Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lock Up: શરૂ થયો કંગના રનૌતનો શો Lock-Up, આ છે સ્પર્ધકોની સંપૂર્ણ યાદી

કંગના રનૌત છેલ્લાં કેટલાક દિવસોથી તેના શો લોક અપને લઈને ઘણી ચર્ચામાં છે. કંગનાએ રવિવારે આ શો દ્વારા OTT ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં ઘણા વિવાદાસ્પદ સ્પર્ધકો આવી ચૂક્યા છે.

Lock Up: શરૂ થયો કંગના રનૌતનો શો Lock-Up, આ છે સ્પર્ધકોની સંપૂર્ણ યાદી
Kangana Ranaut's show Lock-Up has started, here is the complete list of contestants(Image-Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 10:51 AM

કંગના રનૌતે (Kangana Ranaut) રવિવારે રાત્રે એકતા કપૂરના (Ekta Kapoor) શો લોક અપ(Lock Up)થી OTT ડેબ્યૂ કર્યું હતું. કંગના અને એકતાએ પહેલેથી જ કહ્યું હતું કે, આ શો ઘણો કોન્ટ્રોવર્શિયલ બનવા જઈ રહ્યો છે અને દર્શકો એ બધું જોવાના છે. જે તેઓએ આજ સુધી જોયું નથી. અહીં સ્પર્ધકોએ કંગનાની જેલમાં રહેવું પડશે. શોના પહેલા એપિસોડમાં કંગનાએ કેટલાક સ્પર્ધકો સાથે શાબ્દિક યુદ્ધ પણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ શોના કેટલાક સ્પર્ધકોના નામ સામે આવ્યા હતા, પરંતુ હવે ગઈકાલે રાત્રે તમામ સ્પર્ધકોના નામ સામે આવ્યા છે.

ચાલો, તમને શોની શરૂઆત વિશે જણાવીએ કે, કંગનાએ તેની ફિલ્મના ગીત વખરા સ્વેગમાં પરફોર્મ કર્યું અને પછી તમામ સ્પર્ધકોનો દર્શકો સાથે પરિચય કરાવ્યો. તો અમે તમને આ શોના સ્પર્ધકોની સંપૂર્ણ યાદી જણાવીએ છીએ.

મુનવ્વર ફારૂકી

સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારૂકી આ શોના સ્પર્ધક છે. મુનવ્વર પોતાના પ્રદર્શન દરમિયાન એવા નિવેદનો આપે છે કે તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. શોમાં આવતાની સાથે જ તેણે કંગના રનૌતને પણ ઘણા જવાબો આપ્યા.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

સુનિલ પાલ

આ શોમાં કોમેડિયન સુનીલ પાલ પણ પાર્ટિસિપન્ટ તરીકે આવ્યા છે. તેની જોડી મુનવ્વર ફારૂકી સાથે છે. તમને જણાવી દઈએ કે સુનીલ આ પહેલા પણ ઘણા શોમાં પોતાની કોમેડી કૌશલ્ય બતાવી ચૂક્યો છે અને તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સાયશા શિંદે

ડિઝાઈનર સાઈશા શિંદે ગયા વર્ષે ચર્ચામાં હતી. તે સ્વપ્નિલમાંથી સાયશા બન્યો. તેમના આ નિર્ણયની સૌએ પ્રશંસા કરી હતી. આ શોમાં તેની જોડી ચક્રવાણી મહારાજ સાથે છે.

નિશા રાવલ

ટીવીની સ્વીટ એક્ટ્રેસ ગણાતી નિશા રાવલ ગયા વર્ષે પતિ કરણ મહેરા સાથેના વિવાદને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. અભિનેત્રીએ કરણ પર લગ્નેતર સંબંધો અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. હવે આ શોમાં આવ્યા બાદ નિશા શું કરે છે, તે જોવાનું રહેશે.

કરણવીર બોહરા

ટીવી એક્ટર કરણવીર બોહરા પણ આ શોમાં સ્પર્ધક તરીકે જોવા મળ્યો છે. કરણવીરને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે તે આ શોમાં શું ધમાલ મચાવે છે.

બબીતા ​​ફોગટ

2014માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવનાર રેસલર બબીતા ​​ફોગાટ પણ આ શોમાં જોવા મળી હતી. શોમાં પૂનમ સાથે બબીતાની જોડી છે.

સારા ખાન

બિગ બોસ 4માં ઘણી ચર્ચામાં રહેલી ટીવી એક્ટ્રેસ સારા ખાન પણ આ શોમાં પાર્ટિસિપન્ટ તરીકે આવી છે. તમને જણાવી દઈએ કે બિગ બોસમાં સારાએ અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બિગ બોસના ઘરમાંથી આવ્યા બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

પાયલ રોહતગી

ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક પાયલ રોહતગી ઘણા વિવાદોમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા અવાર-નવાર એવા નિવેદનો આપે છે કે તેની સામે ઘણી વખત કાર્યવાહી કરવામાં આવી છે. પાયલ પણ આ શોમાં સ્પર્ધક તરીકે જોવા મળી છે.

ચક્રપાણી મહારાજ

ચક્રપાણિ મહારાજ તરીકે જાણીતા પણ આ શોનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે ચક્રપાણી કોરોના વાયરસ મહામારીના શરૂઆતના દિવસોમાં તેમની ‘ગૌમૂત્ર પાર્ટી’ માટે ચર્ચામાં હતા.

તહસીન પૂનાવાલા

વકીલ અને કાર્યકર્તા તહસીન પૂનાવાલા પણ આ શોનો એક ભાગ છે. તહસીન આ પહેલા બિગ બોસ 13માં જોવા મળી ચૂકી છે.

સિદ્ધાર્થ શર્મા

બિગ એફ અને સ્પ્લિટ્સવિલા જેવા રિયાલિટી શોમાં કમાલ કરનાર સિદ્ધાર્થ શર્મા પણ આ શોમાં છે. તે અગાઉ એકતા કપૂરની ઓલ્ટ બાલાજી વેબ સિરીઝ પંચ બીટમાં પણ જોવા મળ્યો હતો.

અંજલિ અરોરા

સોશિયલ મીડિયા પ્રભાવક અંજલિ અરોરા પણ આ શોમાં છે.

શિવમ શર્મા

સ્પ્લિટ્સવિલા શોમાં જોવા મળેલા શિવમ શર્મા પણ આ શોમાં સ્પર્ધક છે.

આ પણ વાંચો: Lock Up : કંગના રણૌત અને એકતા કપૂર માટે સારા સમાચાર, શો નિર્ધારિત દિવસે અને સમયે જ પ્રસારિત કરવામાં આવશે

આ પણ વાંચો: Lock Upp: શું કંગના રનૌત સલમાન ખાનના બિગ બોસને ટક્કર આપશે, લોક અપ વિશે જાણો

g clip-path="url(#clip0_868_265)">