રક્ષાબંધનના અવસરે સુશાંતને યાદ કરતા ભાવુક થઇ ગઈ બહેન શ્વેતા, શેર કરી ખાસ તસ્વીર, જુઓ
સુશાંત સિંહ રાજપૂતને આ દુનિયા છોડીને ગયાને 1 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આજે, રક્ષા બંધન (Raksha Bandhan 2021) ના ખાસ પ્રસંગે, તેની બહેને તેને યાદ કર્યો છે.
ભાઈ અને બહેનના ખાસ સંબંધને રક્ષાબંધન (Raksha Bandhan 2021) ના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને બધા ભાઈઓ અને બહેનો તેમના ઝઘડા છોડીને સાથે મળીને ઉજવે છે. આજે રક્ષાબંધનના ખાસ પ્રસંગે સુશાંત સિંહ રાજપૂતને (Sushant Singh Rajput) તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ (Shweta Singh Kirti) યાદ કર્યા છે.
સુશાંતની બહેન શ્વેતાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. આજે તે તેના ભાઈને ખૂબ જ મિસ કરી રહી છે. તેણે સુશાંત સાથે બાળપણની તસવીર શેર કરી છે જેમાં બંને હસતા જોવા મળી રહ્યા છે.
ફોટો શેર કરતી વખતે શ્વેતાએ લખ્યું – લવ યુ ભાઈ. આપણે હંમેશા સાથે રહીશું. ગુડિયા ગુલશન. શ્વેતાની આ પોસ્ટ જોઈને સુશાંતના ચાહકો પણ ભાવુક થઈ ગયા છે. તે કોમેન્ટ કરીને તેમને યાદ કરી રહ્યા છે.
ફેન્સે સુશાંતને યાદ કર્યા
એક ફેને લખ્યું – મિસ યુ સુશાંત. અમે તમને ક્યારેય ભૂલીશું નહીં, તમે હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશો. સુશાંતે કરોડો લોકોના દિલ જીતી લીધા છે અને તે વિશ્વભરના કલાકારો માટે પ્રેરણા છે. બીજી બાજુ, અન્ય એક પ્રશંસકે લખ્યું – સુશાંત હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશે.
View this post on Instagram
સુશાંતની બહેન ઘણીવાર તેને યાદ કરતા જૂની તસવીરો શેર કરતી રહે છે. ગયા વર્ષે પણ રાખીના અવસર પર તેણે સુશાંત સાથે ઘણી તસવીરો શેર કરીને એક ભાવુક પોસ્ટ લખી હતી. તેણે લખ્યું- હેપી રક્ષાબંધન મારા મીઠા નાના બેબી. ખૂબ પ્રેમ કરીએ છીએ અમે તમને જાન… અને હંમેશા કરીશું. તમે હંમેશા અમારા ગૌરવ હતા અને હંમેશા રહેશો.
સુશાંતનું ફેસબુક એકાઉન્ટ સક્રિય થયું
સુશાંતના ચાહકો આજે પણ તેને યાદ કરે છે. તે સોશિયલ મીડિયા પર પોતાની જૂની તસવીરો અને વિડીયો શેર કરતા’ રહે છે. તાજેતરમાં, જ્યારે સુશાંતનો ફેસબુક પ્રોફાઇલ ફોટો બદલવામાં આવ્યો ત્યારે ફેન્સને આશ્ચર્ય થયું હતું. સુશાંતની ફેસબુક પ્રોફાઈલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. ખરેખર સુશાંતની ટીમે તેનો પ્રોફાઇલ પિક્ચર અપડેટ કર્યો છે.
તમને જણાવી દઈએ કે 14 જૂન, 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂતે અલવિદા કહીને આ દુનિયા છોડી દીધી. તેઓ તેમના મુંબઈના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. CBI આ કેસની તપાસમાં લાગેલી છે.
આ પણ વાંચો: Raksha Bandhan 2021: ભાઈ-બહેનના પ્રેમને સમર્પિત આ ફિલ્મો તમારી આંખોમાં પણ લાવી દેશે પાણી
આ પણ વાંચો: Bell Bottom Collection Day 3: અક્ષયના જીવમાં જીવ આવ્યો! ત્રીજા દિવસે ફિલ્મે કમાયા આટલા કરોડ