બ્રેકઅપ બાદ ફરી એકસાથે જોવા મળ્યા કાર્તિક સારા, વાયરલ વીડિયોએ જીત્યું ફેન્સનું દિલ

|

Sep 11, 2022 | 3:24 PM

Sara Kartik Viral Video: હાલમાં જ સારા અલી ખાન અને કાર્તિક આર્યનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ઘણી વાતો કરતા જોવા મળે છે. આ વીડિયોને જોઈને ફેન્સ ઘણા ખુશ થઈ રહ્યા છે.

બ્રેકઅપ બાદ ફરી એકસાથે જોવા મળ્યા કાર્તિક સારા, વાયરલ વીડિયોએ જીત્યું ફેન્સનું દિલ
Sara Ali Khan and Kartik Aaryan

Follow us on

Sara Ali Khan Kartik Aaryan Viral Video: ગઈકાલે રાત્રે એટલે કે શનિવારે ઓટીટી પ્લે એવોર્ડસ્ 2022 (OTT Play Awards) નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. આ વખતે ઓટીટીની દુનિયામાં બેસ્ટ કામ કરનારા કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં બોલિવૂડના ઘણા કલાકારોનું નામ પણ સામેલ હતું. પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કાર્તિક આર્યન (Kartik Aaryan) અને સારા અલી ખાન (Sara Ali Khan) એકબીજા સાથે જોવા મળી રહ્યા છે.

સારા કાર્તિકનો વીડિયો

ઓટીટી પ્લે એવોર્ડસ્ 2022 માં બોલિવૂડ જગતના ઘણા સેલેબ્સે હાજરી આપી હતી અને આ સેલેબ્સમાંથી એક સારા અલી ખાન અને કાર્તિક આર્યન હતા. બંનેની હાજરીથી એવોર્ડ નાઈટમાં ધૂમ મચી હતી અને તેમનો એક વીડિયો પણ વાયરલ થવા લાગ્યો હતો. આ વીડિયોમાં બંનેનું બોન્ડિંગ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં બંને એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કાર્તિક આર્યન હાથમાં એવોર્ડ ટ્રોફી છે અને તે સારા સાથે વાત કરી રહ્યો છે. સારા પણ કાર્તિકની વાતોને એન્જોય કરી રહી છે, ફેન્સ બંનેને સાથે જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એક સમયે રિલેશનશિપમાં હતા સારા અને કાર્તિક

તમને જણાવી દઈએ કે એક સમયે કાર્તિક અને સારા રિલેશનશિપમાં હતા, પરંતુ થોડા સમય પછી તેમનું બ્રેકએપ થઈ ગયું અને પછી તેમના રસ્તા અલગ થઈ ગયા. ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ’ના શૂટિંગ દરમિયાન કાર્તિક અને સારા નજીક આવ્યા અને પછી બંને રિલેશનશિપમાં આવી ગયા.

સારા અને કાર્તિકને મળ્યો એવોર્ડ

તમને જણાવી દઈએ કે ઓટીટી પ્લે એવોર્ડ્સ 2022 માં કાર્તિકને ફિલ્મ ‘ધમાકા’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો. કાર્તિક જ્યારે એવોર્ડ લેવા માટે જઈ રહ્યો હતો ત્યારે સારાએ તાળીઓ પાડીને અભિનંદન આપ્યા હતા. સારા અલી ખાનને ઇવેન્ટમાં બ્રેકથ્રુ પરફોર્મન્સ ફોર ધ યર એવોર્ડ પણ મળ્યો હતો, જે તેણે ફિલ્મ ‘અતરંગી રે’ માટે જીત્યો હતો.

Next Article