AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તેના ‘ત્રીજા સંતાન’ના કારણે મુશ્કેલીઓમાં કરીના કપૂરના, પુસ્તકના વિરોધમાં આ સંગઠને નોંધાવી ફરિયાદ

કરીના કપૂર તેના નવા પુસ્તકને લઈને મુસીબતમાં ફસાતી જોવા મળી રહી છે. અનેક વિરોધ અને વિવાદ બાદ હવે સર્વ ઈસાઈ સભા દ્વારા પુસ્તક પર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તેના 'ત્રીજા સંતાન'ના કારણે મુશ્કેલીઓમાં કરીના કપૂરના, પુસ્તકના વિરોધમાં આ સંગઠને નોંધાવી ફરિયાદ
Kareena Kapoor's troubles may increase in 'Pregnancy Bible' case
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 7:56 AM
Share

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે (Kareena Kapoor) થોડા દિવસો અગાઉ તેનું પુસ્તક લોન્ચ કર્યું હતું. પુસ્તક સંદર્ભે કરીનાએ કહ્યું હતું કે આ પુસ્તક તેનું ‘ત્રીજું સંતાન’ (Third Child) છે. હવે તે સતત તેની બુકને લઈને વિવાદોમાં ફસાઈ રહી છે. જ્યાં એક તરફ તેમના પુસ્તકના શીર્ષકની ટીકા થઈ રહી છે. તો બીજી તરફ ફરિયાદ થવાના પણ અહેવાલ આવ્યા છે. તાજેતરમાં આવેલા અહેવાલ અનુસાર જબલપુરમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. જબલપુરની સર્વ ઈસાઈ સભાએ (Sarva Isai Sabha) અભિનેત્રી કરીના કપૂરના પુસ્તકનાં શીર્ષક સામે ઓમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પુસ્તકનું શીર્ષક છે Kareena Kapoor Khan’s Pregnancy Bible.

જોકે પોલીસે માત્ર ફરિયાદ પત્ર જ લીધો છે, પરંતુ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી કેસ નોંધ્યો નથી. સર્વ ઈસાઈ સભાએ માંગ કરી છે કે આ પુસ્તકનું નામ બદલવામાં આવે અને કરીના કપૂર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ પછી બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરની મુશ્કેલીઓ વધી શકે છે.

હકીકતમાં, સર્વ ઈસાઈ સભાએ સોમવારે અભિનેત્રી કરીના કપૂરના પુસ્તક ‘પ્રેગ્નન્સી બાઇબલ’નો વિરોધ કરતાં પોલીસને ફરિયાદ કરી છે. ફરિયાદની સાથે સાથે, પુસ્તકના શીર્ષકમાંથી બાઇબલ શબ્દને દૂર કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. સર્વ ઈસાઈ સભાએ કરીના કપૂર ખાન પર સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. સાથે સાથે તેની પણ નિંદા કરવામાં આવી છે.

સર્વ ઈસાઈ સભાએ કહ્યું કે પુસ્તકમાં પવિત્ર શબ્દ ‘બાઇબલ’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. એટલું જ નહીં, મહારાષ્ટ્રમાં પણ તેમના પુસ્તકનો ઘણા સ્થળોએ વિરોધ કરવામાં આવ્યો હતો.

શું છે આ પુસ્તકમાં?

કરીનાએ 9 જુલાઈએ પોતાનું આ પુસ્તક બહાર પાડ્યું હતું. ફેબ્રુઆરીમાં પોતાના બીજા બાળકને જન્મ આપનારી કરિનાએ આ પુસ્તકને તેમનું ત્રીજું સંતાન ગણાવ્યું છે. પુસ્તકના પ્રમોશનના સંદર્ભમાં તેમણે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ કરી હતી. અભિનેત્રી અનુસાર, આ પુસ્તકમાં તેણે પોતાની બંને ગર્ભાવસ્થા દરમિયાન અનુભવેલા શારીરિક અને ભાવનાત્મક અનુભવોનો ઉલ્લેખ કર્યો છે. જો કે પોલીસનું કહેવું છે કે આ અરજી ક્રિશ્ચિયન સમુદાય દ્વારા લેવામાં આવી છે અને તપાસ બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Indian Idol 12: ફરી એકવાર સ્ટેજ પર ચાલશે ડિસ્કોનો જાદુ, આ અઠવાડિયામાં શોમાં Bappi Lahiri લગાવશે ચાર ચાંદ

આ પણ વાંચો: જાણો Taarak Mehta Ka Ooltah Chashmahના આ કલાકારોના પહેલા શો વિશે

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">