Madhuri Dixit Birthday : 4 વાર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતી ચૂકેલી માધુરી છે પદ્મશ્રીથી સન્માનિત

|

May 15, 2022 | 8:43 AM

માધુરી દિક્ષિતે (Madhuri Dixit) પોતાની કારકિર્દીની શરૂઆત ટીવીથી કરી હતી. વર્ષ 1985માં રાજશ્રીના પેઇંગ ગેસ્ટ શોમાં તે જોવા મળી હતી. તો પદ્મશ્રીથી (Padma shri) પણ તેને સન્માનિત કરવામાં આવી છે.

Madhuri Dixit Birthday : 4 વાર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતી ચૂકેલી માધુરી છે પદ્મશ્રીથી સન્માનિત
Madhuri Dixit will judge 'Zalak Dikhla Ja Season 10'

Follow us on

બોલિવૂડ (Bollywood)ની ધક ધક ગર્લ નામે ઓળખાતી અભિનેત્રી માધુરી (Madhuri Dixit)ને જોવા તેના ચાહકો આતુર રહેતા હોય છે. તેના ડાન્સનો એક અલગ જ ચાહક વર્ગ છે. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં ઉતમોઉત્તમ ફિલ્મ કરી છે જેના માટે તે પોતાની કારર્કિર્દી દરમિાન 4 વાર ફિલ્મ ફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં પણ આવી છે. માધુરીના સ્મિતને અભિનેત્રી મધુબાલાના સ્મિત સાથે સરખાવાવમાં આવે છે.

15 મે 1965માં મુંબઇમાં થયો હતો જન્મ

માધુરી દિક્ષિતનો જન્મ 15 મે 1965માં મુંબઇમાં થયો હતો. તેની માતા લતા દિક્ષિત ઇચ્છતા હતા કે માધુરી ડોક્ટર બને પરંતુ તે એક અભિનેત્રી બની. આજે ભારતીય સિનેમાની દરેક અભિનેત્રી ઇચ્છે છે કે તે માધુરીની જેમ આર્દશ અભિનેત્રી બને. માધુરી ઉત્તમ અભિનેત્રીની સાથે સાથે જાણીતી ડાન્સર તરીકે પણ નામના મેળવી ચૂકી છે. માધુરીએ પોતાનો અભ્યાસ મુંબઇની ડિવાઇન ચાઇલ્ડ હાઇસ્કૂલમાંથી પૂ્ર્ણ કર્યો છે. ત્યાર બાદ મુંબઇ યૂનિવર્સિટીમાંથી ગ્રેજયુએશન કમ્પિલટ કર્યું હતું. માધુરીના લગ્ન અમેરિકા સ્થિત ડોક્ટર શ્રીરામ નેને સાથે થયા છે અને તેમને બે બાળકો રિયાન અને એરિન નેને છે.

માધુરીએ ફિલ્મી કરિયરની શરૂઆત રાજશ્રી બેનરની ફિ્લમ અબોધથી કરી હતી. આ ફિલ્મ વર્ષ 1984માં રીલીઝ થઈ હતી. ફિલ્મ તો ખાસ ન ચાલી પરંતુ માધુરીને ઓળખ મળી ફિલ્મ તેજાબથી. ખાસ કરીને તેનું ગીત. એક …દો ..તીન… અને તેના ડાન્સે માધુરીને ભારતભરમા જાણીતી બનાવી દીધી હતી. બસ આ ફિલ્મ સફળ થયા બાદ માધુરીએ ક્યારેય પાછું વળીને જોયું નથી બોલિવૂડમાં તેની અને અનિલ કપૂરની જોડીને ખૂબ સફળતા મળી. આ જોડીએ 20 જેટલી હિટ ફિલ્મસ પણ આપી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગિનિસ બુકમાં માધુરીની ફિલ્મ હમ આપકે હૈ કોન નો છે રેકોર્ડ

માધુરી દિક્ષિતે વર્ષ 1990માં આમિર ખાન સાથે દીલ ફિલ્મ કરી હતી જે સુપરહિટ રહી હતી. તો રાજશ્રીની ફિલ્મ હમ આપકે હૈ કોનમાં તેણે કરેલી ભૂમિકા હજી પણ યાદગાર છે આ ફિલ્મે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરી હતી. ફિલ્મનો આ રેકોર્ડ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોધાયેલો છે. આ ફિલ્મ માટે માધુરીએ સૌથી વધુ 3 કરોડ રૂપિયા ફી તરીકે લીધા હતા તેવી પણ ચર્ચા બોલિવૂડમાં હતી.

વર્ષ 1999માં માધુરીએ શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા બાદ અમેરિકામાં સ્થિર થઈ હતી. અને તેણે વર્ષ 20086માં ફિલ્મ આજા નચ લેથી તે પરત ફરી હતી.

માધુરીના આ ડ઼ાન્સે કર્યા હતા તેના ફેન્સને ઘેલાં

માધુરીના વિવિધ ડાન્સ હજી પણ તેના  ચાહકોમાં જોરદાર લોકપ્રિય છે. ફિલ્મ સૈલાબનું ગીતે હમ કો આજ કલ હૈ…… ઉપરાંત મેરા પિયા ઘર આયા ઓ રામજી…. દીદી તેરા દેવર દીવાના…., એક દો તીન ….,   ઉપરાંત ફિલ્મ દીલનું ખંભે જેસી ખડી હૈ ….. પણ લોકપ્રિય હતું તો  દીલ તો પાગલ હૈ ફિલ્મના તમામ ડાન્સ સોંગમાં માધુરીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

 

Next Article