Kaya Palat: હેલી શાહે ‘કાન્સ 2022’ ખાતે તેની ડેબ્યૂ ફિલ્મ ‘કાયા પલટ’નું પોસ્ટર કર્યું રિલીઝ, સેલિબ્રિટીઓ આપી રહી છે પ્રતિક્રિયા

હેલી શાહ (Helly Shah) ટૂંક સમયમાં તેની ફિલ્મ 'કાયા પલટ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનેત્રીએ કાન્સ 2022માં ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો.

Kaya Palat: હેલી શાહે 'કાન્સ 2022' ખાતે તેની ડેબ્યૂ ફિલ્મ 'કાયા પલટ'નું પોસ્ટર કર્યું રિલીઝ, સેલિબ્રિટીઓ આપી રહી છે પ્રતિક્રિયા
Helly Shah in Kaya PalatImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 9:26 PM

ટીવી અભિનેત્રી હેલી શાહ આ દિવસોમાં કાન્સ 2022માં (Cannes 2022) પોતાનો જલવો ફેલાવી રહી છે. હેલી શાહ (Helly Shah) સ્વરાગિની, સુફિયાના પ્યાર મેરા અને ઈશ્ક મેં મરજાવાં 2 જેવી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. પરંતુ હવે તે જલ્દી જ ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. હેલી શાહે તાજેતરમાં જ તેની ફિલ્મનું પહેલુ પોસ્ટર રિલીઝ કર્યું છે. તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 દરમિયાન તેની ફિલ્મ ‘કાયા પલટ’નું (Kaya Palat) પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં તે ખૂબ જ ઈન્ટેન્સ રોલમાં જોવા મળી રહી છે.

હેલી શાહે તેની ડેબ્યૂ ફિલ્મ ‘કાયા પલ્ટ’નો ફર્સ્ટ લૂક જાહેર કર્યો

હેલી શાહ તેની ડેબ્યૂ ફિલ્મ ‘કાયા પલટ’નું પહેલું પોસ્ટર જાહેર કર્યા બાદ ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર તેનું પહેલું પોસ્ટર શેયર કરતાં હેલી શાહે લખ્યું, “પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનમાં મારી પ્રથમ ફિલ્મ ‘કાયા પલટ’ના પ્રથમ લુકને રિલીઝ કરવા માટે ખૂબ જ ખુશ અને આભારી છું.’

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હેલી શાહની ડેબ્યૂ ફિલ્મ ‘કાયા પલટ’નું પોસ્ટર અહીં જુઓ

હેલી શાહની ફિલ્મ ‘કાયા પલટ’ હરીફ માફિયાની સત્ય ઘટનાથી પ્રેરિત છે. આ એક ડાર્ક થ્રિલર ફિલ્મ છે જેને જમ્મુમાં શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન શોએબ નિકશ શાહે કર્યું છે. આ ફિલ્મમાં હેલી શાહ ઉપરાંત રાહત કાઝમી, તારિક ખાન, સ્વરૂપ ઘોષ, મીર સરવર અને રોહિલ ભાટિયા જેવા સ્ટાર્સ જોવા મળશે.

હેલી શાહ ઐશ્વર્યા રાય બચ્ચનને પણ મળી હતી

હેલી શાહની આ ફિલ્મ પર ઘણી ટીવી સેલિબ્રિટીઓએ પ્રતિક્રિયા આપી છે. હેલી શાહે કાન્સમાં પ્રથમ વખત રેડ કાર્પેટ પર ગઈ હતી. કાન્સ 2022માં રેડ કાર્પેટ પર હેલી શાહ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના સિવાય કાન્સમાં દર વખતે આવતી રહેતી ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જો કે, હેલી શાહ આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનને પણ મળી હતી અને જણાવ્યું હતું કે તે કેટલી મોટી ફેન છે. હેલી શાહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની સાથે બે તસવીરો શેયર કરી છે. એક તસવીરમાં તે ઐશ્વર્યા સાથે હસતી જોવા મળી રહી છે, જ્યારે બીજી તસવીરમાં તે ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે વાત કરતી જોવા મળી રહી છે. ઐશ્વર્યા પણ આરાધ્યાની બાજુમાં ઉભી છે.

તસવીરો શેયર કરતા હેલી શાહે લખ્યું, ‘કાન્સમાં એવરગ્રીન બ્યુટી ઐશ્વર્યા રાય બચ્ચનને મળવા માટે એક ફેન ગર્લ મોમેન્ટ હતી. આ વિશે વધુ માહિતી મારા ફીડ પર ટૂંક સમયમાં આવી રહી છે તેથી ટ્યુન રહો(sic).’

હેલી શાહ ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જોવા મળી હતી

તમને જણાવી દઈએ કે ’75મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022′ 17 મેના રોજ શરૂ થયો હતો અને તે 28 મેના રોજ ભવ્ય સમારોહ સાથે સમાપ્ત થશે.

g clip-path="url(#clip0_868_265)">