Koffee With Karan : ‘કોફી વિથ કરણ’ના ચાહકો માટે ખરાબ સમાચાર, નેટિઝન્સ થયા ખુશખુશાલ

કરણ જોહર (Karan Johar) દ્વારા હોસ્ટ કરવામાં આવેલા લોકપ્રિય ટોક શો કોફી વિથ કરણમાં ઘણી સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો. આ શોની 6 સીઝન આવી ચૂકી છે અને ચાહકો ઘણા સમયથી 7મી સીઝનની રાહ જોઈ રહ્યા હતા.

Koffee With Karan : 'કોફી વિથ કરણ'ના ચાહકો માટે ખરાબ સમાચાર, નેટિઝન્સ થયા ખુશખુશાલ
Koffee With Karan (file Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 2:47 PM

ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ચર્ચા હતી કે, ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) તેના બહુચર્ચિત શો ‘કોફી વિથ કરણ’થી (Koffee With Karan) ફરી એકવાર કમબેક કરી રહ્યો છે. જો કે, હવે જે સમાચાર સામે આવ્યા છે તે કરણ જોહર અને તેના લોકપ્રિય ટોક શો ‘કોફી વિથ કરણ’ના ચાહકોને ચોંકાવી શકે છે. આજે સવારે કરણ જોહરે જાહેરાત કરી છે કે, તેનો સેલિબ્રિટી ચેટ શો ‘કોફી વિથ કરણ’ ક્યારેય સ્ક્રીન પર પરત નહીં આવે. આ વાતની પુષ્ટિ કરણ જોહરે આજે પોતાના એક ટ્વિટ (Viral Tweet) દ્વારા કરી છે.

જેમાં અત્યારે ચાહકોનું દુઃખ અને એકતરફ નેટિઝન્સ ખુબ જ ખુશ જોવા મળ્યા છે. કરણ જોહરે આજે તેના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી, ”જેના કેપ્શનમાં તેણે લખ્યું – મહત્વપૂર્ણ જાહેરાત…. મને લાગે છે કે અમે પ્રભાવ પાડ્યો છે અને પોપ કલ્ચર ઈતિહાસમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન પણ બનાવ્યું છે. હું ભારે હૃદય સાથે જાહેર કરું છું કે કોફી વિથ કરણ ક્યારેય પાછી નહીં આવે.”

કરણ જોહરનું ટ્વિટ અહીંયા જુઓ

કરણ જોહરની કોફી વિથ કરણ વિશે કરવામાં આવેલી નવી જાહેરાત પછી, કરણના અને તેના ટોક શોના ચાહકો થોડા નિરાશ થયા છે. કરણ જોહરના ચાહકો ઈચ્છે છે કે તે આ શો ફરી શરૂ કરે, જેથી તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગૉસિપ અને તેના ફેવરિટ સ્ટાર્સ વિશે વધુ જાણવાનો મોકો મળે.

એક તરફ, કોફી વિથ કરણ બંધ થવાને કારણે કરણ જોહરના ચાહકો નિરાશ છે. બીજી તરફ, અત્યારે ઇન્ટરનેટ પર એક વર્ગ એવો છે, કે જે આ ટોક શો બંધ થવાથી ઘણો જ ખુશ થયો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કરણ જોહરને તેના ટ્વીટના જવાબ માટે આભાર માન્યો છે કારણ કે તેણે આખરે આ સેલિબ્રિટી ચેટ શોને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

કરણ જોહરનો ટોક શો બંધ થવાથી સોશિયલ મીડિયા યુઝર્સ ખુશ છે

એક યુઝરે કરણ જોહરની પોસ્ટ જેવી જ એક પોસ્ટ બનાવી અને તેના પર લખ્યું કે, ”કોફી વિથ કરણ મારા જીવનનો સૌથી ખરાબ ભાગ હતો. હું તમામ ચાહકોનો આભાર માનું છું, જેમની મદદથી આ ખરાબ શો બંધ થયો. હું આશા રાખું છું કે તે ક્યારેય પાછો નહીં આવે.”

એક યુઝરે કરણ જોહરને ઘેરીને બોલિવૂડની બીજી ઘણી હસ્તીઓને પણ નિશાન બનાવી છે. આ યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, હવે તમે તમારા વહાલા બાળકો જેમ કે અર્જુન કપૂર, આલિયા, રણબીર, વરુણ અને શ્રદ્ધાને કેવી રીતે પ્રમોટ કરશો. આ એકમાત્ર પ્રોગ્રામ છે જે વર્તમાન 90 ટકા બોલિવૂડ સ્ટાર્સને ચર્ચામાં લઈ આવે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">