોન્ચ વખતે કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. બુધવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ‘મોદી @ 20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’, આ પુસ્તક દેશના કેટલાક બૌદ્ધિકો અને નિષ્ણાતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર જીવનમાં 20 વર્ષ પૂર્ણ કરવાની ઉપલબ્ધિ પર લખવામાં આવ્યું છે.

પુસ્તકના લોન્ચિંગ ઈવેન્ટમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સાથે જોવા મળ્યા હતા. કેન્દ્રીય રમતગમત મંત્રી મનુરાગ ઠાકુર સાથે વાત કરતી વખતે બંને કેમેરા દ્વારા સ્પોટ થયા હતા. આ કાર્યક્રમ માટે આ બંને કલાકારો ખાસ ફોર્મલ કપડામાં સજ્જ હતા. સિદ્ધાર્થ મલ્હોત્રાએ આછા ગુલાબી રંગનો શર્ટ પહેર્યો હતો અને તેણે આ શર્ટની ઉપર સફેદ બ્લેઝર પહેર્યું હતું. બીજી તરફ, કરણે તેના રેટ્રો-ઓવરસાઈઝ ચશ્મા સાથે બ્લેક બ્લેઝર પહેર્યું હતું. તેણે આ બ્લેઝર સાથે તેની ટાઈ મેચ કરી અને સફેદ શર્ટ પહેર્યો.

અમન ગુપ્તા પણ હાજર રહ્યા

આ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર હતા. ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ ફેમ અમન ગુપ્તા અને ‘બોટ’ના અન્ય અધિકારીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પુસ્તકના લોન્ચ સમયે માત્ર રાજકારણીઓ જ નહીં પરંતુ અન્ય ક્ષેત્રના અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. પરંતુ સિદ્ધાર્થ અને કરણનો આ ફોટો બોલિવૂડ ફેન્સમાં વાયરલ થઈ રહ્યો છે.

ટૂંક સમયમાં ‘મિશન મજનૂ’માં જોવા મળશે સિદ્ધાર્થ

સિદ્ધાર્થ પાસે હાલમાં ‘મિશન મજનુ’ અને ‘યોધ્ધા’ સાથેના ઘણા પ્રોજેક્ટ છે. શાંતનુ બાગચી દ્વારા દિગ્દર્શિત, ‘મિશન મજનુ’ 1970 ના દાયકામાં સેટ છે, જેમાં સિદ્ધાર્થ એક RAW એજન્ટની ભૂમિકા ભજવે છે જેણે પાકિસ્તાનની ધરતી પર ગુપ્ત ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. આ ફિલ્મ રશ્મિકા મંદન્નાની હિન્દીમાં ડેબ્યુ ફિલ્મ છે. સિદ્ધાર્થની બીજી ફિલ્મ ‘યોધ્ધા’ વિશે વાત કરીએ તો તેને એક્શન ફિલ્મ કહેવામાં આવી રહી છે. આમાં દિશા પટણી અને રાશિ ખન્ના સિદ્ધાર્થ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">