Kuch Kuch Hota Hai: ‘વો ઈન્ટરવલ કે બાદ આયેગા’, ફેન્સે યાદ કરાવ્યું સલમાનનું નામ, તો શાહરૂખે આપી આવી પ્રતિક્રિયા, જુઓ Video
Kuch Kuch Hota Hai: બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan), સલમાન ખાન (Salman Khan), રાની મુખર્જી અને કાજોલની બ્લોકબસ્ટર ફિલ્મ કુછ કુછ હોતા હૈને 25 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ફિલ્મમેકર કરણ જોહરે આ ફિલ્મથી પોતાના ડાયરેક્ટરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ દર્શકોને ફિલ્મ ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મના 25 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
Kuch Kuch Hota Hai: બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) તેની ફિલ્મો પઠાણ અને જવાનને લઈને સતત ચર્ચામાં છે. પઠાણે શાહરૂખ ખાનના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ આપી હતી. જવાન ફિલ્મે ઈતિહાસ રચ્યો. શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના કરિયરની શરૂઆતની ફિલ્મોને અવગણી શકાય તેમ નથી. એટલું જ નહીં જ્યારે જ્યારે પણ શાહરૂખ ખાનને સલમાન ખાનનો સપોર્ટ મળ્યો છે, ત્યારે તેની ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે.
આ દરમિયાન શાહરૂખ ખાન, કાજોલ અને રાનીની ફિલ્મ કુછ કુછ હોતા હૈને 25 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મમાં સલમાન ખાનનો પણ સ્પેશિયલ રોલ હતો. સલમાને અંજલિના મિત્ર અમનનો રોલ કરીને ફેન્સના દિલ જીતી લીધા હતા. ભલે ભાઈજાનનો રોલ વધારે ન હતો, પરંતુ તેના રોલે લોકોના દિલ પર તેની અલગ છાપ છોડી દીધી. ફિલ્મના 25 વર્ષ પૂરા થવા પર એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં શાહરૂખ ખાન અને રાની મુખર્જીએ ફિલ્મની ઈવેન્ટમાં ભાગ લીધો હતો અને ફિલ્મને લઈને વાત પણ કરી હતી.
View this post on Instagram
(VC: Viral Bhayani Instagram)
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને ફિલ્મમેકર્સ અને ફિલ્મ સાથે જોડાયેલા લોકોનો આભાર માનતો જોવા મળી રહ્યો છે. સામે ઉભેલા ફેન્સ તેને સલમાન ખાનનું નામ યાદ કરાવે છે. જેના પર શાહરૂખ કહે છે કે તે ઈન્ટરવલ પછી આવશે. હજુ સુધી ઈન્ટરવલ સુધી મારી સ્પીચ થઈ નથી. શાહરૂખે ખૂબ જ ફની અંદાજમાં આ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: Singham Again: રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ સાથે જોડાઈ દીપિકા પાદુકોણ, એક્ટ્રેસનો ફર્સ્ટ લુક થયો રિલીઝ
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન, કાજોલ, રાની મુખર્જી અને સલમાન ખાન સાથે કુછ કુછ હોતા હૈ ફિલ્મમેકર કરણ જોહરની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આજે પણ દર્શકો આ ફિલ્મને ખૂબ જ ઉત્સાહથી જોવાનું પસંદ કરે છે. થિયેટરોમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે.