12 વર્ષના લગ્ન તોડીને 10 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં આ અભિનેત્રી, કલ હો ના હો જેવી ફિલ્મોમાં કર્યું છે કામ

ડેલનાઝ ઈરાની હાલમાં પર્સી કરકરિયા સાથે રિલેશનશિપમાં છે. જ્યાં તે અવારનવાર પોતાના વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. ચાલો જાણીએ અભિનેત્રીની લવ સ્ટોરી વિશે.

12 વર્ષના લગ્ન તોડીને 10 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં આ અભિનેત્રી, કલ હો ના હો જેવી ફિલ્મોમાં કર્યું છે કામ
Delnaz Irani is in a relationship with a boyfriend 10 years younger than her, after breaking up her 12-year marriage.

ટીવીની દુનિયાથી દૂર ગયેલી અભિનેત્રી ડેલનાઝ ઈરાની (Delnaaz Irani) 4 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે, અભિનેત્રી સૌપ્રથમ બાબા સહગલના મ્યુઝિક વિડીયોમાં જોવા મળી હતી. જ્યાં દર્શકોએ અભિનેત્રીને ખૂબ પસંદ કરી હતી. જે બાદ તેને સિરિયલમાં તક મળી. અભિનેત્રી પ્રખ્યાત ટીવી સિરિયલ યસ બોસમાં જોવા મળી હતી. દર્શકોએ આ સિરિયલમાં અભિનેત્રી સાથે આસિફ શેખને પણ જોયો હતો. દર્શકોએ તેમની જોડીને ખૂબ પસંદ કરી હતી. આ સિરિયલ હિટ બનતા જ અભિનેત્રીને ફિલ્મોની ઓફર મળવા લાગી. અભિનેત્રી 2003 માં રિલીઝ થયેલી ફિલ્મ “કલ હો ના હો” માં પણ જોવા મળી.

પતિ સાથે છૂટાછેડા બાદ પર્સી સાથે રિલેશનશિપમાં

ડેલનાઝ ઈરાની તેના ભૂતપૂર્વ પતિ રાજીવ પોલ સાથે નચ બલિયેમાં (Nach Baliye) જોવા મળી હતી પરંતુ 2013 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. હવે અભિનેત્રી તેના નવા જીવનસાથી સાથે ખૂબ ખુશ છે. તમને જણાવી દઈએ કે, ડેલનાઝ ઈરાની પર્સી કરકરિયા (Percy Karkaria) સાથે રિલેશનશિપમાં છે. જ્યાં આ જોડી છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહી છે.

લગ્ન અંગે ડેલનાઝ ઈરાનીનો શું પ્લાન?

ડેલનાઝ ઈરાની હાલમાં પર્સી કાકરિયા સાથે રિલેશનશિપમાં છે અને બંને જલદીથી લગ્ન કરવા માંગે છે પરંતુ કોરોનાના કારણે આ શક્ય નથી થઇ રહ્યું. તે જ સમયે, થોડા મહિના પહેલા ખાનગી સમાચાર વેબસાઈટ સાથેની ખાસ વાતચીતમાં, અભિનેત્રીએ જણાવ્યું હતું કે “અમે સાથે ખૂબ ખુશ છીએ” ખાસ વાત એ છે કે પર્સી કાકરિયા ડેલનાઝ કરતા 10 વર્ષ નાના છે. ડેલનાઝ કહે છે કે તેના પહેલા પતિ રાજીવે તેની સાથે છેતરપિંડી કરી હતી. જેના કારણે આ જોડીએ 2010 માં અલગ થવાનો નિર્ણય કર્યો અને બંનેએ 2013 માં છૂટાછેડા લીધા.

 

View this post on Instagram

 

A post shared by Delnaaz irani (@officialdelnaazirani)

બિગ બોસ 6 માં જોવા મળી હતી

આપણે બિગ બોસ 6 માં ડેલનાઝ ઈરાનીને તેના પૂર્વ પતિ રાજીવ પોલ સાથે જોઈ હતી. જ્યાં આ જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. અભિનેત્રી ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળી છે, જેમાં ‘ભૂતનાથ’, ‘મિલેંગે મિલેંગે’, ‘રા-વન’, ‘ક્યા સુપર કૂલ હૈ હમ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. અભિનેત્રીના ચાહકો ઈચ્છે છે કે તે ફરી એક વાર લગ્ન સાથે જીવનની શરૂઆત કરે.

 

આ પણ વાંચો: શાનદાર શુક્રવાર: સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગે KBC 13 માં કરી આવી વાતો અને જીત્યા આટલા લાખ

Click on your DTH Provider to Add TV9 Gujarati