AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઋતિક રોશનની કઝીન પશ્મિનાને ડેટ કરી રહ્યો છે કાર્તિક આર્યન? બોલિવૂડને મળ્યું નવું કપલ !

કાર્તિક આર્યનનું (Kartik Aaryan) નામ બોલિવૂડની ઘણી એક્ટ્રેસ સાથે જોડવામાં આવ્યું છે. પરંતુ હવે તેની પર્સનલ લાઈફ વિશે મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે.

ઋતિક રોશનની કઝીન પશ્મિનાને ડેટ કરી રહ્યો છે કાર્તિક આર્યન? બોલિવૂડને મળ્યું નવું કપલ !
pashmina roshan-kartik aaryan
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 8:28 PM
Share

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલમાં ઋતિક રોશનની કઝિન પશ્મિના સાથે ‘ક્વોલિટી ટાઈમ’ સ્પેન્ડ કરતો જોવા મળ્યો છે. રિપોર્ટનું માનીયે તો બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે પશ્મિના રાજેશ રોશનની પુત્રી છે. કાર્તિક અને પશ્મિના મીડિયાની નજરથી દૂર એકબીજાના ઘરે મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્યારે એક્ટર શૂટિંગ પર નથી હોતા, ત્યારે તેઓ પશ્મિના સાથે તેમના ઘરે ટાઈમ સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે. બંનેએ ઘણી વખત તેમના વાહનો તેમના ઘરથી દૂર મોકલી દીધા છે જેથી મીડિયાને તેમના પર શંકા ન થાય.

દિવાળીના દિવસે પણ પશ્મિના સાથે જોવા મળ્યો હતો કાર્તિક?

કાર્તિક દિવાળીના દિવસે પણ તેની નવી મૈકલારેનમાં પણ પશ્મિના સાથે જોવા મળ્યો હતો. બંને જીઓ વર્લ્ડ ડ્રાઈવ પર જોવા મળ્યા હતા. આ પહેલા કાર્તિક આર્યનનું નામ લવ આજ કલની કો-સ્ટાર સારા અલી ખાન અને લાઈગર એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ એક્ટરે આ અફવાઓ પર ક્યારેય કંઈ કહ્યું નથી. હાલમાં જ તે કૃતિ સેનન સાથે ડેટિંગ કરી રહ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

‘ફ્રેડી’માં જોવા મળશે બોલિવૂડ એક્ટર

વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યનની નવી ફિલ્મ ફ્રેડીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. કાર્તિક એક ઇન્ટ્રોવર્ટ ડેન્ટિસ્ટની ભૂમિકા ભજવી રહ્યો છે, જે દેખાવમાં એકદમ સિમ્પલ છે પરંતુ તેનો ઈરાદો બિલકુલ સાચો નથી. તે દિવસભર દર્દીઓની સારવાર કરે છે અને રાત્રે સિરિયલ કિલર બની જાય છે. હાલમાં તે સત્ય પ્રેમ કી કથા ફિલ્મના શૂટિંગમાં બિઝી છે, જેમાં તેની સાથે કિયારા અડવાણી જોવા મળશે.

ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે પશ્મિના

જો આપણે કાર્તિક આર્યનની કથિત ગર્લફ્રેન્ડ પશ્મિના રોશનની વાત કરીએ તો તે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પશ્મિના ફેમસ ફિલ્મ ઈશ્ક વિશ્કની સિક્વલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરશે. તેની ફિલ્મનું નામ ઈશ્ક વિશ્ક રિબાઉન્ડ હશે. આ ફિલ્મમાં રોહિત સરાફ પશ્મિના સાથે જોવા મળશે. શહીદ કપૂરે ફિલ્મ ઈશ્ક વિશ્કથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું . આ ફિલ્મમાં તેની સાથે અમૃતા રાવ જોવા મળી હતી. આ ફિલ્મ યુવાનોને ઘણી પસંદ આવી હતી.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">