AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાલ સિંહ ચઢ્ઢા પર કંગના રનૌતનું રિએકશન, આમિર ખાન માટે કહી દીધી આ મોટી વાત

આમિર ખાને કહ્યું કે હું મારા દેશને ખૂબ પ્રેમ કરું છું. જો કેટલાક લોકો આવું વિચારે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું લોકોને અપીલ કરું છું કે કૃપા કરીને મારી ફિલ્મનો બહિષ્કાર ન કરો, કૃપા કરીને મારી ફિલ્મ જુઓ.

લાલ સિંહ ચઢ્ઢા પર કંગના રનૌતનું રિએકશન, આમિર ખાન માટે કહી દીધી આ મોટી વાત
Lal Singh ChadhaImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 10:59 PM
Share

આમિર ખાન બોલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગ અને ફિલ્મોને કારણે જાણીતો છે. હાલમાં સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ લાલા સિંહ ચઢ્ઢા (Lal Singh Chadha) 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે પણ આ પહેલા આમિર ખાનના કેટલા નિવેદનોને કારણે આ ફિલ્મને લોકો ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આમિર ખાનની આ ફિલ્મને બોયકટ કરી રહ્યા છે. તેના પર આમિર ખાને કહ્યુ છે કે લોકો તેમની ફિલ્મ જુએ. કેટલાક લોકો માને છે કે મને ભારત માટે પ્રેમ નથી, એવુ જરા પણ નથી. આ ફિલ્મ માટે આમિર ખાન માટે તેના ફેન્સ તરફથી સમર્થન પણ મળી રહ્યુ છે.

પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર કંગના રનૌત (Kangana Ranaut) આજે ફરી ચર્ચામાં છે. તેણે આમિર ખાન અને તેની ફિલ્મ પર એક મોટુ નિવેદન આપ્યુ છે. કંગના રનૌતે પોતાનો પક્ષ મુકતા સોશિયલ મીડિયા પર લખ્યુ છે કે, ટૂંક સમયમાં રિલીઝ થનારી લાલ સિંહ ચઢ્ઢા વિશે જે પણ નકારાત્મકતા સર્જાઈ રહી છે, તેની પાછળનો માસ્ટર માઇન્ડ આમિર ખાન છે.

કંગના રનૌતનું રિએકશન

કંગના રનૌતનું કહેવુ છે કે આ વર્ષે કોઈ હિન્દી ફિલ્મ આવી નથી. માત્ર સાઉથની ફિલ્મો ચાલી રહી છે, જેમાં ભારતીય સંસ્કૃતિ ભરપૂર છે, સ્થાનિક ફ્લેવરવાળી ફિલ્મો પણ ચાલી રહી છે. હોલીવુડની રીમેક કોઈપણ રીતે કામ કરશે નહીં. પરંતુ હવે તેઓ ભારતને અસહિષ્ણુ કહેશે. હિન્દી ફિલ્મોએ દર્શકોનું મન સમજવુ પડશે છે. તેને હિંદુ કે મુસ્લિમ સાથે કોઈ લેવાદેવા નથી. આમિર ખાન જીએ પણ હિન્દૂફોબિક PK બનાવી અને ભારતને અસહિષ્ણુ ગણાવ્યુ. આ ફિલ્મ તેના જીવનની સૌથી સુપરહિટ ફિલ્મ રહી. મહેરબાની કરીને તેને ધર્મ અને વિચારધારા સાથે જોડવાનું બંધ કરો, તે તેના ખરાબ અભિનય અને ખરાબ ફિલ્મ વિશે વાત ન કરે.

કેટલાક લોકો મારા વિશે ખોટું વિચારી રહ્યા છે – આમિર ખાન

આમિર ખાનના જુના નિવેદનના કારણે તેની ફિલ્મના વિરોધમાં લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આના પર આમિર ખાને કહ્યું કે, મને ખરાબ લાગે છે કારણ કે જે લોકો માને છે કે મને ભારત પસંદ નથી. આ તેમના મગજમાં છે અને તે યોગ્ય નથી. હું મારા દેશને ખૂબ પ્રેમ કરું છું. જો કેટલાક લોકો આવું વિચારે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું લોકોને અપીલ કરું છું કે કૃપા કરીને મારી ફિલ્મનો બહિષ્કાર ન કરો, કૃપા કરીને મારી ફિલ્મ જુઓ.

g clip-path="url(#clip0_868_265)">