AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલીવુડ સ્ટારના કિડ્સ આ સ્કૂલમાં કરે છે અભ્યાસ, જાણો તેની ફી કેટલી છે

શું તમે જાણો છો બોલીવુડ સ્ટારના દિકરા-દિકરીઓ કઈ મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કરે છે? આજે અમે તમને જણાવીશું કે ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, લારા દત્તાથી લઈને કરિશ્મા કપૂર, કરિના કપૂર જેવા સ્ટારના બાળકો કઈ શાળામાં અભ્યાસ કરે છે અને તેની ફી કેટલી છે.

બોલીવુડ સ્ટારના કિડ્સ આ સ્કૂલમાં કરે છે અભ્યાસ, જાણો તેની ફી કેટલી છે
Kids of Bollywood stars
| Updated on: Nov 08, 2023 | 10:59 PM
Share

બોલીવુડ સેલિબ્રિટી હોય અથવા તો કોઈ સામાન્ય માણસ દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતાના બાળકોને સારામાં સારૂ શિક્ષણ અને વ્યવસ્થા આપે. પોતાના બાળકને સારૂ શિક્ષણ મળી રહે તે માટે સામાન્ય માતા-પિતા તનતોડ મહેનત કરે છે અને પૈસા કમાઈ છે. ત્યારે તમને મનમાં સવાલ થતો હશે કે બોલીવુડ સ્ટારના દિકરા-દિકરી કેવી સ્કૂલમાં અભ્યાસ કરતા હશે.

તેની ફી કેટલી હશે. ત્યારે તમને જણાવી દઈએ કે 20 વર્ષ પહેલા બોલીવુડ સ્ટાર તેમના બાળકોને લાઈમલાઈટથી દુર રાખવા માટે તેમને બોર્ડિગ સ્કૂલમાં મોકલી દેતા હતા પણ હવેના સ્ટાર આવુ કરતા નથી. બોલીવુડના મોટાભાગના સ્ટારના દિકરા-દિકરી ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જે બાંદ્રામાં આવેલી છે.

બોલીવુડ સ્ટારના કિડ્સ ધીરૂભાઈ અંબાણી સ્કૂલમાં કરે છે અભ્યાસ

બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિનેતા અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા બચ્ચન, શાહરૂખ ખાનનો નાનો દિકરી અબરામ ખઆન, ઋત્વિક રોશન અને સુજાન ખાનના બંને દિકરા ઋહાન અને ઋદાન રોશન, આમિર ખાનનો દિકરો આઝાદ, શિલ્પા શેટ્ટીનો પુત્ર વિવાન, ફરાહ ખાનના ત્રણેય બાળકો, લારા દત્તાના બાળકો ધીરૂભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે.

આ સ્ટાર કિડ્સ પૂર્ણ કરી ચૂક્યા છે પોતાનો અભ્યાસ

ત્યારે શાહરૂખ ખાનનો મોટો પુત્ર આર્યન ખાન અને દિકરી સુહાના ખાન, કરિશ્મા કપૂરનો દિકરો કિયાન અને દિકરી સમાયરા, સારા અલી ખાન, ખુશી કપૂર, અનન્યા પાંડે, નાસ્યા દેવગણ, ઈબ્રાહિમ અલી ખાન, જેવા ઘણા સ્ટાર કિડ્સ અંબાણી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કરી ચૂક્યા છે.

કેટલી છે ફી?

ધીરૂભાઈ અંબાણી સ્કૂલ દુનિયાની ટોપ 10 સ્કૂલમાંથી એક છે. આ સ્કૂલમાં દર 10 વિદ્યાર્થી માટે 1 શિક્ષક હોય છે, જે ધ્યાન રાખે છે કે તેમના અભ્યાસમાં કોઈ કમી ના રહે. આ સ્કૂલને એક આઈબી સ્કૂલ કહેવામાં આવે છે. મતલબ કે ઈન્ટરનેશનલ બેકલોરિએટ સેકેન્ડરી બાદ આ સ્કૂલમાં વિદ્યાર્થીને તે રીતે અભ્યાસ કરાવવામાં આવે છે કે ભવિષ્યમાં તેને બહારના દેશમાં પણ પોતાનો અભ્યાસ સરળતાથી કરી શકે.

આ સ્કૂલમાં પ્રાઈમરી અને સેકેન્ડરીની ફી 1થી 1.5 લાખ રૂપિયા છે, ત્યારે હાયર સેકેન્ડરી એટલે કે 8થી 10 ધોરણ માટે આશરે 4થી 5 લાખ ફી લેવામાં આવે છે. એટલે કે તમે તમારા બાળકને આ સ્કુલમાં અભ્યાસ કરાવવા ઈચ્છો છો તો તમારી પાસે ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા હોવા જરૂરી છે.

આ પણ વાંચો: અંશુલા કપૂર બાદ જાહ્નવી કપૂરે પણ કરી પોતાના સંબંધોની પુષ્ટિ, જાણો કોણ છે બંને બહેનોનો બોયફ્રેન્ડ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">