AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગળામાં રુદ્રાક્ષ, કપાળ પર ચંદન… આ અંદાજમાં અનુષ્કા સાથે મહાકાલ દર્શને પહોંચ્યો વિરાટ કોહલી, જુઓ Video

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma - Virat Kohli) સાથે મહાકાલના દરબારમાં દર્શન કરવા પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં વિરાટ કોહલીનું ફોર્મ ખાસ રહ્યું નથી. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2023 | 5:47 PM
Share

અનુષ્કા ક્યારેક મંદિરમાં, ક્યારેક પહાડમાં તો ક્યારેક બાબાના દરબારમાં જોવા મળે છે. આજે અનુષ્કા મહાકાલના દર્શન કરવા પહોંચી હતી, જ્યાં તે સ્ટારડમ, ગ્લેમર અને દેખાવથી દૂર એક સામાન્ય મહિલાની જેમ પૂજા કરતી જોવા મળી હતી. માથે સાડીનો પલ્લુ ઓઢીને અનુષ્કાએ ખૂબ જ ભક્તિભાવથી પૂજા અર્ચના કરી હતી. અનુષ્કાનો લુક કોઈ સેલિબ્રિટી જેવો ન હતો, પરંતુ સામાન્ય મહિલા જેવો હતો. ખૂબ જ સિમ્પલ, તેણે લાઈટ પિંક કલરની સાડી પહેરી હતી અને પલ્લુથી માથું ઢાંકીને ભગવાનના દર્શન કરવા પહોંચી હતી.

જ્યારથી અનુષ્કાના જીવનમાં તેની દીકરી વામિકા આવી છે, ત્યારથી તે ઘણી બદલાઈ ગઈ છે. અનુષ્કા ખૂબ જ ધાર્મિક બની ગઈ છે. થોડા દિવસ પહેલા જ અનુષ્કા વિરાટ કોહલી અને તેની પુત્રી સાથે કરૌલી બાબાના દર્શન કરવા ગઈ હતી. અહીં તેમને ભક્તિભાવથી પૂજા કર્યા બાદ બાબાના આશીર્વાદ લીધા હતા.

મહાકાલના દરબારમાં પહોંચ્યા વિરાટ અને અનુષ્કા

ત્રીજી ટેસ્ટમાં હાર બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ શનિવારે સવારે મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા. વિરાટ અને અનુષ્કાએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોહલીએ ગળામાં રૂદ્રાક્ષની માળા અને પરંપરાગત ધોતી પહેરી હતી. આ સાથે તેમના કપાળ પર ચંદનનો લેપ પણ લગાવ્યો હતો.

આ પણ વાંચો : ફેન્સે આ સ્ટાઈલમાં કર્યા વખાણ, શરમાઈ ગઈ શ્રદ્ધા કપૂર, જુઓ Video

થોડા મહિનાઓમાં વિરાટ કોહલીએ ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. વિરાટ કોહલીએ આ વર્ષે જાન્યુઆરીમાં વૃંદાવનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમને વૃંદાવનમાં શ્રી પરમાનંદજીના આશીર્વાદ લીધા હતા. ખાસ વાત એ છે કે વૃંદાવનથી પરત ફર્યા બાદ કોહલીએ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં સદી ફટકારી હતી. વિરાટ-અનુષ્કા જાન્યુઆરી મહિનામાં જ ઋષિકેશના દયાનંદ ગિરી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં બંનેએ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">