Maidaan Teaser Release : મેદાન મૂવીનું ટીઝર રિલીઝ, અજય દેવગનને જોઈને ફેન્સે કહ્યું – ‘બીજો નેશનલ એવોર્ડ પાક્કો’
Ajay Devgn Maidaan Teaser Release : બોલિવૂડ એક્ટર અજય દેવગનની ફિલ્મ મેદાનનું ટીઝર આવી ગયું છે. આ ટીઝર પર ફેન્સ પોઝિટિવ રિસ્પોન્સ આપી રહ્યા છે. આ ફિલ્મ ફૂટબોલના ગોલ્ડન એરા પર બની છે, જેમાં અજય દેવગન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકામાં જોવા મળશે.
Ajay Devgn Maidaan Teaser Release : બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની ફિલ્મ ભોલા રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે અને ચાહકો પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે. આ દરમિયાન અજય દેવગનની આગામી ફિલ્મ મેદાનનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ફૂટબોલ પર આધારિત છે અને દેશમાં ફૂટબોલને લોકપ્રિય બનાવનારા ભારતીય ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની જીવન કથા છે. આમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.
આ પણ વાંચો : Bhola Review : અજય દેવગનની એક્શન જોરદાર પરંતુ સ્ટોરી નબળી, વાંચો ફિલ્મ ભોલાનો રિવ્યૂ
ઈન્સ્ટાગ્રામ પર મેદાન ફિલ્મનું ટીઝર શેર કરતી વખતે અજય દેવગને કેપ્શનમાં લખ્યું- ‘મેદાન પર ઉતરેંગે 11 પર દિખેંગે 1. એક સત્ય ઘટના, ટીઝર રિલીઝ થઈ ગયું છે.’ ટીઝર વિશે વાત કરીએ તો, તેમાં મેદાન અને મેદાનની બહારની ઝલક જોવા મળી રહી છે. એક ટીમની લડાઈ અને તેની મહેનત દેખાઈ આવે છે. જે બેકડ્રોપ પર આ ફિલ્મ બની છે તે આપણને દેશમાં ફૂટબોલના સુવર્ણ યુગની યાદ અપાવે છે. મેદાન લાંબા સમયથી ચર્ચામાં હતું અને હવે તેનું ટીઝર રિલીઝ થતાં જ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફિલ્મ રમત-ગમતમાં રસ ધરાવતા લોકો માટે સારી છે.
ફેન્સે અજય દેવગનને કર્યા ચીયર
ચાહકો પણ ફિલ્મના ટીઝર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અજય દેવગનના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ટીઝર વિશે વાત કરતાં એક વ્યક્તિએ કહ્યું- અજય દેવગન માટે બીજો નેશનલ એવોર્ડ. મેદાન બાદ અજય દેશમાંથી સૌથી વધુ નેશનલ એવોર્ડ જીતનારા ખેલાડી બની જશે. આ સિવાય અન્ય એક વ્યક્તિએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું – આજે માત્ર અજય દેવગનનો દિવસ છે. ઘણા ચાહકો આ ફિલ્મની સફળતા માટે અભિનેતાને શુભકામનાઓ કહેતા જોવા મળે છે.
View this post on Instagram
તબ્બુ સાથે રિલીઝ થઈ ભોલા
ફિલ્મ મેદાનનું નિર્દેશન અમિત શર્મા કરી રહ્યા છે અને આ ફિલ્મ 23 જૂન, 2023ના રોજ રિલીઝ થશે. ફિલ્મનો અજય દેવગનનો લુક પણ વાયરલ થયો છે, જેમાં તે અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય અજય દેવગનની ફિલ્મ ભોલા પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની જોડી ફરી એકવાર તબ્બુ સાથે જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે અજય દેવગનની આ એક્શન પેક્ડ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે કે કેમ.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…