Karan Deol Pre Wedding Videos : સની દેઓલે પાપારાઝીને ઓફર કર્યો ‘દારૂ’, જોરદાર કર્યો ડાન્સ, કરણે સાથે કાપી કેક

Karan Deol Wedding: કરણ દેઓલ (Karan Deol) અને દ્રિશાના લગ્નની શરુઆત પ્રી-વેડિંગ પાર્ટીની સાથે થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે એક મોટી પાર્ટી હતી જેમાં દેઓલ પરિવારે ખૂબ જ મસ્તી કરી હતી. પાર્ટીના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

Karan Deol Pre Wedding Videos : સની દેઓલે પાપારાઝીને ઓફર કર્યો 'દારૂ', જોરદાર કર્યો ડાન્સ, કરણે સાથે કાપી કેક
Karan Deol Pre Wedding PartyImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 9:57 PM

Karan Deol Pre Wedding Videos: સની દેઓલનો (Sunny Deol) પુત્ર કરણ દેઓલ (Karan Deol) ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. ગઈ કાલે મુંબઈમાં કરણ દેઓલ માટે સની દેઓલે પ્રી-વેડિંગ પાર્ટી રાખી હતી, જેમાં ખૂબ જ મસ્તી થઈ હતી. તેમાં સની દેઓલ સિવાય બોબી દેઓલ અને અભય દેઓલ પણ પહોંચ્યા હતા. પાર્ટીમાં બધાએ ખૂબ જ મસ્તી કરી. પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ તેની ચાઈલ્ડહુડની ફ્રેન્ડ દ્રિશા અચાર્યા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ દ્રિશા અને કરણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. દ્રિશા દિગ્ગજ ફિલ્મકાર બિમલ રોયની પૌત્રીની પુત્રી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કટ કરી કેક

પ્રી-વેડિંગ ફંક્શનમાં કરણ દેઓલ અને દ્રિશાએ ચાર માળની કેક કાપી. આ દરમિયાન બંનેએ એકબીજાને કેક પણ ખવડાવી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં દ્રિશા ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળી રહી છે, જ્યારે કરણ દેઓલ આ ખાસ અવસર પર બ્લુ કુર્તા અને સદરીમાં જોવા મળી રહ્યો છે.

પાપારાઝીને ઓફર કરી દારૂ

દેઓલ્સના ઘરે પાર્ટી હોય અને દારૂનો ઉલ્લેખ ન હોય એવું કેવી રીતે બની શકે. પરંતુ બધા જાણે છે કે સની દેઓલ દારૂ પીતો નથી, તેમ છતાં તે પાપારાઝીઓને દારૂ ઓફર કરતો જોવા મળ્યો હતો. સામે આવેલા એક વીડિયોમાં સની, બોબી અને અભય એકસાથે ઉભા જોવા મળે છે.

આ દરમિયાન સની દેઓલે પૂછ્યું કે તમે લોકોએ કંઈ ખાધું કે પીધું? તેના પર કોઈ વ્યક્તિ કહે છે કે સાહેબ, તેને કંઈ પીધું નથી. તેના પર સની દેઓલે પૂછ્યું, “દારૂ જોઈએ છે?” તો પાપારાઝી ના પાડવા લાગે છે, પછી સની દેઓલ મજાકમાં કહે છે કે બોટલ લાવો. પછી બોબી ત્યાંથી જતો રહે છે.

આ પણ વાંચો : ગદર જોવા પહોંચી અમીષા પટેલ, થિયેટર હોલમાં લોકોએ ડાન્સ કરીને કર્યું સ્વાગત, જુઓ Video

સની દેઓલે જોરદાર કર્યો ડાન્સ

પાર્ટીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સની દેઓલ તેના પુત્રના લગ્નની ખુશીમાં નાચતો જોવા મળી રહ્યો છે. ત્યાં તેની સાથે અન્ય ઘણા લોકો ગુરુ રંધાવાના ગીત ‘મોરવની બનકે મોરની બનકે’ પર ડાન્સ કરતા જોવા મળે છે. આ ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ દ્રિશા અને કરણ 18 જૂને લગ્ન કરશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">