જન્મદિવસે કિયારાને મળી મોટી ભેટ, સાઉથના આ સુપરસ્ટાર સાથે રોમાંસ કરતી જોવા મળશે આગામી ફિલ્મમાં

કિયારા અડવાણીને આજે જન્મદિવસ પર મોટી ભેટ મળી. તે હિટ ફિલ્મો આપનાર સાઉથના મેકર શંકરની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. આ જાહેરાત જાણીને, ફેન્સ પણ આનંદમાં આવી ગયા છે.

જન્મદિવસે કિયારાને મળી મોટી ભેટ, સાઉથના આ સુપરસ્ટાર સાથે રોમાંસ કરતી જોવા મળશે આગામી ફિલ્મમાં
Kiara Advani will be seen in film with Ram Charan

કિયારા અડવાણી (Kiara Advani) આજે પોતાનો 29 મો જન્મદિવસ ઉજવી રહી છે. આજે, એટલે કે 31 જુલાઈએ કિયારાને જન્મદિવસ પર મોટી ભેટ મળી છે. આજે કિયારાના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. હવે કિયારા નિર્દેશક શંકરની પાન ઇન્ડિયા ફિલ્મમાં જોવા મળશે. એટલું જ નહીં આ ફિલ્મમાં કિયારા સાઉથ સ્ટાર રામ ચરણ (Ram Charan) સાથે રોમાન્સ કરવા જઈ રહી છે. ફિલ્મના નિર્માતા રાજુએ શ્રી વેકટેશ્વરા ક્રિએશન્સના ટ્વિટર એકાઉન્ટ પરથી આ જાહેરાત કરી છે.

કિયારા અને શંકરનો ફોટો શેર કરતા લખ્યું છે કે, ‘આ સુપર રોમાંચક સફરમાં પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રી કિયારા અડવાણીનું સ્વાગત છે. કિયારા અડવાણીને જન્મદિવસની શુભકામનાઓ.

તમને જણાવી દઈએ કે કિયારા અને રામ ચરણ ભૂતકાળમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. બંને અગાઉ વિનય વિધેય રમા ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે બંનેની જોડીનેફરી સાથે જોવા માટે ફેન્સ પણ ઉત્સુક છે.

કિયારાએ ફિલ્મમાં કામ કરવા અંગે નિવેદન આપ્યું છે કે, આ મારી અત્યાર સુધીની શ્રેષ્ઠ જન્મદિવસ ભેટ છે. હું આ ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સાહિત અને નર્વસ બંને છું. હું શૂટિંગ શરૂ કરવાની રાહ જોઉં છું અને આશા રાખું છું કે દરેકને ફિલ્મ ગમશે.

તમને જણાવી દઈએ કે ફિલ્મનું નામ હજુ સુધી ફાઈનલ કરવામાં આવ્યું નથી. જોકે માહિતી છે કે ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. ફિલ્મ સંબંધિત બાકીની વિગતો આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

શેરશાહમાં જોવા મળશે કિયારા

આ ફિલ્મ પહેલા, કિયારા ફિલ્મ શેરશાહમાં જોવા મળશે. તાજેતરમાં શેરશાહનું ટ્રેલર રિલીઝ થયું છે જે કારગિલમાં રિલીઝ થયું. ફિલ્મમાં કિયારા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મમાં લીડ રોલમાં છે. તે ફિલ્મમાં વિક્રમ બત્રાનું પાત્ર ભજવી રહ્યા છે. ટ્રેલરને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે દરેક ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. કરણ જોહરે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.

 

આ પણ વાંચો: શ્રદ્ધા કપૂરની Someone Special સાથેની ચેટ થઈ લીક, જાણો દિલ ઈમોજી સાથે શું વાતો છે ચેટમાં

આ પણ વાંચો: Birthday Special: સલમાન ખાનના કહેવા પર કિયારાએ બદલ્યું પોતાનું નામ, જાણો સાચું નામ અને કારણ

Click on your DTH Provider to Add TV9 Gujarati