Chiranjeevi Net Worth: સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી પાસે છે અધધધ સંપત્તિ, ફિલ્મો સાથે રાજનીતિમાં પણ હીટ
સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi) આજે તેમનો 66 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચિરંજીવીના જન્મદિવસે, અમે તમને તેમની નેટવર્થ (Net Worth) વિશે જણાવીએ છીએ.
સાઉથના મેગાસ્ટાર (Megastar) ચિરંજીવીને (Chiranjeevi) કોઈ પરિચયની જરૂર નથી. ભલે તેઓએ સાઉથની ફિલ્મો વધુ કરી તેમ છતાં દેશભરમાં તેઓ ખુબ પ્રચલિત છે. ગુજરાતમાં પણ ચિરંજીવીના ફેન્સ બોલિવૂડ સ્ટાર્સના સમપ્રમાણમાં જ હશે. તેમણે પોતાના શાનદાર અભિનયથી અલગ ઓળખ બનાવી છે. ચિરંજીવીએ પોતાની ગંભીર અભિનયથી એક ઉદાહરણ સેટ કર્યું છે. તેઓ પોતાની ડાયલોગ ડિલિવરી માટે જાણીતા છે. જે નિર્દેશકોએ ચિરંજીવી સાથે કામ કર્યું છે તેઓ પણ તેમની પ્રશંસા કરવાનું બંધ કરતા નથી. 22 ઓક્ટોબરના રોજ ચિરંજીવી તેમનો 66 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો આપણે તમને તેના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે જણાવીએ.
એક મહાન અભિનેતા હોવા ઉપરાંત, ચિરંજીવી એક ફિલ્મ મેકર, નિર્માતા તેમજ થિયેટર કલાકાર છે. તેમની પ્રથમ ટોલીવુડ ફિલ્મ વર્ષ 1978 માં રિલીઝ થઈ હતી. ચિરંજીવી પહેલી જ ફિલ્મથી દરેક જગ્યાએ છવાઈ ગયા હતા. તેના અભિનયની બધે પ્રશંસા થઈ. ચિરંજીવીએ ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે જેના કારણે તે ઇન્ડસ્ટ્રીનો સ્ટાર બની ગયા. તે હવે ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંના એક છે.
કરોડોની સંપત્તિ
ચિરંજીવી પાસે કરોડોની સંપત્તિ છે. ખાનગી વેબસાઈટ ના અહેવાલ અનુસાર, ચિરંજીવી 1500 કરોડની સંપત્તિના માલિક છે. તે ફિલ્મો સાથે સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરવાથી પણ કમાય છે. અભિનય ફી લેવા ઉપરાંત, ચિરંજીવી ફિલ્મમાંથી નફાનો થોડો ભાગ પણ લે છે. તે બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે ઘણો ચાર્જ પણ લે છે.
જ્યારે પણ દાન અને સામાજિક કાર્યની વાત આવે છે, ત્યારે ચિરંજીવીનું નામ ટોચ પર આવે છે. તે ફિલ્મ જગતમાં સૌથી વધુ કરદાતા ભરનારમાં એક છે.
ચિરંજીવીનું ઘર
ચિરંજીવી તેમના પરિવાર સાથે હૈદરાબાદમાં રહે છે. તેમના આલિશાન બંગલાની કિંમત લગભગ 28 કરોડ છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તેમણે તાજેતરમાં બેંગલુરુમાં એક ઘર ખરીદ્યું હતું.
કારનો છે ખુબ શોખ
ચિરંજીવી વૈભવી ગાડીઓના શોખીન છે. તેમની પાસે રેન્જ રોવર અને રોલ્સ રોયસ જેવી ઘણી ગાડીઓ છે. તેમની કારની કિંમત 1-3 કરોડ છે. રોલ્સ રોયસ તેમના પુત્ર રામ ચરણ દ્વારા તેમને ભેટમાં આપવામાં આવી હતી.
ચિરંજીવીએ વર્ષ 2008 માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આંધ્રપ્રદેશમાં પોતાની પાર્ટી પ્રજા રાજ્યમ બનાવી. તેમણે પાર્ટીની શરૂઆત વખતે કહ્યું હતું કે તેમની પાર્ટીનો મુખ્ય મુદ્દો સામાજિક ન્યાય છે.
આ પણ વાંચો: Raksha Bandhan 2021: ઐશ્વર્યાથી લઈને રિદ્ધિમા કપૂર સુધી, બોલિવૂડ સેલેબ્સે રક્ષાબંધનની આ રીતે પાઠવી શુભેચ્છા
આ પણ વાંચો: રક્ષાબંધનના અવસરે સુશાંતને યાદ કરતા ભાવુક થઇ ગઈ બહેન શ્વેતા, શેર કરી ખાસ તસ્વીર, જુઓ