Shocking News : રસ્તા પર રહેતી હતી ફેમસ લાવણી ડાન્સર, વીડિયો વાયરલ થતાં થઈ બબાલ, સરકારે લીધું મોટું પગલું
Lavani Artist Condition : લાવણી નૃત્ય દ્વારા 4 દાયકા સુધી સૌનું મનોરંજન કરનારી ડાન્સર શાંતાબાઈ કોપરગાંવકર ખૂબ જ મુશ્કેલી સાથે પોતાનો દિવસ પસાર કરી રહી છે. કલાકારની આવી હાલત જોઈને સરકાર હરકતમાં આવી છે અને કલા જગત સાથે સંકળાયેલા પ્રેમીઓ પણ મદદનો હાથ લંબાવી રહ્યા છે.
Lavani Artist Condition : જીવન ક્યારે વળાંક લેશે કોણ જાણે છે. સમય કોઈ માટે સરખો નથી હોતો. લોકપ્રિય લાવાણી નૃત્યાંગના શાંતાબાઈ કોપરગાંવકર તેમની પ્રતિભા માટે દુખદ સમાચાર સામે આવ્યા છે. તેની હાલની સ્થિતિ જોઈને તમામ કલાપ્રેમીઓ દુઃખી છે અને મદદનો હાથ લંબાવતા જોવા મળે છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પાલક મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે પણ શાંતાબાઈને મદદ કરવાની સૂચના આપી છે. કલેક્ટર સિદ્ધારામ સાલીમથ આ પ્રસંગે શિરડીમાં દ્વારકામાઈ વૃદ્ધાશ્રમમાં ગયા અને શાંતાબાઈને મળીને તેમની સ્થિતિ વિશે પૂછ્યું.
આ પણ વાંચો : Dilbar Lyrics : બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીનું સુપર હિટ સોંગ દિલબરના લિરિક્સ, વાંચો ગુજરાતીમાં
આ પ્રસંગે જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી આશિષ યેરેકર પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર વતી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, શાંતાબાઈ પ્રત્યે સંપૂર્ણ સન્માન જાળવીને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય સ્નેહલતા કોલ્હેએ જ્યાં સુધી કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી શિરડીના દ્વારકામાઈ વૃદ્ધાશ્રમમાં શાંતાબાઈના રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી છે.
View this post on Instagram
(Credit Source : TV 9 Bharthvarsh)
લોકો કરી રહ્યા છે શાંતાબાઈની મદદ
આ સિવાય જે પણ આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર સાંભળી રહ્યા છે તે કલાકારની મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. કોપરગાંવના તહસીલદારોએ કહ્યું છે કે શાંતાબાઈને સંજય ગાંધી નિરાધાર યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયા મળશે. સાથે જ રેશનકાર્ડ ફરીથી ઓનલાઈન કરીને અંત્યોદય યોજનાની સાથે કેન્દ્ર તરફથી કલાકારોને સુવિધાઓ અને યોજનાઓનો લાભ આપવાની પ્રક્રિયા પણ વહેલી તકે કરવામાં આવશે.
સ્વાસ્થ્યનું રાખવામાં આવશે ધ્યાન
કલાકારની આ હાલત જોઈને વ્યક્તિનું દિલ દુઃખી રહ્યું છે અને એક પછી એક લોકો મદદનો હાથ લંબાવતા જોવા મળે છે. કોપરગાંવ (અહમદનગર) મ્યુનિસિપલ કમિશનરને ઘરકુલ યોજનાનો લાભ આપવા અંગે સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સિદ્ધારામ સલીમથે કહ્યું છે કે, તેઓ શાંતાબાઈની તબીબી સારવારમાં સંપૂર્ણ મદદ કરશે. જણાવી દઈએ કે શાંતાબાઈ 70 વર્ષના છે અને 4 દાયકાથી તેમણે પોતાની કળાથી દર્શકોનું મનોરંજન કર્યું છે.