Mahi Phir Aa Raha Hai: ફેન્સ માટે મોટા સમાચાર, આ દિવસે ‘M.S. Dhoni : The Untold Story’ ફરી એકવાર થશે રિલીઝ

ભારતના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટન અને સ્પોર્ટ્સ લિજેન્ડ એમ.એસ. ધોની (M.S. Dhoni : The Untold Story) ઘણા લોકો માટે ઈન્સ્પિરેશન છે અને તેના ફેન્સ માટે સારા સમાચાર છે. બિગ બ્લોકબસ્ટર એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

Mahi Phir Aa Raha Hai: ફેન્સ માટે મોટા સમાચાર, આ દિવસે 'M.S. Dhoni : The Untold Story' ફરી એકવાર થશે રિલીઝ
M.S. Dhoni The Untold Story
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 6:06 PM

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની જે ‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતા અને નિઃશંકપણે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ ક્રિકેટરોમાંના એક છે. મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ચાલુ સિઝનમાં ચેન્નાઈ સ્થિત ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની કરી રહ્યા છે. રાંચીમાં જન્મેલા ક્રિકેટરના ચાહકો તેમના હીરોને લાઈવ જોવાની કોઈ તક ગુમાવવા માંગતા નથી, ત્યારે એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીના નિર્માતાઓએ એમએસડીના ફેન્સ માટે 12 મેના રોજ એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી ફરીથી રિલીઝ કરવાની જાહેરાત કરી છે.

સૌથી સફળ ક્રિકેટ કેપ્ટનની પ્રેરણાદાયી સફર

‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ માત્ર સ્ટાર સ્ટુડિયો માટે જ નહીં પરંતુ દુનિયાભરના ભારતીયો માટે આ ફિલ્મ ખાસ ફિલ્મ રહી છે. જે આપણા સૌથી સફળ ક્રિકેટ કેપ્ટનની પ્રેરણાદાયી સફર દર્શાવે છે. ડિઝની સ્ટાર-સ્ટુડિયોના હેડ બિક્રમ દુગ્ગલે જણાવ્યું હતું કે “ફરી રિલીઝ કરવાનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં અમારા ફેન્સને ક્રિકેટની સૌથી જાદુઈ ક્ષણોને મોટા પડદા પર ફરીથી જીવંત કરવાની બીજી તક આપવાનો છે.”

આ પણ વાંચો : Parineeti Raghav: રાઘવ ચઢ્ઢા સાથે મેચ જોવા પહોંચી પરિણીતી ચોપરા તો લાગ્યા ‘પરિણીતી ભાભી ઝિંદાબાદ’ ના નારા, જુઓ Video

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

આ ફિલ્મમાં દિવંગત બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને કિયારા અડવાણીએ એમએસ ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીની ભૂમિકા ભજવી હતી. એક્ટર અનુપમ ખેર કેપ્ટનના પિતા પાન સિંહ ધોનીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2016ના રોજ દેશભરમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ સિવાય આ ફિલ્મમાં દિશા પટણી, ભૂમિકા ચાવલા પણ જોવા મળે છે. એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી 12 મેના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં સિનેમાઘરોમાં ફરી રીલિઝ થશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">