Rishi Kapoor Birthday: ડિમ્પલ કાપડિયાને કારણે ગર્લફ્રેન્ડ સાથે તૂટ્યા હતા સંબંધ, ઋષિ કપૂર વિશે અજાણ્યો કિસ્સો

અભિનેતા ઋષિ કપૂર ભલે આજે આપણી સાથે ન હોય, પરંતુ તેમની સાથે જોડાયેલી વાતો આજે પણ તેમના ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. ઋષિ કપૂરની ફિલ્મી સફર જેટલી મહાન રહી છે, તેટલી તેની લવ લાઈફ પણ રસપ્રદ રહી છે.

Rishi Kapoor Birthday: ડિમ્પલ કાપડિયાને કારણે ગર્લફ્રેન્ડ સાથે તૂટ્યા હતા સંબંધ, ઋષિ કપૂર વિશે અજાણ્યો કિસ્સો
know how Dimple Kapadia and Bobby film was the reason of the first breakup of Rishi Kapoor

હિન્દી ફિલ્મ ઉદ્યોગના (Hindi Film Industry) અભિન્ન અંગ અભિનેતા ઋષિ કપૂરનું (Rishi Kapoor) કેન્સર સાથે લાંબી લડાઈ બાદ ગયા વર્ષે નિધન થયું હતું. આ બીજી વખત હશે જ્યારે ઋષિ કપૂરનો પરિવાર તેમના વગર અભિનેતાનો જન્મદિવસ ઉજવશે. હા આજે (4 સપ્ટેમ્બરે) ઋષિ કપૂરનો જન્મદિવસ (Rishi Kapoor Birthday) છે. સુપ્રસિદ્ધ અભિનેતા રાજ કપૂરના પુત્ર ઋષિ કપૂર ઉર્ફે ‘ચિન્ટુજી’ એ ‘મેરા નામ જોકર’માં મહત્ત્વની ભૂમિકા સાથે અભિનયની શરૂઆત કરી હતી અને પછી આ કૌટુંબિક વ્યવસાયમાં છેલ્લા શ્વાસ સુધી બોલિવૂડમાં સક્રિય રહ્યા હતા.

‘મેરા નામ જોકર’ ઋષિ કપૂરની બાળ કલાકાર તરીકેની પ્રથમ ફિલ્મ હતી. આ પછી, તેમણે ફિલ્મ ‘બોબી’ સાથે પુખ્ત વયે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. દોસ્તી હોય કે પ્રેમ ઋષિ કપૂર દરેક સંબંધ બખૂબી નિભાવતા. ઋષિ નીતુ કપૂરને પ્રેમ કરતા હતા અને જીવનભર તેમની સાથે રહ્યા. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નીતુ કપૂર પહેલા ઋષિ કપૂરના જીવનમાં બીજી એક છોકરી હતી, જે આ ઝાકઝમાળની દુનિયામાંથી નહોતી.

ઋષિ કપૂરનું કેમ થયું બ્રેકઅપ?

બોબી ફિલ્મથી ઋષિ કપૂરને નામ અને ખ્યાતિ મળી, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે આ ફિલ્મે તેમની પાસેથી તેમની કિંમતી વસ્તુ પણ છીનવી લીધી હતી. તે કિંમતી વસ્તુ શું છે અને બોબી અને ડિમ્પલ કાપડિયાને કારણે આ વસ્તુ તેમની પાસેથી કેમ છીનવાઈ ગઈ? આજે અમે તમને ઋષિ કપૂરના જન્મદિવસના ખાસ પ્રસંગે આ બધું જણાવીશું.

ઋષિ કપૂરે પોતાની આત્મકથા ખુલ્લમ ખુલ્લામાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. ઋષિ કપૂરના જીવનમાં પહેલી છોકરી યાસ્મિન મહેતા હતી, જે પારસી પરિવારની હતી. ઋષિ કપૂર યાસ્મિન સાથે રિલેશનશિપમાં હતા ત્યારે તેની પહેલી ફિલ્મ બોબી આવી પણ નહોતી. બોબી રિલીઝ થઇ ત્યારે બોલીવુડ કોરિડોરમાં ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાના પ્રેમની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી.

ઋષિ કપૂર પોતાની આત્મકથામાં લખે છે – જ્યારે બોબી 1973 માં રિલીઝ થઇ ત્યારે સ્ટારડસ્ટ, જે તે સમયનું ખૂબ જ પ્રખ્યાત મેગેઝિન હતું, તેણે મારા અને ડિમ્પલના રોમાંસ વિશે એક સ્ટોરી પ્રકાશિત કરી હતી, જેના તે સમયે રાજેશ ખન્ના સાથે લગ્ન થયેલા હતા. આનાથી તેમના લગ્ન પર કોઈ ખાસ અસર ન થઈ, પરંતુ તેનાથી મારા અને યાસ્મિન વચ્ચેના સંબંધોનો અંત આવ્યો. મેં ઘણી કોશિશ કરી કે તે મારા જીવનમાં તે પાછી આવે, પણ તે પાછી આવવા તૈયાર નહોતી.

રાજેશ ખન્નાએ ઋષિ કપૂરને આપેલી યાસ્મિનની વીંટી ફેંકી દીધી

ઋષિ કપૂરે પોતાની આત્મકથામાં રાજેશ ખન્નાના ગુસ્સાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું- જ્યારે અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે યાસ્મિન મને એક વીંટી આપી હતી. જેના સાથે તેની યાદો જોડાયેલી હતી. જ્યારે અમે બોબી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે એક દિવસ ડિમ્પલે તે વીંટી કાઢી અને તેની આંગળી પર પહેરી. તેણે તે પહેરેલી રાખી હતી પરંતુ જ્યારે રાજેશ ખન્નાએ તેને પ્રપોઝ કર્યું ત્યારે તેણે તેના હાથમાં વીંટી જોઈ અને તેને કાઢીને રાજેશ ખન્નાએ જુહુમાં તેના ઘર પાસે દરિયામાં ફેંકી દીધી. તે સમયે પણ હેડલાઇન્સ બની હતી- ‘રાજેશ ખન્નાએ ઋષિ કપૂરની વીંટી ફેંકી દીધી.’ સત્ય એ છે કે હું ક્યારેય ડિમ્પલ સાથે પ્રેમમાં નહોતો અને ક્યારેય તેના તરફ આકર્ષાયો નથી.

 

આ પણ વાંચો: 12 વર્ષના લગ્ન તોડીને 10 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં આ અભિનેત્રી, કલ હો ના હો જેવી ફિલ્મોમાં કર્યું છે કામ

આ પણ વાંચો: શાનદાર શુક્રવાર: સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગે KBC 13 માં કરી આવી વાતો અને જીત્યા આટલા લાખ

Click on your DTH Provider to Add TV9 Gujarati