બોલિવુડથી દુર રહેતી આ એકટ્રેસ અમેરિકા જઈને બની ‘શેફ’, વર્ષો પછી Indian Idol 13માં કરી એન્ટ્રી, આવીને કહી આ વાત

|

Nov 06, 2022 | 2:03 PM

Indian Idol 13 : બોલિવૂડની જાણીતી અભિનેત્રી લાંબા સમય પછી પડદા પર દેખાઈ છે. અભિનેત્રી લગ્ન કર્યા બાદ અમેરિકામાં સ્થાયી થઈ ગઈ હતી.

બોલિવુડથી દુર રહેતી આ એકટ્રેસ અમેરિકા જઈને બની શેફ, વર્ષો પછી Indian Idol 13માં કરી એન્ટ્રી, આવીને કહી આ વાત
Minakshi sheshadri

Follow us on

બોલિવુડની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ઘણાં વર્ષો પછી જાહેરમાં આવી છે. તે સિંગિગ રિયાલિટી શો ઇન્ડિયન આઈડોલમાં ગેસ્ટ તરીકે જોવા મળી છે. શોમાં આવીને એકટ્રેસે ફેન્સની સાથે રસપ્રદ વાતો શેર કરી છે સાથે જ શો ઇન્ડિયન આઈડોલના જજીસને એક સ્વીટ સરપ્રાઈઝ પણ આપી છે.

મીનાક્ષી શેષાદ્રી બોવિવુડની તે અભિનેત્રીઓ માંથી એક છે, જેને 80 અને 90ના દશકામાં ફેન્સના દિલો પર રાજ કર્યું છે. મીનાક્ષી શેષાદ્રીની ફિલ્મો આજે પણ લોકોનાં મગજ પર વસે છે. તેને પોતાની કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ અભિનેત્રી અચાનક જ બોલિવુડ માંથી ગાયબ થઈ ગઈ હતી. ત્યારથી લઈને આજ સુધી એકટ્રેસના ફેન્સના મનમાં સવાલો હતા કે મીનાક્ષી શેષાદ્રી ક્યાં છે અને શું કરી રહી છે? પરંતુ તેને રિયાલિટી શો ઇન્ડિયન આઈડોલના મંચ પર ખુલાસો કર્યો છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

Indian Idol 13માં જોવા મળી મીનાક્ષી શેષાદ્રી

બોલિવુડની જાણીતી અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી ઘણાં વર્ષો પછી જાહેરમાં આવી છે. તે સિંગિગ રિયાલિટી શો ઇન્ડિયન આઈડોલમાં ગેસ્ટ તરીકે જોવા મળી છે. શોમાં આવીને એકટ્રેસે ફેન્સની સાથે રસપ્રદ વાતો શેર કરી છે સાથે જ શો ઇન્ડિયન આઈડોલના જજીસને એક સ્વીટ સરપ્રાઈઝ પણ આપી છે.

વીડિયોમાં જોઈ શકો છો કે મીનાક્ષી શેષાદ્રી ઇન્ડિયન આઈડોલના મંચ પર જોવા મળી રહી છે. તેને શોમાં જોઈને બધા જજીસ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તેને શોમાં આવીને પોતાના વિશે રસપ્રદ વાતોને શેર કરીને કહ્યું કે, હું USમાં ગાઈ હતી, વાઈફ બની, મા બની, બધું બની અને હવે ‘શેફ’ બની ગઈ છું. હું હવે કહી શકું છું કે સાઉથ ઈન્ડિયન જમવાનું ખૂબ જ સરસ બનાવી લઉં છું. તો મેં બનાવેલું જમવાનું તમારા માટે લાવી છું.

ફેન્સ થયા પાગલ

મીનાક્ષી શેષાદ્રી ઇન્ડિયન આઈડોલના બધા જજીસ માટે સ્પેશિયલ જમવાનું સાથે લઈને આવી હતી. જજીસે તેની રસોઈના ખૂબ જ વખાણ કર્યા. મીનાક્ષી શેષાદ્રીએ પોતાના ખાસ અંદાજમાં અને સ્વાદિષ્ટ રસોઈથી શો પર ચાર ચાંદ લગાવ્યા. મીનાક્ષી શેષાદ્રીને આટલાં વર્ષો પછી સ્ક્રીન પર જોઈને ફેન્સની ખુશીના ઠેકાણા રહ્યા નથી. ફેન્સ અભિનેત્રીને જોઈને પાગલ થઈ ગયા છે.

મીનાક્ષી શેષાદ્રી કેમ ગાયબ થઈ ગઈ?

મીનાક્ષી શેષાદ્રીએ ફિલ્મી પડદાથી કેમ દૂરી લીધી? તેના દરેક ચાહક આ સવાલનો જવાબ જાણવા માંગતા હતા. હકીકતમાં, અભિનેત્રી મીનાક્ષીએ વર્ષ 1995માં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પતિ સાથે અમેરિકામાં સ્થાયી થઈ ગઈ. અભિનેત્રીએ પોતાના કરિયરમાં હીરો, સ્વાતિ, દિલવાલા, શહેનશાહ, જુર્મ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. તે હવે તેના પરિવાર સાથે સુખી જીવન જીવી રહી છે.

Next Article