Major Trailer Release Date Out: 26/11ના શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન પર આધારિત ફિલ્મ ‘મેજર’ના ટ્રેલરની જાહેરાત, આદિવી શેષે આપી જાણકારી

|

May 04, 2022 | 3:37 PM

26/11ના શહીદ મેજર (Major) સંદીપ ઉન્નીકૃષ્ણનની બાયોપિક મેજરના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. અભિનેતા આદિવી શેષે પોસ્ટ શેર કરીને રિલીઝ ડેટ વિશે જાણકારી આપી છે.

Major Trailer Release Date Out: 26/11ના શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન પર આધારિત ફિલ્મ મેજરના ટ્રેલરની જાહેરાત, આદિવી શેષે આપી જાણકારી
Adivi sesh new look as major sandeep unnikrishnan
Image Credit source: Instagram

Follow us on

ઘણા સમયથી ચર્ચામાં રહેલા સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu) દ્વારા નિર્મિત ફિલ્મ ‘મેજર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ગયા વર્ષે જ સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ દેશમાં વધી રહેલી મહામારીને કારણે તેની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મ ટોલીવુડની (Tollywood) મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ દિવસોમાં સાઉથની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આવી સ્થિતિમાં દર્શકો એક્શન અને થ્રિલર ફિલ્મ મેજરની (Major) રાહ જોઈ રહ્યા છે. તેથી હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતાઓએ બુધવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે ફિલ્મનું ટ્રેલર આ મહિને 9 મેના રોજ રિલીઝ થશે. આ સાથે સાઉથના સુપરસ્ટાર આદિવી શેષે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપતી પોસ્ટ શેયર કરી છે.

તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “તાપમાન વધવા લાગ્યું છે, #MajorTrailer 9મી મેના રોજ દેશભરમાં ધમાકો કરવા જઈ રહ્યું છે.” આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની ટીમ આક્રમક રીતે ફિલ્મનું પ્રમોશન કરી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

અહીં ટ્વીટ જુઓ-

બાયોપિક આધારિત ફિલ્મ

ફિલ્મ મેજર એક બાયોપિક આધારિત ફિલ્મ છે, જેને શશિ કિરણ ટિક્કાએ લખી છે. આ ફિલ્મનું નિર્માણ સોની પિક્ચર્સ ઈન્ડિયા અને મહેશ બાબુના પ્રોડક્શન હાઉસ દ્વારા કરવામાં આવ્યું છે.

એક સાથે બે ભાષામાં ફિલ્મનું શૂટિંગ

આ ફિલ્મનું શૂટિંગ તેલુગુ અને હિન્દી બંનેમાં એક સાથે કરવામાં આવ્યું હતું. ફિલ્મની ટીમનો દાવો છે કે ટ્રેલર મુંબઈમાં અમુક ચોક્કસ લોકોને બતાવવામાં આવ્યું હતું. જે બાદ તેણે ફિલ્મને લઈને પોઝીટીવ કમેન્ટ્સ આપી હતી.

મેજરને મલયાલમમાં પણ ડબ કરવામાં આવશે

26/11ના શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત આ ફિલ્મમાં પ્રકાશ રાજ, રેવતી, મુરલી શર્મા અને અન્ય લોકો પણ મુખ્ય ભૂમિકામાં છે. નિર્માતાઓ દિવંગત મેજર અને તેમના પરિવારના સન્માનમાં ફિલ્મને મલયાલમમાં ડબ કરવાની પણ યોજના બનાવી રહ્યા છે.

 

Next Article