AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Idol 12: ફરી એકવાર સ્ટેજ પર ચાલશે ડિસ્કોનો જાદુ, આ અઠવાડિયામાં શોમાં Bappi Lahiri લગાવશે ચાર ચાંદ

સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ 12 (Indian Idol 12)માં આ વીકએન્ડમાં ડિસ્કો કિંગ બપ્પી લાહિરી (Bappi Lahiri)નું સ્વાગત કરવામાં આવશે.

Indian Idol 12: ફરી એકવાર સ્ટેજ પર ચાલશે ડિસ્કોનો જાદુ, આ અઠવાડિયામાં શોમાં Bappi Lahiri લગાવશે ચાર ચાંદ
Indian Idol 12
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 11:27 PM
Share

સોની ટીવીનો સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઇડલ 12 (Indian Idol 12)માં આ વીકએન્ડમાં ડિસ્કો કિંગ બપ્પી લાહિરી (Bappi Lahiri)નું સ્વાગત કરવામાં આવશે. સંગીતની ધૂનથી સજ્જ આ સાંજને ટોચના 6 સ્પર્ધકો બપ્પી દાના શાનદાર ગીતો ગાઈને આ લેજેન્ડને એક ટ્રિબ્યૂટ આપશે. આ દરમિયાન સંગીત જગતમાં અમૂલ્ય યોગદાન આપનાર બપ્પી દા તેમના ગીતોના મેકિંગથી સંબંધિત કેટલીક રસપ્રદ વાતો પણ જણાવશે અને આ શોના પ્રતિભાશાળી ગાયકોને તેમના આર્શીવાદ પણ આપશે.

બપ્પી લાહિરીના નામે કરવામાં આવેલી આ ખાસ સાંજને હોસ્ટ આદિત્ય નારાયણ (Aditya Narayan) તમામ સ્પર્ધકો સાથે મજાક કરતા જોવા મળશે. શોના જ્જ અનુ મલિક (Anu Malik), સોનુ કક્કર (Sonu Kakkar) અને હિમેશ રેશમિયા (Himesh Reshamiya) સાથે આવનારો એપિસોડ વધુ રસપ્રદ બનશે. ચાલો તમને જણાવી દઈએ કે ઈન્ડિયન આઈડોલની શરૂઆતમાં બપ્પી લાહિરી આ શોનો ભાગ બન્યા હતા. તે સમયે આઈડલના ટોચના 15 સ્પર્ધકોને તેમના પરફોર્મેન્સને લઈને ઈન્ડસ્ટ્રીનાં સીનિયર સિંગરે તેમને ખૂબ માર્ગદર્શન આપ્યું હતું.

શું આ વખતે આર્શીવાદમાં મળશે સોનાની ચેન

આની પહેલા ઓન એર થયેલ બપ્પી દા સ્પેશિયલ એપિસોડમાં આર્શીવાદ રૂપે એક સ્પર્ધકને સોનાની ચેન આપવાની ઘોષણા કરવામાં આવી હતી. જો કે ગોલ્ડ ચેઈન મેળવવા માટે દરેક સ્પર્ધકે તેમની તરફથી જબરદસ્ત પરફોર્મેન્સ આપ્યું હતું. પરંતુ પ્રખ્યાત સ્પર્ધક પવનદીપે બપ્પી લાહિરીનું દિલ જીતીને આ ચેન પ્રાપ્ત કરી હતી. જો કે, આ વખતે કોઈ સ્પર્ધકને ફરીથી આ વિશેષ આશીર્વાદ મળશે કે નહીં, હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

આ વખતે થશે એલિમિનેશન?

આવતા અઠવાડિયામાં કદાચ ઈન્ડિયન આઈડલમાં વધુ એક એવિક્શન જોવા મળશે. એવું માનવામાં આવે છે કે આ શોનું છેલ્લું એલિમિનેશન હશે. હાલમાં આ શોને મળેલા ટોચના 6 સ્પર્ધકોમાંથી એક સ્પર્ધક બહાર આવશે અને આ શોને તેના ટોપ 5 મળી જશે.

આ ટોપના 5માંથી એક ગ્રેન્ડ ફિનાલેના દિવસે આઈડલની ટ્રોફી જીતશે. પ્રેક્ષકોનું માનવામાં આવે તો પવનદીપ રાજન (Pawandeep Rajan) અને અરુણિતા કાંજીલાલ (Arunita Kanjilal)માંથી એક વિજેતા બની શકે છે, પરંતુ આઈડલના ટોચના 5માંથી કોણ વિજેતા બનશે આ નિર્ણય નિર્માતાઓએ જાહેર જનતાના હાથોમાં સોંપી દીધો છે.

આ પણ વાંચો: જાણો Taarak Mehta Ka Ooltah Chashmahના આ કલાકારોના પહેલા શો વિશે

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
g clip-path="url(#clip0_868_265)">