શું હવે યશની આગામી ફિલ્મ ‘KGF 3’ પણ રીલીઝ થશે?

KGF Chapter 2: રોકિંગ સ્ટાર યશની ફિલ્મ KGF 2 આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક હતી. શું આ ફિલ્મ બાદ તેનો ત્રીજો ભાગ પણ આવી રહ્યો છે કે શું?

શું હવે યશની આગામી ફિલ્મ 'KGF 3' પણ રીલીઝ થશે?
KGF Chapter 2 Official Poster (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 14, 2022 | 12:34 PM

સુપરસ્ટાર યશની (Superstar Yash) આજે બહુચર્ચિત ફિલ્મ KGF Chapter 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત ‘KGF ચેપ્ટર 2’ આજે સિનેમાઘરોમાં આવી ગઈ છે, પરંતુ તેની રિલીઝ પહેલા જ આ ફિલ્મ એડવાન્સ ટિકિટ બુકિંગના મામલે ‘RRR’ને પાછળ છોડી દીધી છે. અત્યારે આ ફિલ્મની 20 કરોડ રૂપિયાથી વધુની ટિકિટો વેચાઈ ચૂકી છે. આ જોયા બાદ લાગે છે કે ફિલ્મ ઓપનિંગ ડે પર જ શાનદાર કલેક્શન કરી શકે છે. શું આ ફિલ્મ આલિયા ભટ્ટની ફિલ્મ RRRને ટક્કર આપી શકશે ખરા?

અત્યારે મળતી ખબરો અનુસાર KGF Chapter 2 બાદ KGF 3 ફિલ્મ, જે યશ સ્ટારર ફ્રેન્ચાઈઝીને બીજી સિક્વલ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે જવાનો સંકેત આપે છે. ટ્વિટર પર હાલમાં KGF 3 હેશટેગ ખૂબ ટ્રેન્ડ થઈ રહ્યું છે. જી હા, તમે સાચું સાંભળ્યુ છે. અત્યારે KGF 3 બની રહ્યુ છે. KGF ફ્રેન્ચાઈઝીના નિર્માતાઓએ KGF ચેપ્ટર 2 ના પોસ્ટ-ક્રેડિટ સીનમાં નવા ચેપ્ટરની હિંટ આપી દીધી છે. સિનેમાપ્રેમીઓ માટે અત્યારે જાણે કે સુવર્ણકાળ ચાલી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આ વર્ષની શરૂઆતથી જ ભારતમાં ખૂબ શાનદાર ફિલ્મ્સ રિલીઝ થઈ રહી છે.

ઘણા ટ્વિટર યુઝર્સે તેમનું એકસાઈટમેન્ટ શેયર કરવા માટે માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર સવારથી આજે ટ્વિટ કરી રહ્યા છે, જેથી માનવામાં આવે છે કે KGF ભાગ 3નો અંતિમ ડ્રાફ્ટ તૈયાર છે, જે તાજેતરમાં રિલીઝ થયેલા KGF ભાગ 2ની પોસ્ટ-ક્રેડિટમાં ટીઝ કરવામાં આવ્યો છે.

જાણીતા ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શ પણ KGF ફ્રેન્ચાઈઝીમાં ત્રીજા ચેપ્ટરની સંભાવના અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું, “#YESSS… #KGF3 #KGFCchapter3 માર્ગ પર છે.”

#KGFChapter2 #KGF2 – Second half is . International making with Indian sensibilities. @TheNameIsYash is also all set to go International with #KGF3! Superb stuff from @prashanth_neel , box office records to be rewritten

— Rajasekar (@sekartweets) April 14, 2022

અગાઉ, Firstpost.com સાથેની એક મુલાકાતમાં, KGF નિર્માતા વિજય કિરાગન્દુરે ફિલ્મ વિશે વાત કરતી વખતે કહ્યું હતું કે, “અમારી પાસે થોડા વધુ ભાગ તૈયાર કરવાની યોજના છે. મને લાગે છે કે તે વધુ મોટું અને સારું બની શકશે.”

અત્યારે KGF ચેપ્ટર 2ના શરૂઆતના શો જોનારાઓ યશ અને દિગ્દર્શક પ્રશાંત નીલના વખાણ કરે છે. સકારાત્મક સમીક્ષાઓ સૂચવે છે કે KGF 2 નિર્માતાઓએ તેઓએ જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે, એક રોમાંચક ફિલ્મનો અનુભવ.

KGF ચેપ્ટર 2 કે જે આજે (14 એપ્રિલ) વિશ્વભરમાં રિલીઝ થયું છે તે પ્રશાંત નીલ દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત કરવામાં આવ્યું છે, જે સૌથી વધુ માંગવામાં આવતા દિગ્દર્શકોમાંના એક છે અને વિજય કિરાગંદુર દ્વારા હોમ્બલે ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત છે. રિતેશ સિંધવાની અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને એએ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ આજે રજૂ કરવામાં આવી રહી છે. એક્સેલએ ‘દિલ ચાહતા હૈ’, ‘જિંદગી ના મિલેગી દોબારા’, ‘દિલ ધડકને દો’, અને ‘ગલી બોય’ જેવી સુપર હિટ ફિલ્મો આપી છે.

શું તમે KGF 3 પણ જોવા માટે ઉત્સાહિત છો? નીચે અમારા ક્મેન્ટ સેકશનમાં જણાવશો

આ પણ વાંચો – યશની ‘KGF 2’ શરૂઆતના દિવસે કેટલી કમાણી કરશે, શું RRRનો રેકોર્ડ તોડશે ??

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati