કંગના રનૌતે BMC સામેનો કેસ પાછો ખેંચી લીધો, ગેરકાયદે બાંધકામના કેસમાં અભિનેત્રી ઝુકી

કંગના રનૌતે BMC સામેનો કેસ પાછો ખેંચી લીધો, ગેરકાયદે બાંધકામના કેસમાં અભિનેત્રી ઝુકી
કંગના

બીએમસીએ મર્જ કરીને બનાવેલા ફ્લેટના ગેરકાયદેસર બાંધકામ અંગે વાંધો ઉઠાવ્યો હતો. બાદમાં કંગના તેના ફ્લેટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામના મામલે હાઇકોર્ટમાં ગઈ હતી.

Gautam Prajapati

| Edited By: Pinak Shukla

Feb 10, 2021 | 2:45 PM

કંગના રાનાઉતે બીએમસી વિરુદ્ધ દાખલ કરેલો કેસ પાછો ખેંચ્યો છે. કંગના તેના ફ્લેટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામના મામલે હાઇકોર્ટમાં ગઈ હતી. બીએમસીએ મર્જ કરીને બનાવેલા ફ્લેટના ગેરકાયદેસર બાંધકામ અંગે વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કંગનાના મકાન તેમજ તેની ઓફિસમાં તોડફોડ કરવાના વિચારોમાં હતી.

બાંધકામ પર કોઈ કાર્યવાહી ન થાય તે માટે કંગનાએ ફરીથી હાઈકોર્ટના સહારે ગઈ હતી. ત્યારબાદ કોર્ટે આ મામલે પોતાની નજર રાખી હતી. આજે કંગનાએ અદાલતમાં જણાવ્યું હતું કે તે બીએમસી વિરુદ્ધનો કેસ પાછો ખેંચી રહી છે. બાદમાં તે નાગરિક સંસ્થા સાથે વાત કરશે અને આ ગેરકાયદેસર બાંધકામના મામલાનું સોલ્યુશન લાવશે.

હાઈકોર્ટે માંગ્યો હતો જવાબ બોમ્બે હાઈકોર્ટે 3 ફેબ્રુઆરીએ કંગના રનૌતના ખારમાં આવેલા ફ્લેટના ગેરકાયદેસર બાંધકામના મામલામાં અભિનેત્રીને રાહત આપી હતી. કંગના રાનૌતના ફ્લેટ પર લેવાયેલી કાર્યવાહી અંગે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા અપાયેલા નીચલી અદાલતના ચૂકાદાને બોમ્બે હાઈકોર્ટે સમર્થન આપ્યું હતું. કોર્ટે કંગનાને આદેશ આપ્યો હતો કે 5 ફેબ્રુઆરી સુધીમાં તે કોર્ટને બતાવે કે શું તે બીએમસીમાં તેના ફ્લેટમાં થયેલા કથિત ફેરફારને નિયમિત કરવા અરજી દાખલ કરશે કે નહીં.

શું હતો કેસ માર્ચ 2018 માં બીએમસીએ કંગના રાનાઉતને ખારમાં ત્રણ ફ્લેટ મર્જ કરવા માટે નોટિસ ફટકારી હતી. ડિસેમ્બર 2020 માં બીએમસીની નોટિસ સામે કંગનાની અરજીને સિવિલ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ અભિનેત્રીએ હાઈકોર્ટનો સહારો લીધો. કંગનાની અરજી નામંજૂર કરતી વખતે સિવિલ કોર્ટે કહ્યું હતું કે પરવાનગી વિના ત્રણ ફ્લેટને મર્જ કરવા ગેરકાયદેસર છે.

કંગનાના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં કહ્યું હતું કે આ કેસ અભિનેત્રી સામેના બદલાના ભાગ રૂપે આ કરવામાં આવ્યું છેછે. ગેરકાયદેસર બાંધકામ તેની ક્લાયન્ટ કંગના રાનાઉત દ્વારા નહીં, પરંતુ ફ્લેટ્સના બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું હતું. તે જ સમયે, વરિષ્ઠ સલાહકાર અસ્પી ચિનોય અને વકીલ જોએલ કાર્લોસે કોર્ટમાં ક્રોસ-પરીક્ષા દરમિયાન કહ્યું હતું કે, ફ્લેટમાં ગેરકાયદેસર રીતે 8 ફેરફાર કરવામાં આવ્યા છે. બંને પક્ષે સુનાવણી કર્યા બાદ કોર્ટે તેના આદેશમાં અભિનેત્રીને 5 ફેબ્રુઆરી સુધી રાહત આપી હતી અને તેનો જવાબ ફાઇલ કરવાનું કહ્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati