AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 2 Review:’રોકી ભાઈ’ બન્યા KGFના નવા રાજા, ચેપ્ટર 2માં અભિનેતા યશની ધમાકેદાર એન્ટ્રી

ફિલ્મના બીજા ભાગમાં આ વખતે એક્ટર યશ સિવાય બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત (Sanjay Dutt) પણ જોવા મળી રહ્યો છે તો ફિલ્મમાં રવિના ટંડન (Raveena Tandon) પણ છે. આ સિવાય આ ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ પણ છે.

KGF 2 Review:'રોકી ભાઈ' બન્યા KGFના નવા રાજા, ચેપ્ટર 2માં અભિનેતા યશની ધમાકેદાર એન્ટ્રી
KGF Chapter 2 Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 2:29 PM
Share

ફિલ્મ KGF 2 કાસ્ટ – દક્ષિણ અભિનેતા યશ, રવિના ટંડન, સંજય દત્ત દિગ્દર્શન – પ્રશાંત નીલ રેટિંગ – 4

કન્નડ સુપરસ્ટાર યશ (Actor Yash)ની ફિલ્મ KGF ચેપ્ટર 2 માટે દર્શકોએ ઘણી રાહ જોઈ છે. આખરે ફિલ્મનો બીજો ભાગ રિલીઝ થઈ ગયો છે. આ સાથે ચાહકોમાં KGF ચેપ્ટર 2 જોવાનો ક્રેઝ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો KGF ચેપ્ટર 2 (KGF Chapter 2) પ્રથમ KGF જેટલું જ રોમાંચક છે. KGF ચેપ્ટર 1 વર્ષ 2018માં 21મી ડિસેમ્બરે રિલીઝ થયું હતું. જ્યાંથી ફિલ્મનો એક ભાગ પૂરો થયો, ત્યાંથી જ એક નવો અધ્યાય શરૂ થાય છે. ફિલ્મના બીજા ભાગમાં આ વખતે એક્ટર યશ સિવાય બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત (Sanjay Dutt) પણ જોવા મળી રહ્યો છે તો ફિલ્મમાં રવિના ટંડન પણ છે. આ સિવાય આ ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ પણ છે.

નવી વાર્તા શું છે

છેલ્લી વખતે જ્યાં નાના રોકીને ધૂળવાળા કપડામાં ઉછરતો દેખાડવામાં આવ્યો હતો, હવે તે રોકીમાંથી રોકી ભાઈ બની ગયો છે, જેને હવે KGFનો રાજા કહેવામાં આવે છે. પ્રથમ ફિલ્મમાં વિલન તેના ભાઈ અધીરાને KGFની જવાબદારી સોંપતા મૃત્યુ પામે છે. તે તેનો સોનાનો ધંધો અને રાજ કરવા માંગે છે, કારણ કે તેની માતાને રોકી દ્વારા વચન આપવામાં આવ્યું છે કે તે જ્યારે મોટો થશે, ત્યારે તે મૃત્યુ પામશે. તે તેના કામમાં વ્યસ્ત રહે છે. બીજી બાજુ પ્રેમ પ્રકરણમાં પણ પડી જાય છે આ તમામ વચ્ચે તે કેવી રીતે આ સામ્રાજ્યને પોતાનું બનાવશે તે ફિલ્મમાં જોવાનું ખૂબ જ રસપ્રદ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં સંજય દત્ત અધીરાના રોલમાં છે તો ત્યાં રવિના ટંડન પણ મહત્વના રોલમાં છે.

એન્ટરટેઈનમેન્ટ કા ફુલ ડોઝ – KGF 2

KGF ચેપ્ટર 2માં મનોરંજન અને લાગણી બધું જ જોવા મળશે. વાર્તા અગાઉના ભાગ કરતાં પણ વધુ મજબૂત રીતે વણાયેલી છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં સફળ રહી છે. આ ફિલ્મ ત્યારે વધુ રસપ્રદ બને છે, જ્યારે ધીમે ધીમે વાર્તા ક્લાઈમેક્સ તરફ આગળ વધે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ કંઈક એવો છે જે દર્શકોને દંગ કરી દેશે.

ફિલ્મમાં યશની સ્ટાઈલ પહેલા કરતાં પણ વધુ શાનદાર લાગે છે અને તેનું વ્યક્તિત્વ ફ્રેમમાં વધુ પ્રભાવશાળી લાગે છે. સંજય દત્ત જેવા તેજસ્વી અભિનેતાની હાજરી પણ યશના અભિનયને પ્રભાવિત કરી શકી નથી, તેનાથી વિપરીત, આ બંનેની સ્ક્રીનની હાજરી ફ્રેમને વધુ તેજસ્વી બનાવે છે. જ્યારે યશ તેનું પાત્ર પહેલાની જેમ અને અદ્ભુત રીતે ભજવતો જોવા મળે છે, જ્યારે સંજય દત્ત અધીરાના રોલમાં ખૂબ જ ઈફેક્ટિવછે.

આ પણ વાંચોઃસંધ પ્રમુખ ભાગવતે કહ્યુ, 15 વર્ષમાં દેશ ફરીથી બનશે અખંડ ભારત, અડચણ સર્જનારા ખોવાઈ જશે

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">